રામાયણમાં ભગવાન રામની ભૂમિકા ભજવનાર અરુણ ગોવિલ સિગારેટ પીતા હતા ? જુઓ Video
રામાયણમાં ભગવાન રામની ભૂમિકા ભજવીને અરુણ ગોવિલ દરેક ઘરમાં ફેમસ થઈ ગયા હતા. તે જ્યાં પણ જતા ત્યાં લોકો તેમને ભગવાન માનતા અને તેની પૂજા પણ કરતા. લોકોનું આ ધ્યાન હંમેશા અરુણ ગોવિલને ગભરાવતું હતું, પરંતુ એક એવી ઘટના બની જેણે તેનું આખું જીવન બદલી નાખ્યું. આ શ્રદ્ધાના કારણે એક વખત તેમને જાહેરમાં ઠપકો સાંભળવો પડ્યો હતો. કપિલ શર્માના એક શોમાં આ ઘટનાનો ઉલ્લેખ ખુદ અરુણ ગોવિલે કર્યો હતો.

રામાનંદ સાગરની રામાયણ (Ramayana) અને તેનાથી જોડાયેલી ઘટનાઓ આજે પણ લોકોને યાદ છે. લોકો ભગવાન રામની ભૂમિકા ભજવનાર અરુણ ગોવિલને વાસ્તવિક જીવનમાં પણ ભગવાનની જેમ પૂજતા હતા. લોકોનું આ ધ્યાન હંમેશા અરુણ ગોવિલને ગભરાવતું હતું, પરંતુ એક એવી ઘટના બની જેણે તેનું આખું જીવન બદલી નાખ્યું.
આ પણ વાંચો બોલિવૂડ અભિનેત્રી નિકિતા રાવલને, ઘરમાં ઘૂસીને લૂંટારાઓએ ગળા પર ચાકુ મુકીને લૂંટી લીધી
જ્યારે લોકો અરુણ ગોવિલને ભગવાન માનતા હતા
રામાયણમાં ભગવાન રામની ભૂમિકા ભજવીને અરુણ ગોવિલ દરેક ઘરમાં ફેમસ થઈ ગયા હતા. તે જ્યાં પણ જતા ત્યાં લોકો તેમને ભગવાન માનતા અને તેની પૂજા પણ કરતા. જોકે, આ શ્રદ્ધાના કારણે એક વખત તેમને જાહેરમાં ઠપકો સાંભળવો પડ્યો હતો. કપિલ શર્માના એક શોમાં આ ઘટનાનો ઉલ્લેખ ખુદ અરુણ ગોવિલે કર્યો હતો.
આ ઘટના બાદ અરુણ ગોવિલે સિગરેટ છોડી દીધી હતી
અરુણ ગોવિલે જણાવ્યું હતું કે તેમને શુટિંગ દરમિયાન જ્યારે પણ તક મળતી ત્યારે તે સિગારેટ પીવાનું શરૂ કરી દેતા હતા. જ્યારે ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે તે લંચ પછી સિગારેટ પી રહ્યા હતા. અચાનક એક વ્યક્તિ તેમની નજીક આવ્યો અને પોતાની ભાષામાં જોરથી કંઈક કહેવા લાગ્યો.
જ્યારે તે વ્યક્તિ ત્યાંથી ચાલ્યો ગયો, ત્યારે તેઓએ એક સ્થાનિક વ્યક્તિને બોલાવીને તેણે શું કહ્યું તેના વિશે પૂછ્યું તો ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિ કહી રહ્યો હતો કે, ‘અમે તમને ભગવાન માનીએ છીએ અને તમે સિગારેટ પીઓ છો?’ તે ચાહકના આ શબ્દો અરુણ ગોવિલને એટલા સ્પર્શી ગયા કે આ ઘટના બાદ તેમણે આજ સુધી ક્યારેય સિગારેટને હાથ નથી લગાવ્યો.