Junagadh : ભારે વરસાદના પગલે દામોદર કુંડમાં નવા નીર આવ્યા, દાતાર પર્વતમાળા સોળે કળાએ ખીલી ઉઠી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 3:21 PM

દાતાર પર્વત, દામોદર કુંડ અને વિલિંગ્ડન ડેમ પર કુદરતી સૌંદર્યનો અદભૂત નજારો જોવા મળ્યો છે. જેમાં ગિરનાર પર્વત અને દાતાર પર્વત પર ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તેમજ દામોદર કૂંડમાં નવા નીર આવ્યા છે.

જૂનાગઢ(Junagadh) માં મેઘરાજાએ જમાવટ કરી છે. જેમાં ભારે વરસાદના કારણે કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું છે. દાતાર પર્વત, દામોદર કુંડ અને વિલિંગ્ડન ડેમ પર કુદરતી સૌંદર્યનો અદભૂત નજારો જોવા મળ્યો છે. જેમાં ગિરનાર પર્વત અને દાતાર પર્વત પર ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તેમજ દામોદર કૂંડ(Damodar Kund) માં નવા નીર આવ્યા છે. જ્યારે ગિરનારના જંગલમાં વધુ વરસાદ પડતાં સોનરખ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. તેમજ ભવનાથ તળેટીમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત દાતાર જંગલની ગિરિમાળા સોળે કળાએ ખીલી ઉઠી છે. જેમાં દાતાર પર્વત પરથી ઝરણાં વહેતા થતાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે.

Published on: Jul 25, 2021 03:10 PM
g clip-path="url(#clip0_868_265)">