બનાસકાંઠા : વારંવાર બદલાતા હવામાનને પગલે બટાકાના પાકમાં સુકારાનો રોગચાળો, ખેડૂતોને નુકસાનની ભીતિ

|

Feb 13, 2022 | 4:51 PM

પાછોતરો સુકારો બટાકા માટે મુશ્કેલી બન્યો છે. બનાસકાંઠામાં ડીસા અને તેની આજુબાજુનાં પંથક બટાકાના ખેતી માટે વિખ્યાત છે. દર વર્ષે મોટાપાયે અહીં બટાકાનું વાવેતર થાય છે. આ વર્ષે પણ 60 હજારથી વધુ હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર થયું હતું.

બનાસકાંઠા : વારંવાર બદલાતા હવામાનને પગલે બટાકાના પાકમાં સુકારાનો રોગચાળો,  ખેડૂતોને નુકસાનની ભીતિ
Potato Plant (File Photo)

Follow us on

Banaskantha: આ વર્ષે શિયાળા દરમિયાન થયેલા કમોસમી વરસાદ અને માવઠાએ બટાકાના (Potatoes) ખેડૂતો માટે મુશ્કેલી ઉભી કરી છે. વારંવાર હવામાં ભેજનું પ્રમાણ વધવાથી બટાકાના પાકમાં પાછોતરો સુકારા નામનો રોગ (Epidemic)આવ્યો છે. જેના કારણે ખેતરમાં બટાકાનો ઉભો પાક બળીને ખાખ થઇ ગયો છે. પછોતરા સુકારાના કારણે બટાકા પકવતા ખેડૂતોને (Farmers)મોટું નુકસાન થયું છે.

પાછોતરો સુકારો બટાકા માટે મુશ્કેલી બન્યો છે. બનાસકાંઠામાં ડીસા અને તેની આજુબાજુનાં પંથક બટાકાના ખેતી માટે વિખ્યાત છે. દર વર્ષે મોટાપાયે અહીં બટાકાનું વાવેતર થાય છે. આ વર્ષે પણ 60 હજારથી વધુ હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર થયું હતું. શિયાળા દરમિયાન વારંવાર થયેલા કમોસમી વરસાદ અને માવઠાના કારણે બટાકા પર તેની અસર દેખાઈ રહી છે. મોટાભાગના વિસ્તારમાં બટાકાના પાકને પાછોતરા સુકારાનો રોગ લાગુ પડ્યો છે. જેના કારણે ખેતરમાં ઊભેલો બટાકા નો પાક બળી ગયો છે. સુકારાના કારણે બટાકા પકવતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. બટાકા તૈયાર થાય તે પહેલાં જ બટાકાનો પાક બળી જતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.

બટાકામાં આવેલા સુકારાના રોગના કારણે કૃષિ સંશોધકોએ પણ તપાસ હાથધરી છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના બટાકા સંશોધન કેન્દ્ર દ્વારા સુકારાનો રોગ કેમ આવ્યો છે તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ગત વર્ષેનું બિયારણ તેમજ વારંવાર થયેલા કમોસમી વરસાદના કારણે પછોતરો સુકારો આવ્યો છે. બટાકા પકવતા ખેડૂતો સ્પીન્કલર પદ્ધતિથી પિયત કરે છે. એક તરફ હવામાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી બટાકામાં સુકારાનો રોગ આવ્યો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. પછોતરો સુકારાના કારણે પાક ઉત્પાદન 25 ટકા જેટલું ઓછું થશે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

બટાકા પકવતા ખેડૂતો માટે સુકારાનો રોગ સૌથી મોટી મુશ્કેલી છે. અગાઉ પણ બટાકા પકવતા ખેડૂતો મોટી નુકશાની ભાવ તળીયે વેઠી ચૂકયા છે. તેમાં પણ હવે પછોતરો સુકારો ખેડૂતો માટે પડતા પર પાટુ જેવો બન્યો છે.

આ પણ વાંચો : Gujarat માં તલાટીની જગ્યા માટે ઓનલાઈન ફોર્મ ભરવામાં મુશ્કેલી, ઉમેદવારોની તારીખ લંબાવવાની માંગ

આ પણ વાંચો : MGNREGA: મનરેગા હેઠળ વચેટિયા અને લાભાર્થીઓ વચ્ચેની સાંઠગાંઠ અંગે સરકાર ગંભીર, યોજનાને વધુ કડક બનાવાશે

Next Article