ખેડૂતો (Farmers) હંમેશા ફરિયાદ કરે છે કે તેમને રવી અને ખરીફ પાકમાં નફો નથી મળતો. આવું એટલા માટે થાય છે કારણ કે મોટાભાગના ખેડૂતો આધુનિક પાકની ખેતી અને તકનીકોમાં કોઈ રસ દાખવતા નથી. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં એવું જોવા મળ્યું છે કે હવે ખેડૂતોમાં જાગૃતિ વધી છે. ઘણા ખેડૂતો હવે નવા પાકની ખેતી કરીને સારો નફો કમાઈ રહ્યા છે. જો ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને નવા પાકની ખેતી તરફ જવા માંગતા હોય તો આદુની ખેતી (Ginger Farming) તેમના માટે નફાકારક સોદો સાબિત થઈ શકે છે. આદુનો ઉપયોગ ચાથી લઈને શાકભાજી, અથાણામાં થાય છે. આ ઉપરાંત તેની માંગ આખા વર્ષ દરમિયાન રહે છે. આ જ કારણ છે કે આદુની ખેતી કરતા ખેડૂતોને હંમેશા સારો નફો મેળવવાની તક હોય છે.
આદુની ખેતી વરસાદના પાણી પર આધારિત છે. કો-ક્રોપીંગ ટેકનોલોજીના આધારે પણ તેની ખેતી કરી શકાય છે. તેને પપૈયા અને અન્ય મોટા વૃક્ષો વચ્ચે વાવી શકાય છે. 6-7 pH ધરાવતી જમીન તેની ખેતી માટે સારી માનવામાં આવે છે. કૃષિ નિષ્ણાતોના મતે એક હેક્ટરમાં વાવણી માટે 2થી 3 ક્વિન્ટલ આદુના બિયારણની જરૂર પડે છે.
આદુની વાવણી કરતી વખતે હારથી હારનું અંતર 30-40 સેમી અને છોડથી છોડનું અંતર 25થી 25 સેમી હોવું જોઈએ. તેના બીજને વાવણી પછી હળવી માટી અથવા ગાયના છાણના ખાતરથી ઢાંકી દેવા જોઈએ. આ સિવાય ખેતરોમાં સારી ડ્રેનેજ વ્યવસ્થા હોવી જોઈએ.
આદુનો પાક તૈયાર થવામાં 8થી 9 મહિનાનો સમય લાગી શકે છે. એક હેક્ટરમાં આદુની ઉપજ 150થી 200 ક્વિન્ટલ સુધીની મળી શકે છે. એક હેક્ટરમાં આદુની ખેતીમાં લગભગ 7-8 લાખ રૂપિયા ખર્ચી શકાય છે. હાલમાં બજારમાં આદુ અંદાજે 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. જો તેને 60 રૂપિયા પ્રતિ કિલો ગણવામાં આવે તો એક હેક્ટર સરળતાથી 25 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકાય છે.
નોંધ: ઉપરોક્ત બાબતો કૃષિ નિષ્ણાંતો અનુસાર છે અહીં કોઈ પણ પ્રકારનો દાવો કરવામાં આવતો નથી. સ્થાનિક વિસ્તારની આબોહવા ઉપરોક્ત બાબતોને અનુરૂપ ન પણ હોઈ શકે એટલે નિષ્ણાંતોની સલાહ લેવી હિતાવહ છે.
આ પણ વાંચો: Agriculture Budget: નિષ્ણાતોના મતે ગ્રામીણ ભારત અને કૃષિ-ખેડૂતો માટે વિકાસની ગતિ વધારશે આ બજેટ
આ પણ વાંચો: BRATA Virus: એન્ડ્રોઈડ યુઝર્સ સાવધાન, તમારા મોબાઈલ બેન્કિંગ એપને હેક કરી શકે છે આ વાયરસ, જાણો બચવાની રીત