Bhool Bhulaiyaa 3: કાર્તિક આર્યન-તૃપ્તિ ડિમરીએ કરી પૂજા, સેટથી પહેલા દિવસનો વીડિયો થયો વાયરલ
Bhool Bhulaiyaa 3: ભૂલ ભુલૈયા 3 નું શૂટિંગ શરુ થઈ ગયું છે. સેટ પર કાર્તિક આર્યન, વિદ્યા બાલન અને તૃપ્તિ ડિમરી પહોંચ્યા છે. પહેલા દિવસે કાર્તિક આર્યને મૂહુર્ત શોટ આપ્યો. હાલમાં પહેલા દિવસનો સોટ પરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
‘ભૂલ ભુલૈયા 3’ આ વર્ષની મચ અવેટેડ ફિલ્મમાંથી એક છે. ફિલ્મની નવી સ્ટારકાસ્ટને લઈને એક્સાઈટમેન્ટ વધી ગયું છે. કાર્તિકની સાથે તૃપ્તિ ડિમરીની જોડી ઓનસ્ક્રીન જોવા મળશે. આ સાથે મંજુલિકા તરીકે વિદ્યા બાલન પરત ફરી છે. ફિલ્મનું શૂટિંગ શરુ થઈ ગયું છે. સેટ પરથી પહેલા દિવસનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એકટર્સથી લઈને પ્રોડ્યુસર સુધી પહેલા પૂજા કરે છે. પછી કાર્તિક મુહૂર્ત શોટ આપતો જોવા મળે છે. બેકગ્રાઉન્ડમાં ‘આમી જે તોમાર’ ગીત સંભાળવા મળી રહ્યું છે જે આખા વીડિયોને વધુ રોમાંચિત કરે છે.
સેટ પરથી પૂજા કરીને કરી શરુઆત
ટી-સિરીઝે આ વીડિયો શેર કર્યો છે. સૌથી પહેલા કાર્તિક આર્યન એન્ટ્રી કરે છે અને તેની વૈનિટી વેન તરફ જાય છે. પછી તૃપ્તિ ડિમરી જોવા મળે છે. આ પછી વિદ્યા બાલન આવે છે. ત્યારબાદ પ્રોડ્યુસર ભૂષણ કુમાર પણ સેટ પર હાજપર જોવા મળે છે. ફિલ્મના ડાયરેક્ટર અનીસ બઝ્મી વ્હીલ ચેર પર બેસીને આવે છે, તેના પગમાં પ્લાસ્ટર કરેલું જોવા મળે છે. ફિલ્મના ત્રણેય એક્ટર્સ એક પછી એક ભગવાન ગણેશની આરતી કરે છે.
Get ready to open the haunted doors to the best horror-comedy fiesta! #BhoolBhulaiyaa3 starring #KartikAaryan, #VidyaBalan & #TriptiiDimri. In cinemas this Diwali!@TheAaryanKartik @vidya_balan @tripti_dimri23 #BhushanKumar #KrishanKumar @BazmeeAnees @TSeries #ShivChanana… pic.twitter.com/8rJpFgfmiV
— T-Series (@TSeries) March 11, 2024
દિવાળી પર રિલીઝ થશે ફિલ્મ
વીડિયોના અંતમાં ફિલ્મનો પહેલો શોટ કાર્તિક આર્યન આપે છે. આ ક્લિપિંગ બોર્ડની પાછળ ઉભા રહેલી છે અને પછી ક્લિપિંગ બોર્ડ હટતાં જ તે કેમેરા સામે જોવે છે. ટી-સિરીઝે આ વીડિયોને શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે, ‘બેસ્ટ હોરર કોમેડી’ના ડરામણાં દરવાજા ખોલવા માટે તૈયાર થઈ જાવો. કાર્તિક આર્યન, વિદ્યા બાલન અને તૃપ્તિ ડિમરી સ્ટારર. ભૂલ ભુલૈયા 3 આ દિવાળી પર થિયેટરોમાં રિલીઝ થશે.
આ પણ વાંચો: અનન્યા પાંડેનો બાળપણનો ક્યૂટ વીડિયો થયો વાયરલ, શાહરૂખના ગીતો પર કર્યો ડાન્સ, જુઓ Video
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો