ડાંગરની રોપણી ખેડૂતને ભારે પડી, સરકારે ખેતરમાં ટ્રેક્ટર ચલાવીને પાકનો કર્યો નાશ
ખેડૂતનું કહેવું છે કે ગામમાં મજૂરોની અછત છે. તેથી જ તેણે સમય પહેલા ડાંગરનું વાવેતર કર્યું હતું. પરંતુ, સરકારી કર્મચારીઓએ તેના ખેતરમાં ટ્રેક્ટર ચલાવીને ડાંગરના પાકનો નાશ કર્યો હતો. આવી સ્થિતિમાં ખેડૂતને ઘણું આર્થિક નુકસાન સહન કરવું પડ્યુ છે.
પંજાબના કપૂરથલામાં ડાંગરની રોપણી એક ખેડૂત માટે સમસ્યા બની ગઈ. કૃષિ વિભાગની ટીમ ગામમાં આવીને ડાંગરના પાકનો નાશ કર્યો હતો. જેના કારણે ખેડૂત પરેશાન થઈ ગયો છે. ખેડૂતનું કહેવું છે કે ગામમાં મજૂરોની અછત છે. તેથી જ તેણે સમય પહેલા ડાંગરનું વાવેતર કર્યું હતું. પરંતુ, સરકારી કર્મચારીઓએ તેના ખેતરમાં ટ્રેક્ટર ચલાવીને ડાંગરના પાકનો નાશ કર્યો હતો. આવી સ્થિતિમાં ખેડૂતને ઘણું આર્થિક નુકસાન સહન કરવું પડ્યુ છે.
આ પણ વાંચો: Baba Vanga Predictions: વાવાઝોડાને લઈ સાચી સાબિત થઈ છે આ આગાહી! જાણો બાબા વેંગાની આ ભવિષ્યવાણી
એક અહેવાલ મુજબ, મામલો કપૂરથલા જિલ્લામાં સ્થિત સુલ્તાનપુર લોધી બ્લોકના માછીજોઆ ગામનો છે. અહીંના ખેડૂત સુરિન્દર સિંહે સરકાર દ્વારા નિર્ધારિત સમય પહેલા ડાંગરનું વાવેતર કર્યું હતું. આવી સ્થિતિમાં ત્વરીત કાર્યવાહી કરતા ખેતીવાડી વિભાગની ટીમે મંગળવારે ખેતરમાં ટ્રેક્ટર ચલાવીને ડાંગરના પાકનો નાશ કર્યો હતો.
કૃષિ અધિકારી પરમિન્દર કુમાર કહે છે કે કૃષિ વિભાગ અને રાજ્ય સરકારે ડાંગરની રોપણી માટે સમય મર્યાદા નક્કી કરી છે. કપૂર થાલા જિલ્લાના ખેડૂતો 19 જૂનથી ડાંગરની વાવણી કરી શકશે. આ પહેલા ડાંગરનું વાવેતર કરવું એ નિયમોનું ઉલ્લંઘન ગણવામાં આવશે. પાકનો નાશ કરવાની સાથે કાર્યવાહી પણ કરવામાં આવશે.
પંજાબ સરકારે ડાંગરની ખેતી માટે સમગ્ર રાજ્યને ચાર ઝોનમાં વહેંચી દીધું છે
બીજી તરફ ખેડૂત સુરિન્દર સિંહનું કહેવું છે કે મજૂરોની અછતને કારણે તેમણે સમય પહેલા ડાંગરનું વાવેતર કર્યું હતું. પાક નાશ પામ્યા બાદ તેમણે સરકારને સુલતાનપુર લોધી વિસ્તારમાં જલ્દીથી ડાંગરનું વાવેતર કરવાની મંજૂરી આપવા માગ કરી છે. પંજાબ સરકારે ડાંગરની ખેતી માટે સમગ્ર રાજ્યને ચાર ઝોનમાં વહેંચી દીધું છે. આ ઝોન માટે અલગ-અલગ તારીખો નક્કી કરવામાં આવી છે.
બરનાલામાં 21 જૂનથી ડાંગરનું વાવેતર કરવામાં આવશે
10 જૂનથી સરહદ પારની જમીન પર ડાંગરની ખેતી શરૂ થશે અને શ્રી ફતેહગઢ સાહિબ, ફિરોઝપુર, ફરદીકોટ, પઠાણકોટ, શહીદ ભગત સિંહ નગર, ગુરદાસપુર અને તરનતારન જિલ્લામાં 16 જૂનથી ડાંગરની રોપણી શરૂ થશે. આ સિવાય લુધિયાણા, ફાઝિલ્કા, રૂપનગર, મોહાલી, કપૂરથલા, અમૃતસર અને ભટિંડામાં ખેડૂતો 19 જૂનથી ડાંગરની વાવણી કરી શકશે. તેવી જ રીતે શ્રી, મુક્તસર સાહિબ, પટિયાલા, જલંધર, મોગા, માલેરકોટલા, માનસા, હોશિયારપુર, સંગરુર, બરનાલામાં 21 જૂનથી ડાંગરનું વાવેતર કરવામાં આવશે.