Breaking News: રથયાત્રા પૂર્વે શહેરમાં પકડાયા હથિયારો, ક્રાઇમ બ્રાંચે 500 થી વધુ જીવતા કારતૂસ સાથે આરોપીની કરી ધરપકડ
રથયાત્રા પુર્વે શહેરમાથી હથિયાર ઝડપાવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે 6 પિસ્તોલ અને 526 જીવતા કારતૂસ સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. અંગત અદાવતમાં પોતાની સાથે હથિયાર રાખનાર અને વેચાણ માટે લાવેલા હથિયારો મળી આવતા તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે.
Ahmedabad: રથયાત્રા પૂર્વે શહેરમાં હથિયારો પકડાયા છે. ક્રાઇમ બ્રાંચે (Crime Branch) પાંચ હથિયારો અને કારતૂસ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. ચાર પીસ્તલ (Four pistols),એક દેશી તમંચો અને 500 થી વધુ જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાંચે હથિયારના જથ્થા સાથે પકડેલા આરોપીની વધુ પુછપરછ શરૂ કરી છે.રથયાત્રા પુર્વે શહેરમાથી હથિયાર ઝડપાવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે 6 પિસ્તોલ અને 526 જીવતા કારતૂસ સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. અંગત અદાવતમાં પોતાની સાથે હથિયાર રાખનાર અને વેચાણ માટે લાવેલા હથિયારો મળી આવતા તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. આખરે હથિયારનો જથ્થો ક્યા અને કોને મોકલવાનો હતો તે અંગે તપાસ હાથ ધરી છે.
અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની કસ્ટડીમાં રહેલા આરોપી મોહંમદ સાજીદ ઉર્ફે લાલો શેખ (લીલી ટીશર્ટ), મોહમ્મદ મહેબૂબ ઉર્ફે આરીફ શેખ અને મોહમ્મદ ઇદ્રીશ શેખ છે. ગેરકાયદેસર હથિયાર રાખવાના ગુનામાં ક્રાઈમ બ્રાન્ચે આ તમામની ધરપકડ કરી છે. મોહંમદ સાજીદ પાસેથી ક્રાઈમ બ્રાન્ચે 4 પિસ્તોલ અને 526 જીવતા કારતૂસ કબજે કર્યા છે. જોકે ઝડપાયા પહેલા અન્ય આરોપી મોહમ્મદ આરીફ અને મોહમ્મદ ઇદ્રીશ ને 2 પિસ્તોલ અને 10 કારતૂસ વેચ્યા હોવાની હકિકત સામે આવી છે. જેથી ક્રાઇમ બ્રાન્ચે તેની પણ ધરપકડ કરી છે. જોકે ઝડપાયેલા આરોપી આ હથિયાર સૌરાષ્ટ્ર મા વેચવાના હોવાનુ સામે આવતા પોલીસે સૌરાષ્ટ્ર ના આરોપીની શોધખોળ હાથ ધરી છે.
ઝડપાયેલા આરોપી મોહમ્મદ સાજીદની પૂછપરછ કરતાં સામે આવ્યું કે, 2011માં આરટીઆઇ એક્ટિવિસ્ટની હત્યાના ગુનામાં તે જેલમાં હતો. તે સમયે અન્ય આરોપીઓનો સંપર્ક થતા હથિયાર મંગાવ્યા હતા. અને આ હથિયાર સૌરાષ્ટ્રમાં બે આરોપીને પહોંચાડવાના હતા. પરંતુ તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે હથિયારોના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડયો. જોકે અમદાવાદના અન્ય બે આરોપી મોહમ્મદ મહેબૂબ અને મોહમ્મદ ઇદ્રીશ પણ ગુનાઇત ઇતિહાસ ધરાવે છે. ગેંગવોરમાં અન્ય આરોપી હુમલો કરે તેવી શક્યતા હોવાથી, હથિયાર ખરીદયા હોવાનું સામે આવ્યું છે જોકે આ તમામ હથિયારો મધ્યપ્રદેશથી લાવ્યા હોવાથી મધ્યપ્રદેશના આરોપી અંગે પણ ક્રાઈમ બ્રાન્ચે તપાસ તેજ કરી છે.