Gujarat Election 2022: દાતાર પર્વત ઉપર રહેતા મહંત 75 વર્ષ દરમિયાન આ ખાસ કારણોસર નથી કરી શકયા મતદાન, ચૂંટણી તંત્ર અહીં પહોંચે તેની જોવાઈ રહી છે રાહ!
મહંત ભીમબાપુએ સૌને મતદાન કરવા અપીલ કરી હતી. તેમજ જાણાવ્યું હતું કે જો અહીં મતદાનની વ્યવસ્થા કરવામાં આવે તો તેઓ ચોક્કસ મતદાન કરશે. નોંધનીય છે કે આ સ્થળે આઝાદીના 75 વર્ષ દરમિયાન કર્યારેય મતદાન થયું નથી. કારણ કે એ પ્રકારની વ્યવસ્થા દાતાર પર્વત ઉપર ઉભી કરવામાં આવી નથી.
ગુજરાત ઇલેકશન 2022: લોકશાહીમાં મતદારોનો એક એક વોટ કિંમતી હોય છે અને તેના માટે ચૂંટણીપંચ દ્વારા અંતરિયાળ અને દૂર સૂદૂરના વિસ્તારમાં મતદાન માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. ગુજરાતના લોકો જાણે છે કે જૂનાગઢમાં બાણેજ નામના સ્થળે ફક્ત એક જ મહંત માટે મતદાનની વ્યવસ્થા કરવામાં આવે છે જોકે જૂનાગઢ શહેરમાં જ આવેલા દાતાર પર્વત ઉપર રહેતા મહંત માટે મતદાનની કોઈ જ વ્યવસ્થા નથી. જૂનાગઢમાં આવેલા દાતાર પર્વત ઉપર રહેતા મહંત પરંપરાને કારણે પર્વત ઉપરથી નીચે ઉતરી શકતા નથી, આથી તેઓ હંમેશાં મતદાનની વંચિત રહે છે. સામાન્ય રીતે લોકશાહીમાં એક એક મત કિંમતી હોય છે, પરંતુ દાતાર પર્વતના મહંત મતદાન કરી શકતા નથી તે તેમની મોટી વિટંબણા છે. મંહત ભીમ બાપુએ અપીલ કરી હતી કે અમે તો વ્યવસ્થાના અભાવે મતદાન કરવા નથી જઈ શકતા, પરંતુ જેઓ મતદાન કરી શકે છે તેઓએ આ જવાબદારી નિભાવવી જ જોઈએ.
ગુજરાત ઇલેકશન 2022: આઝાદી બાદ ક્યારેય થયું નથી મતદાન!
ઉપલા દાતાર નામે જાણીતું આ સ્થળ ખૂબ પવિત્ર મનાય છે. ગિરનાર ઉપરાંત દાતાર પણ જૂનાગઢનો ખૂબ જાણીતો પર્વત છે. અહીં એવી પરંપરા પ્રર્વતે છે કે અને અહીં જે મહંત રહે છે તે ક્યારેય નીચે નથી આવી શકતા. જો મહંતનું નિધન થાય તો તેમની અંતિમ વિધી પણ તે જ પર્વત ઉપર કરવામાં આવે છે. આઝાદી બાદના દાતારના મહંત બનેલા પ્રથમ પટેલ બાપુ, બીજા વિઠ્ઠલબાપુ અને હાલમાં ત્રીજા ભીમબાપુ દાતારના મહંત છે.
આ સ્થળની પરંપરા અનુસાર એક વાર જે અહીંયાનું મહંત બને તે જીવન પર્યંત અહીં જ રહે છે અને નિધન બાદ તેમની સમાધિ બાદ પર્વત ઉપર જ બનાવવામાં આવે છે. ત્યારે ટીવી9 ડિજિટલના માધ્યમ દ્વારા મહંત ભીમબાપુએ સૌને મતદાન કરવા અપીલ કરી હતી. તેમજ જાણાવ્યું હતું કે જો અહીં મતદાનની વ્યવસ્થા કરવામાં આવે તો તેઓ ચોક્કસ મતદાન કરશે. નોંધનીય છે કે આ સ્થળે આઝાદીના 75 વર્ષ દરમિયાન કર્યારેય મતદાન થયું નથી. કારણ કે એ પ્રકારની વ્યવસ્થા દાતાર પર્વત ઉપર ઉભી કરવામાં આવી નથી.
વર્ષોના વ્હાણાં વીતી ગયા ઉપલા દાતારના કોઈપણ મહંત મતદાન કરી શકતા નથી. ત્યારે ભીમબાપુએ અપીલ કરી હતી કે લોકશાહીને જીવંત રાખવા પવિત્ર મતદાન કરવાની દરેક નાગરિકની ફરજ છે અને લોકશાહી દરેક નાગરિકે પોતાનો પવિત્ર મત આપવો જોઈએ તેવી અપીલ પણ કરી હતી. જો ચૂંટણીપંચ ઉપલા દાતારની જગ્યામાં મતદાન મથક ઉભું કરવામાં આવે તો હું મારા પવિત્ર મત આપી શકું. લોકશાહીનું પર્વમાં મતદાન અચૂક કરીશ અને મારો કિંમતી અને પવિત્ર મતનું મતદાન કરીશ તેવી ભીમ બાપુ દ્વારા પણ ચૂંટણીપંચને અપીલ કરી છે.
આગવું માહાત્મય છે દાતાર પર્વતનું
દાતાર પર્વત અથવા તો દાતાર હિલ નામે ઓળખાતી જગ્યા જૂનાગઢ શહેરમાં આવેલું પવિત્ર સ્થળ છે. દાતાર પર્વત ગિરનાર પર્વતની બરાબર સામે આવેલો છે. દાતાર પર્વત મુસ્લિમ અને હિન્દુ બંને ધર્મોના ભક્તો માટે ખૂબ જ લોકપ્રિય સ્થળ છે. જૂનાગઢ શહેરની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે દાતાર હિલ સૌથી વધુ જોવાલાયક સ્થળોમાંનું એક છે દાતાર પર્વત પર જતી વખતે ચિથરીયા પીર, હાથી પથ્થર, કોયલા વજીર, અને દિગંબર જૈન ભગવાન નેમિનાથ મંદિર જોવા મળે છે તેમજ ચિથરીયા પીર નામના સ્થળે 5 દિવસ માટે ઉર્સ મનાવવામાં આવે છે. જેમાં અસંખ્ય હિન્દુ અને મુસ્લિમ અહીંની યાત્રા કરે છે, ઉર્સની પ્રથમ રાત્રે મુસ્લિમો ચાદર ચઢાવે છે અને હિન્દુઓ પૂજા કરે છે. જમીલ શાહ દાતારની દરગાહ ટેકરીના તળિયે પણ આવેલી જેને નીચલા દાતાર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક સમાધિ છે.