ગુલાલ લગાવ્યો-પાણી ઉડાવ્યું ! અનંત-રાધિકાએ કર્યું ગણેશ વિસર્જન, મસ્તીના મૂડમાં દેખાયા લવ બર્ડ્સ, જુઓ-Video

જો કે આખો અંબાણી પરિવાર અને સ્ટાર્સનું ગ્રુપ મસ્તી કરતા જોવા મળ્યા હતા, પરંતુ અનંત-રાધિકા આ પ્રસંગે પોતાની મસ્તીમાં મસ્ત હતા. બંને એકબીજાના પ્રેમના રંગોમાં રંગાય ગયા હતા. અંબાણી પરિવારના નાના પુત્ર અનંત અંબાણી અને નાની વહુ રાધિકા મર્ચન્ટ વિસર્જનમાં ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા.

ગુલાલ લગાવ્યો-પાણી ઉડાવ્યું ! અનંત-રાધિકાએ કર્યું ગણેશ વિસર્જન, મસ્તીના મૂડમાં દેખાયા લવ બર્ડ્સ, જુઓ-Video
Anantha Radhika performed Ganesh Visharan
Follow Us:
| Updated on: Sep 12, 2024 | 1:30 PM

અંબાણી પરિવારમાં બાપ્પાના આગમનને લઈને પાર્ટી જેવો માહોલ જોવા મળ્યો હતો. બાપ્પાનું ખૂબ જ ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ગણેશ ચતુર્થી નિમિત્તે પૂજા અને ભવ્ય ઉજવણીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગા ઈવેન્ટ માટે આખો અંબાણી પરિવાર સાથે મળીને તૈયારી કરતો જોવા મળ્યો હતો. આ સિવાય અંબાણી પરિવારના આ સેલિબ્રેશનમાં બોલિવૂડ સ્ટાર્સ પણ સામેલ થયા હતા. બે દિવસની ઉજવણી બાદ રવિવારે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું.

બાપ્પાને ધામધૂમથી વિદાય આપવામાં આવી હતી . ગણપતિ વિસર્જન માટે આખો અંબાણી પરિવાર અને સ્ટાર્સનું જૂથ એન્ટિલિયામાંથી નાચતા-ગાતા બહાર આવ્યા હતા. આ સમય દરમિયાન દરેક લોકો મસ્તી અને તોફાન કરવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું હતું. નીતા અંબાણીથી લઈને શ્લોકા-રાધિકા સુધી અંબાણી પરિવારના દરેક સભ્ય ભક્તિમાં નાચતા જોવા મળ્યા હતા. આ જોવા દરમિયાન, ઘણી એવી ક્ષણો પણ કેદ કરવામાં આવી હતી. જે જોયા પછી તમારો દિવસ બની જશે.

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

અનંત રાધિકા મસ્તીના મૂળમાં દેખાયા

જો કે આખો અંબાણી પરિવાર અને સ્ટાર્સનું ગ્રુપ મસ્તી કરતા જોવા મળ્યા હતા, પરંતુ અનંત-રાધિકા આ પ્રસંગે પોતાની મસ્તીમાં મસ્ત હતા. બંને એકબીજાના પ્રેમના રંગોમાં રંગાય ગયા હતા. અંબાણી પરિવારના નાના પુત્ર અનંત અંબાણી અને નાની વહુ રાધિકા મર્ચન્ટ વિસર્જનમાં ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા. બંને પોતાના પરિવારના સભ્યો સાથે ડાન્સ કરતા અને ગુલાલ ઉડાડતા જોવા મળ્યા હતા.

આ પછી જ બંનેએ એકબીજા સાથે ખૂબ મસ્તી કરી હતી. એક વીડિયો સામે આવ્યો છે જેમાં અનંત અંબાણી ભીડની વચ્ચે રાધિકા મર્ચન્ટને પ્રેમથી રંગ લગાવે છે અને પછી તરત જ રાધિકા મસ્તીમાં તેના પર પાણી ફેંકે છે. અનંત હસવા લાગે છે અને પછી રાધિકાને ફરી રંગો લગાવે છે. બંનેની મસ્તી જોઈને નજીકમાં ઉભેલા લોકો હસી પડે છે.

લોકોની પ્રતિક્રિયા

આ વીડિયો જોયા પછી નેટીઝન્સ ખૂબ જ ખુશ છે અને આ કપલ પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. લોકો કહે છે કે આ બંને એકબીજા માટે બનેલા છે. એવા ઘણા લોકો છે જે કહે છે કે બાળપણનો પ્રેમ આવો હોય છે. તે જ સમયે, ઘણા લોકોએ એમ પણ કહ્યું કે પ્રેમની સાથે સાથે, કપલ વચ્ચે મિત્રતા હોવી પણ મહત્વપૂર્ણ છે અને તે બંનેમાં ભરપૂર છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, ‘બંને એકસાથે ઘણા સારા લાગી રહ્યા છે.’ અન્ય એક વ્યક્તિએ લખ્યું, ‘તે હંમેશા આ રીતે ખુશ રહે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘જો પ્રેમ હોય તો અનંત અને રાધિકા જેવો હોવો જોઈએ.’ એક યુઝરે તો એમ પણ કહ્યું કે, ‘આ પરફેક્ટ ફ્રેન્ડશિપ લવ છે’.

g clip-path="url(#clip0_868_265)">