ખેડૂતોને ડુંગળી અને લસણના પાકમાં મળશે વધારે ઉત્પાદન, રોગ-જીવાતના નિયંત્રણની સાથે કરો આ ખેતી કાર્યો
ખેડૂતોએ નવી વાવણી કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેમજ તેની માવજત વગેરે માટે ખેડૂતોએ આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. પાકમાં રોગ-જીવાતનો ઉપદ્રવ પણ જોવા મળતો હોય છે. તેથી તેના નિયંત્રણ માટે આગોતરું આયોજન કરવું પડે છે, જેથી ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકાય.
ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જુદા-જુદા પાકનું વાવેતર કરે છે. નવી વાવણી કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેમજ તેની માવજત વગેરે માટે ખેડૂતોએ આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. વરસાદ બાદ પાકમાં રોગ-જીવાતનો ઉપદ્રવ પણ જોવા મળતો હોય છે.
તેથી તેના નિયંત્રણ માટે આગોતરું આયોજન કરવું પડે છે, જેથી ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકાય. ચાલો જાણીએ કે ડુંગળી અને લસણના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે કયા ખેતી કાર્યો કરવા જોઈએ.
ડુંગળીના પાકમાં રોગ-જીવાતનું નિયંત્રણ અને ખેતી કાર્યો
1. રવિ ઋતુમાં લાલ ડુંગળી માટે પૂસા રેડ, જીજેઆરઓ – ૧૧ તેમજ સફેદ ડુંગળી માટે ગુજરાત સફેદ ડુંગળી – ૧, જીજેડબ્લ્યુઓ – ૩. ઉપરાંત નાસિક-૫૩, જુનાગઢ લોકલ (પીળીપતી)નું વાવેતર કરવું.
2. ડુંગળી કંદના ઉત્પાદન માટે હેકટર દીઠ ૩૭.૫ કિલોગ્રામ નાઈટ્રોજનને ૩૭.૫ કિલોગ્રામ ફોસ્ફરસ તત્વ એટલે કે ૮૧ કિલો ડી.એ.પી. અને ૫૦ કિલોગ્રામ યુરીયા અથવા ૧૧૫ કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ ખાતર ફેર રોપણી કરતી વખતે પાયાના ખાતર તરીકે આપવું.
3. ડુંગળી બીજના ઉત્પાદન માટે પાકનું વાવેતર ૧૫ ઓકટોબર થી ૧૫ નવેમ્બર સુધીના સમયગાળામાં કરવું.
4. ડુંગળી બીજ ઉત્પાદન માટે હેકટર દીઠ ૩૭.૫ કિલોગ્રામ નાઈટ્રોજન, ૭૫ કિલોગ્રામ ફોસ્ફરસ તત્વ એટલે કે ૧૬૩ કિલોગ્રામ ડી.એ.પી. અને ૧૮ કિલોગ્રામ યુરીયા, ડુંગળીના કંદ રોપણી વખતે પાયાના ખાતર તરીકેઆપવું.
આ પણ વાંચો : ખેડૂતો જુદા-જુદા શાકભાજીના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે આ ખેતી કાર્યો કરશે, તો પાક ઉત્પાદનમાં થશે મબલખ વધારો
લસણના પાકમાં રોગ-જીવાતનું નિયંત્રણ અને ખેતી કાર્યો
1. વાવેતર માટે ગુજરાત લસણ-૧ (સફેદ જાત) અને ગુજરાત લસણ-૧૦ (લાલ જાત), ગુજરાત લસણ-૨, ગુજરાત લસણ-૩, ગુજરાત લસણ-૪, જી-૪૧, જી-૫૦, જી-૨૬૨, જી-૩૨૬ પૈકી કોઈપણ એક જાતની પસંદગી કરવી.
2. લસણના પાકનું વાવેતર ઓકટોબર કે નવેમ્બર માસ દરમ્યાન કરવું.
3. વાવેતર વખતે હેક્ટર દીઠ ૨૫ કિલોગ્રામ નાઈટ્રોજન અને ૫૦ કિલોગ્રામ ફોસ્ફરસ તત્વ એટલે કે ૧૦૯ કિલોગ્રામ ડી.એ.પી. અને ૧૨ કિલોગ્રામ યુરિયા અથવા ૨૭ કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ ખાતર આપવું અને ૮૦ કિલોગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ આપવું.
માહિતી સ્ત્રોત: ડો. જી.આર. ગોહિલ, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી