Surat: પલસાણાની હિટ એન્ડ રનની ઘટનામાં નવો વળાંક, લાશ કાર નીચે ઢસડાતી હોવાનું CCTVમાં સ્પષ્ટ નહીં, જાણો સમગ્ર ઘટના

શરૂઆતમાં પોલીસે (Police) સમગ્ર મામલે હિટ એન્ડ રનની થિયરી આધારે તપાસ હાથ ધરી હતી. જોકે એક જાગૃત યુવકે પોલીસને વીડિયો આપીને મદદ કરતા પોલીસની પણ આંખો ફાટી ગઇ હતી. આરોપીએ લાશને કારમાં મુકી દીધી હોવાની પણ શક્યતા પ્રારંભિક તબક્કે વર્તાઈ રહી છે.

Surat: પલસાણાની હિટ એન્ડ રનની ઘટનામાં નવો વળાંક, લાશ કાર નીચે ઢસડાતી હોવાનું CCTVમાં સ્પષ્ટ નહીં, જાણો સમગ્ર ઘટના
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2023 | 8:46 AM

સુરતના પલસાણામાં  કંઝાવલા કાંડ જેવી  હિટ એન્ડ રનની ઘટનામાં નવો વળાંક સામે આવ્યો છે.  આ ઘટનાના CCTV સામે આવ્યા છે જેમાં જોવા મળી રહ્યું છે કે કડોદરા ચાર રસ્તા ઉપરના CCTV સામે આવ્યા છે. CCTVમાં કાર નીચે લાશ ઢસડાતી હોય તેવુ સ્પષ્ટ થતુ નથી. તો બીજી બાજુ ઘટનાસ્થળથી 3 કિલોમીટર સુધી CCTV નહીં હોવાની શક્યતા છે.

અકસ્માત સ્થળ અને કડોદરા ચાર રસ્તા વચ્ચે લાશને કાર નીચેથી ઉંચકી લેવાયાની આશંકા છે. આરોપીએ લાશને કારમાં મુકી દીધી હોવાની પણ શક્યતા પ્રારંભિક તબક્કે વર્તાઈ રહી છે. બાદમાં 12 કિલોમીટર દૂર લાશ ફેંકી દીધાની આશંકા છે. જો કે આરોપીની ધરપકડ બાદ આ કેસમાં વધુ ખુલાસા થશે.  શરૂઆતમાં પોલીસે સમગ્ર મામલે હિટ એન્ડ રનની થિયરી આધારે તપાસ હાથ ધરી હતી. જોકે એક જાગૃત યુવકે પોલીસને વીડિયો આપીને મદદ કરતા પોલીસની પણ આંખો ફાટી ગઇ હતી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

જાણો શું છે સમગ્ર ઘટના

સુરતના પલસાણામાં કંઝાવલા કાંડ જેવી જ ઘટના સામે આવી છે. સુરતમાં કઠોર કાળજાના માનવીને પણ હચમચાવી દે તેવી એક ઘટના છે. આમ તો આ ઘટના થોડા દિવસ પહેલાની છે, પરંતુ આ ઘટના રાત્રીના અંધારામાં બેફામ બનતા કારચાલકોના બેફામ ડ્રાઇવિંગની ચાડી ખાઈ રહી છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો પલસાણાના તાતિથૈયા ગામે થોડા દિવસ અગાઉ રાત્રીના સમયે કારચાલકે બાઈક સવાર દંપતીને ટક્કર મારી હતી. ટક્કર બાદ બાઈક કાર નીચે ફસાઈ ગયું હતું.

કારચાલકે દંપતીને 12 કિમી સુધી ઢસડ્યા હતા. કાર નીચે કચડાઇ જતા બાઇકસવાર યુવકનું કરૂણ મોત નિપજ્યું છે તો મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ હતી. જે પછી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સમગ્ર ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે અન્ય કારચાલકે પોલીસને બેફામ બનેલા કારચાલકનો વીડિયો આપ્યો હતો. પોલીસે ઘટનાની ગંભીરતા જોતા કારના નંબરના આધારે કાર્યવાહી કરી છે અને કારચાલકને ઝડપી લીધો છે.

આમ અકસ્માતની આ ઘટના ક્યાંય પોલીસની ફાઈલોમાં દબાઈ જતી. પરંતુ સમગ્ર ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે અન્ય કારચાલકે પોતાના મોબાઈલમાં કેદ કરેલો બેફામ કારચાલકનો વીડિયો પોલીસને આપ્યો હતો. પોલીસે ઘટનાની ગંભીરતા પારખી અને કારના નંબરના આધારે કાર્યવાહી કરી હતી અને હાલ કારચાલક પોલીસ સકંજામાં છે.

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">