વડોદરા : યુવતી આત્મહત્યા કેસમાં શંકાસ્પદ યુવકની અટકાયત, સુરત રેલવે સ્ટેશન પરથી ઝડપાયો યુવક

ડાયરીમાં વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડમાં દુષ્કર્મનો ઉલ્લેખ હોવા છતાં અને તે કારણથી જ યુવતીએ આત્મહત્યા કરે છે તેવું સ્પષ્ટ કરાયું હોવા છતાં વડોદરા શહેર પોલીસ હજી સુધી દુષ્કર્મનો ગુનો કેમ નોંધતી નથી? તે અંગે અનેક પ્રશ્નો ઊઠી રહ્યા છે.

વડોદરા : યુવતી આત્મહત્યા કેસમાં શંકાસ્પદ યુવકની અટકાયત, સુરત રેલવે સ્ટેશન પરથી ઝડપાયો યુવક
Vadodara: Detention of a suspected youth in a young woman's suicide case
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2021 | 3:45 PM

વડોદરા : મૂળ નવસારી જિલ્લાની અને વડોદરામાં રહેતી યુવતીના દુષ્કર્મ બાદ આપઘાત કેસનું રહસ્ય ઘેરાતું જઈ રહ્યું છે.. પોલીસે આરોપીઓને પકડવા માટે એડીચોટીનું જોર લગાવી દીધુ છે.. પરંતુ હજુ સુધી કોઈ આરોપીને પકડવામાં સફળતા નથી મળી.. તેવામાં યુવતીનો પીછો કરનાર એક શંકાસ્પદ યુવકની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી છે.. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તેની પૂછપરછ કરી છે.. જોકે આ યુવક યુવતીનો પીછો કરતો હતો કે યુવતીને તેવી ગેરસમજ હતી તે અંગે કોઈ ચોક્કસ વિગતો સામે નથી આવી.. તો બીજીતરફ આરોપીને શોધવા પોલીસની 25 જેટલી ટીમો કામે લાગેલી છે.. વડોદરાના એસપી પરીક્ષિતા રાઠોડે પણ યુવતી જ્યાં રહેતી હતી તે સોસાયટીના CCTV ચેક કરીને આરોપી સુધી પહોંચવાના પ્રયત્નો હાથ ધર્યા છે..

નવસારીની યુવતી પર દુષ્કર્મ અને આત્મહત્યા કેસમાં 5 એજન્સી અને 35 ટીમો તપાસ કરી રહી છે. તેમ છતાં, 11 દિવસ પછી પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. રેલવે પોલીસ ઉપરાંત અમદાવાદ અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ શોધી શકી નથી. હજુ સુધી આ કેસમાં સામૂહિક દુષ્કર્મનો ગુનો સુધ્ધાં નોંધાયો નથી. રોજે રોજ પોલીસ માત્ર વેક્સિન મેદાનની મુલાકાત લે છે અને અન્ય ટીમો માત્ર સીસીટીવી ફૂટેજ જ ચકાસીને સંતોષ માની રહી છે.

મહત્વનું છે કે, પોલીસની તપાસમાં યુવતીની ડાયરી મળી હતી. યુવતીની બાજુમાં મળી આવેલા ફોનના આધારે તેની ઓળખ થઈ હતી. ડાયરીમાં ગેંગરેપની વિગતો મળતાં ખળભળાટ મચી ગયો હતો. પોસ્ટમોર્ટમમાં યુવતીના શરીર પર ઈજાનાં 3 નિશાનો હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં હાથ, જાંઘ અને ત્રીજી ઈજા કમરના નીચેના ભાગે હતી. આ સેમ્પલો FSLને પણ મોકલવામાં આવ્યાં છે, જેના આધારે યુવતી પર દુષ્કર્મ થયું છે કે નહીં તે સ્પષ્ટ થશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ડાયરીમાં વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડમાં દુષ્કર્મનો ઉલ્લેખ હોવા છતાં અને તે કારણથી જ યુવતીએ આત્મહત્યા કરે છે તેવું સ્પષ્ટ કરાયું હોવા છતાં વડોદરા શહેર પોલીસ હજી સુધી દુષ્કર્મનો ગુનો કેમ નોંધતી નથી? તે અંગે અનેક પ્રશ્નો ઊઠી રહ્યા છે. બનાવના દિવસે બસ ડ્રાઇવરને યુવતી જોવા મળ્યા બાદ તેની મદદે પહોંચેલા 2 પશુપાલકોને પોલીસે શોધી કાઢ્યા છે. તેમજ બંનેની પૂછપરછ કરવામાં આવી છે.

આ કેસમાં અત્યાર સુધીમાં 200 જેટલા લોકોની પૂછપરછ કરાઈ છે અને ભૂતકાળના સેક્સ ઓફેન્ડરોની પણ તપાસ પોલીસ કરી રહી હોવાનું રેલવે રેન્જ આઇજી સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ, વડોદરા ક્રાઇમ બ્રાંચ, રેલવે પોલીસનો સમગ્ર સ્ટાફ અને ફોરેન્સિક સ્ટાફની પણ કામગીરીમાં જોડાઈ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">