Video: સુરતમાં કંઝાવલા કાંડ જેવી જ ઘટના, લક્ઝુરિયસ કારે બાઈક સવાર દંપતીને 12 કિ.મી સુધી ઢસડ્યું
સુરતમાં (Surat) કઠોર કાળજાના માનવીને પણ હચમચાવી દે તેવી એક ઘટના છે. આમ તો આ ઘટના થોડા દિવસ પહેલાની છે, પરંતુ આ ઘટના રાત્રીના અંધારામાં બેફામ બનતા કારચાલકોની ચાડી ખાઇ રહી છે.
સુરતના પલસાણામાં કંઝાવલા કાંડ જેવી જ ઘટના સામે આવી છે. સુરતમાં કઠોર કાળજાના માનવીને પણ હચમચાવી દે તેવી એક ઘટના છે. આમ તો આ ઘટના થોડા દિવસ પહેલાની છે, પરંતુ આ ઘટના રાત્રીના અંધારામાં બેફામ બનતા કારચાલકોની ચાડી ખાઈ રહી છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો પલસાણાના તાતિથૈયા ગામે થોડા દિવસ અગાઉ રાત્રીના સમયે કારચાલકે બાઈક સવાર દંપતીને ટક્કર મારી હતી. ટક્કર બાદ બાઈક કાર નીચે ફસાઈ ગયુ હતુ.
મોટી વાત એ છે કે કારચાલકે દંપતીને 12 કિમી સુધી ઢસડ્યા હતા. કાર નીચે કચડાઇ જતા બાઇકસવાર યુવકનું કરૂણ મોત નિપજ્યું છે તો મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ હતી. જે પછી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સમગ્ર ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે અન્ય કારચાલકે પોલીસને બેફામ બનેલા કારચાલકનો વીડિયો આપ્યો હતો. પોલીસે ઘટનાની ગંભીરતા જોતા કારના નંબરના આધારે કાર્યવાહી કરી છે અને કારચાલકને ઝડપી લીધો છે.
સુરતમાં દિલ્હીના કંઝાવલા કાંડની યાદ તાજી કરાવતી ઘટના; કારે બાઇક સવાર દંપતીને 12 કિ.મી. સુધી ઢસડયું#Surat #Gujarat #TV9News pic.twitter.com/rcjBpnR1RV
— Tv9 Gujarati (@tv9gujarati) January 24, 2023
એક હસતા ખેલતા પરિવારમાં અચાનક માતમ છવાઈ ગયો, કાળના ચોઘડીયાએ એવી તો પલટી મારી કે સુખી સંસારમાં શોક સર્જાઈ ગયો છે. ત્યારે પોતાના પતિના મોત બાદ પત્નીની આંખો ચોધાર આંસુએ રડી રહી છે અને મુખમાંથી માત્ર એક જ અરજ છે કે આરોપીઓને કડક સજા કરો.
આમ અકસ્માતની આ ઘટના ક્યાંય પોલીસની ફાઈલોમાં દબાઈ જતી. પરંતુ સમગ્ર ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે અન્ય કારચાલકે પોતાના મોબાઈલમાં કેદ કરેલો બેફામ કારચાલકનો વીડિયો પોલીસને આપ્યો. પોલીસે ઘટનાની ગંભીરતા પારખી અને કારના નંબરના આધારે કાર્યવાહી કરી. હાલ કારચાલક પોલીસ સકંજામાં છે.