Agriculture: ખેડૂતોએ જુન માસમાં કપાસ અને મગફળીના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી
ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.
Agriculture: ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જે પાકનું વાવેતર કરવાના છે તો તેઓએ વાવેતર કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેમજ તેની માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે કપાસ અને મગફળીના પાકમાં કયા ખેતી કાર્યો કરવા જોઈએ.
કપાસના પાકમાં ખેતી કાર્યો
1. સામાન્ય રીતે વાવણી લાયક વરસાદ થયેથી જુન મહિનાના બીજા અઠવાડીયાથી જુલાઈના પ્રથમ અઠવાડીયા સુધીમાં કપાસનું વાવેતર કરી શકાય.
2. તેનાથી વહેલું વાવેતર કરવાથી કપાસમાં જીંડવાની ગુલાબી ઈયળનો ઉપદ્રવ વધે છે, તેથી કપાસનું ઉત્પાદન ઘટે છે.
3. કપાસની તમારા વિસ્તાર માટે પ્રચલિત જાતનું વાવેતર કરવું.
4. કપાસના બિજને વાવતા પહેલા પેકેટ દીઠ 40 ગ્રામ એઝેટોબેકટર અને 40 ગ્રામ ફોસ્ફરસ સોલ્યુલીલઈઝિંગ બેકટેરીયા (પી.એસ.બી) કલ્ચરનો પટ્ટ આપી 30 મીનીટ સુધી છાયડામાં સુકવીને વાવણી કરો.
5. હેક્ટર દીઠ રાસાયણિક ખાતર 180- 37.50-112.50 કિલો એન.પી.કે. આપવું.
6. ચોમાસાની અનિયમિતતા તેમજ રોગ-જીવાતોનાં કારણે કપાસ નિષ્ફળ જવાને શક્યતા રહે તેવા સમયે આંતરપાક પદ્ધતિ અપનાવાવી.
7. ભાષ્મિક અને ખારી ભાષ્મિક જમીનમાં કેલ્શિયમ એમોનિયમ નાઈટ્રેટ અને ડીએપી ખાતર આપવાથી ફાયદો થાય છે.
8. ચોમાસાની અનીશ્રિતતા અને રોગ જીવાતના વધુ ઉપદ્રવને કારણે પાક નિષ્ફળ જાય તેવા સંજોગોમાં કપાસ આધારિત પાક પદ્ધતિઓ જેવી કે આંતરપાક પદ્ધતિ ખેડૂતો અપનાવવી જોઈએ.
આ પણ વાંચો : Farming: દૂધીની આ નવીનત્તમ જાતની ખેતી કરતા જ નસીબ બદલાઈ જશે, તમને બમ્પર ઉપજ મળશે
મગફળીના પાકમાં ખેતી કાર્યો
1. વેલડી જાત : જીએયુજી-૧૦, જીજી-૧૧,૧૩, ૧૫,૧૬, જીજેજી-૧૭ પસંદગી કરી વાવેતર કરો.
2. અર્ધ વેલડી જાત : જીજી-૨૦, ૨૧, ૨૨, જીજેજી-૩૨ પસંદગી કરી વાવેતર કરો.
3. ઉભડી જાત : જીજી-૨,૪,૫,૬,૭, ૩૧, જીજેજી ૩૨, ટીજી-૨૬, ટીએજી-૩૭, ટીપીજી-૪૧ પસંદગી કરી વાવેતર કરો.
3. પ્રથમ જંતુનાશક દવાનો પટ આપ્યા પછી ફૂગનાશક દવાનો પટ આપવો.
4. ધૈણ અથવા સફેદ મુંડા (વ્હાઈટગ્રબ) માટે જમીન માવજત કરી ન હોય તો અને ઉધઈ પણ આવતી હોય તો ક્વિનાલફોસ 25 ટકા ઈસી અથવા કલોરપાયરીફોસ 20 ટકા ઈસી માહે કોઈ પણ એક દવા પસંદ કરી 1 કિલોગ્રામ દીઠ 25 મિ.લી. દવા બીજને વાવતા પહેલા 3-4 કલાક અગાઉ પટ આપી પછી છાંયડામાં સુકવી વાવેતર કરવું.
5. હેક્ટર દીઠ રાસાયણિક ખાતર 12.5 – 25 – 50 કિલો એન.પી.કે. આપવું.
6. થડનો સડો/સુકારો હોય તો ટ્રાયકોડર્માં પાવડર 2.5 કિલો/હેક્ટર, 500 કિગ્રા એરંડીનો ખોળ અથવા ગળતિયા ખાતર માં મિક્સ કરી વાવણી સમયે ચાસમાં આપવું.
7. સુકી ખેતી અને અનિયમિત વરસાદવાળા વિસ્તારમાં મગફળી સાથે કપાસ, એરંડા, તુવેર, તલ, સૂર્યમુખી જેવા પાકો આંતરપાક તરીકે લેવાથી ઉત્પાદન જોખમ ધટાડી શકાય છે એટલે આંતર કે રીલે પાક પદ્ધતિ અપનાવવી.
8. વાવણી વખતે ચાસમાં હેકટરે 500 કિ.ગ્રા. દિવેલાનો ખોળ સાથે 2.5 કિ.ગ્રા. ટ્રાઈકોડર્માનું કલ્ચર ભેળવીને આપવું.
9. બિયારણ સારી જનીનિક ગુણવત્તા ધરાવતું, સારી સ્ફ્રુરણ શકિતવાળુ અને અન્ય જાતોની ભેળસેળ વગરનું ખાત્રીલાયક હોવું જરૂરી છે. બને ત્યાં સુધી પ્રમાણિત બીજનો ઉપયોગ કરવો.
માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી