AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Govt Jobs : ખુશખબર… હવે હિન્દી અને અંગ્રેજી નહીં, 15 ભાષામાં થશે SSC ભરતી પરીક્ષા

SSC ભરતી પરીક્ષાઓ 15 વિવિધ ભાષાઓમાં લેવામાં આવશે. અત્યાર સુધી સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા પરીક્ષાઓ માત્ર હિન્દી અને અંગ્રેજી ભાષામાં લેવામાં આવી રહી છે. હવે પરીક્ષા સ્થાનિક ભાષાઓમાં પણ થશે.

Govt Jobs : ખુશખબર... હવે હિન્દી અને અંગ્રેજી નહીં, 15 ભાષામાં થશે SSC ભરતી પરીક્ષા
Govt Jobs
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2023 | 2:52 PM
Share

સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા હવે હિન્દી અને અંગ્રેજીમાં નહીં પરંતુ તમામ 15 ભાષાઓમાં ભરતી પરીક્ષાઓ લેવામાં આવશે. ટૂંક સમયમાં જ SSC દ્વારા તમામ 22 અનુસૂચિત ભાષાઓમાં પણ લેખિત પરીક્ષા લેવામાં આવશે. તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંગે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, આનાથી સ્થાનિક યુવાનોની ભાગીદારી વધશે અને પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહન મળશે.

આ પણ વાંચો : Govt Jobs: 10 પાસ અને ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે ભરતી બહાર પડી, પરીક્ષા વગર જ મળશે નોકરી, જાણો વિગતો

ભરતી પરીક્ષા 15 ભાષાઓમાં કરાવવાનો નિર્ણય

તમને જણાવી દઈએ કે બુધવારે જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે કેન્દ્રએ તાજેતરમાં SSC દ્વારા આયોજિત સરકારી નોકરીની ભરતી પરીક્ષા 15 ભાષાઓમાં કરાવવાનો નિર્ણય લીધો છે, જેથી દેશના દરેક યુવા આ ભરતી પ્રક્રિયાનો ભાગ બની શકે. કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયની 14મી હિન્દી સલાહકાર સમિતિની બેઠકને સંબોધતા તેમણે કહ્યું કે આ ઐતિહાસિક નિર્ણય સ્થાનિક યુવાનોની ભાગીદારીને પ્રોત્સાહિત કરશે અને પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહિત કરશે. હાલમાં, NEET, JEE અને CUET પરીક્ષાઓ હિન્દી અને અંગ્રેજી સિવાય વિવિધ સ્થાનિક ભાષાઓમાં લેવામાં આવી રહી છે.

SSC ભરતી પરીક્ષા આ ભાષાઓમાં લેવામાં આવશે

મંત્રીના જણાવ્યા અનુસાર, હિન્દી અને અંગ્રેજી સિવાય, SSC ભરતી પરીક્ષા 13 પ્રાદેશિક ભાષાઓ એટલે કે આસામી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલમ, કન્નડ, તમિલ, તેલુગુ, ઉડિયા, ઉર્દૂ, પંજાબી, મણિપુરી (મૈતી પણ) અને કોંકણીમાં સેટ કરવામાં આવશે.

શું ફાયદો થશે?

જિતેન્દ્ર સિંહે કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લાં નવ કરતાં વધુ વર્ષોમાં ઓફિશિયલ ભાષા હિન્દી સિવાય ભારતીય પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહન આપવામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. તેમણે કહ્યું કે, આ નિર્ણયથી લાખો ઉમેદવારો તેમની માતૃભાષા/પ્રાદેશિક ભાષામાં પરીક્ષા આપી શકશે અને તેમની પસંદગીની સંભાવનાઓ સુધરશે.

ઘણા રાજ્યો આની માગ કરી રહ્યા હતા

તમને જણાવી દઈએ કે, દક્ષિણના ઘણા રાજ્યો અંગ્રેજી અને હિન્દી સિવાય અન્ય ભાષાઓમાં એસએસસી પરીક્ષા લેવા માટે સતત માગ કરી રહ્યા હતા, ત્યારબાદ સરકારે આ નિર્ણય લીધો છે. મંત્રીએ જણાવ્યું હતું કે સ્ટાફ સિલેકશન કમિશને તાજેતરમાં ઉમેદવારો માટે 15 ભાષાઓમાં પરીક્ષા આપવાનું ફોર્મેટ બહાર પાડ્યું છે અને તમામ 22 અનુસૂચિત ભાષાઓમાં લેખિત પરીક્ષાને મંજૂરી આપવાની યોજના બનાવવામાં આવી રહી છે.

કરિયરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">