Peas Farming: વટાણાની આ સુધારેલી જાતોના વાવેતરથી ઉત્પાદન વધ્યું, જાણો કેવી રીતે ખેડૂતોની આવકમાં થશે વધારો
વટાણાની ખેતી દ્વારા ખેડૂતો તેમની આવક બમણી કરી શકે છે. વટાણાની આ સુધારેલી જાતો વિશે વાત કરીએ તો તેમાં કાશી નંદિની, કાશી મુક્તિ, કાશી ઉદય અને કાશી અગેતિ મુખ્ય જાતો છે. આ જાત 50 થી 60 દિવસમાં તૈયાર થઈ જાય છે. જેના કારણે ખેડૂતો તેના ખેતરમાં ઝડપથી બીજા પાકની વાવણી કરી શકે છે. ખેડૂતો વટાણાની જાતોનું વાવેતર કરે છે તો ટૂંકા ગાળામાં પાક તૈયાર થઈ જાય છે.
ખેડૂતો (Farmers) ઓક્ટોબર મહિનામાં ટૂંકા ગાળામાં પાકતી વટાણાની (Peas Farming) જાતોનું વાવેતર કરી શકે છે. વટાણાની ખેતી દ્વારા ખેડૂતો તેમની આવક બમણી કરી શકે છે. વટાણાની આ સુધારેલી જાતો વિશે વાત કરીએ તો તેમાં કાશી નંદિની, કાશી મુક્તિ, કાશી ઉદય અને કાશી અગેતિ મુખ્ય જાતો છે. આ જાત 50 થી 60 દિવસમાં તૈયાર થઈ જાય છે. જેના કારણે ખેડૂતો તેના ખેતરમાં ઝડપથી બીજા પાકની વાવણી કરી શકે છે. ખેડૂતો વટાણાની જાતોનું વાવેતર કરે છે તો ટૂંકા ગાળામાં પાક તૈયાર થઈ જાય છે.
કાશી ઉદય
વટાણાની આ જાત વર્ષ 2005માં વિકસાવવામાં આવી હતી. તેની વિશેષતા એ છે કે તેની શીંગની લંબાઈ 9 થી 10 સેન્ટિમીટર છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં તેની ખેતી થાય છે. તેનાથી એક હેક્ટરમાં 105 ક્વિન્ટલ સુધીનું ઉત્પાદન મળી શકે છે. ખેડૂતો તેની ખેતી કરીને તેમની આવકમાં વધારો કરી શકે છે. આ જાતનું વાવેતર કર્યા બાદ 50 થી 60 દિવસમાં પાક તૈયાર થઈ જાય છે.
કાશી નંદિની
આ જાત વર્ષ 2005માં વિકસાવવામાં આવી હતી. તેની ખેતી ઉત્તર પ્રદેશ, ઉત્તરાંચલ, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, તમિલનાડુ અને કેરળમાં થાય છે. આ જાતનું ઉત્પાદન એક હેક્ટરમાં સરેરાશ 110 થી 120 ક્વિન્ટલ જેટલું મળી શકે છે.
કાશી મુક્તિ
વટાણાની આ જાત ઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર અને ઝારખંડ માટે યોગ્ય માનવામાં આવે છે. વટાણાની આ જાતનું વાવેતર કર્યા બાદ એક હેક્ટરે 115 ક્વિન્ટલ સુધીનું ઉત્પાદન લઈ શકાય છે. તેની શીંગો અને દાણા કદમાં મોટા હોય છે. ખાસ વાત એ છે કે વિદેશોમાં પણ તેની માગ રહે છે.
આ પણ વાંચો : ખેડૂતોને ડુંગળી અને લસણના પાકમાં મળશે વધારે ઉત્પાદન, રોગ-જીવાતના નિયંત્રણની સાથે કરો આ ખેતી કાર્યો
કાશી અગેતી
આ જાતનું વાવેતર કર્યા બાદ પાક 50 દિવસમાં તૈયાર થઈ જાય છે. તેના શીંગો સીધી અને ઊંડી હોય છે. તેના છોડની ઊંચાઈ 58 થી 61 સેન્ટિમીટર હોય છે. એક છોડમાંથી 9 થી 10 શીંગો ફૂટે છે. જો તેના ઉત્પાદનની વાત કરીએ તો પ્રતિ હેક્ટર 95 થી 100 ક્વિન્ટલ લઈ શકાય છે.