ત્રણ ગણો વધ્યો JN 1 વાયરસ, કોરોનાના નવા 63 દર્દીઓ નોંધાયા

કોરોના વાયરસ JN.1 નું નવું સ્વરૂપ દેશમાં લોકોની ચિંતા વધારી રહ્યું છે. લોકોને ફરજીયાત માસ્ક અને લોકડાઉન જેવા દિવસો પાછા ફરવાનો ડર સતાવી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને, ભારત સહિત વિશ્વના અનેક દેશને કોરોનાને લઈને યોગ્ય દિશાનિર્દેશોનું પાલન કરવાની સૂચના આપી છે.

ત્રણ ગણો વધ્યો JN 1 વાયરસ, કોરોનાના નવા 63 દર્દીઓ નોંધાયા
File Image
Follow Us:
| Updated on: Dec 25, 2023 | 3:20 PM

ઘણા લાંબા સમય બાદ દેશમાં ફરી એકવાર કોરોના વાયરસનો ફેલાવો શરૂ થયો છે. આ વખતે કોરોના વાયરસના નવા વેરિઅન્ટનું સંક્રમણ વધ્યું છે. નવા વેરિઅન્ટથી સંક્રમિત વધુ એક વ્યક્તિનું કેરળમાં મોત થવાના કારણે દેશમાં કોરોનાને લઈને ચિંતા વધી છે. આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, કોરોનાના નવા વેરિઅન્ટ જેએન.1ના કેસ એક દિવસમાં ત્રણ ગણો વધ્યા છે. પહેલા 22 કેસ જેએન.1 વેરિઅન્ટના હતા, જે વધીને આજે 63 થઈ ગયા છે.

એક અભ્યાસે પણ સૌનું ધ્યાન ખેંચ્યું છે. અભ્યાસમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કોરોનાના નવો વેરિઅન્ટ તમારા ગળામાં પણ ચેપ લગાવી શકે છે. નવા વેરિઅન્ટનુ સંક્રમણ એટલી બધી માત્રામાં હોય છે કે, તેના કારણે અવાજ પણ ગુમાવી દીધા હોવાના બનાવ બન્યા છે. બીજી તરફ, દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19 સબ-વેરિઅન્ટ જેએન.1 ના 22 કેસની પુષ્ટિ થઈ છે. જીનોમ ટેસ્ટિંગમાં જાણવા મળ્યું છે કે 90 ટકા કેસ કોરોનાના XBB વેરિઅન્ટને કારણે થયા છે. એટલે કે જેએન.1 કેસ ઓછા છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

JN1 કેસમાં એક દિવસમાં ત્રણ ગણો વધારો થયો

દેશમાં 24 ડિસેમ્બર સુધીમાં કુલ 63 જેએન.1 કોવિડ વેરિઅન્ટ કેસ નોંધાયા છે. ગોવામાં 34 કેસ, મહારાષ્ટ્રમાંથી 9 કેસ, કર્ણાટકમાંથી 8 કેસ, કેરળમાંથી 6 કેસ, તમિલનાડુમાં 4 કેસ અને તેલંગાણામાંથી 2 કેસ નોંધાયા છે. સૂત્રોને ટાંકીને આ માહિતી આપવામાં આવી છે.

દેશ વિદેશમાં ફેલાયેલા કોરોનાના વધુ સમાચાર જાણવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">