MONEY9: જૂની પેન્શન સ્કીમ અમલી બનશે તો સરકારને શું થશે અસર? જુઓ આ વીડિયોમાં
વર્તમાન નાણાકીય વર્ષમાં રાજ્યોનો પેન્શન પાછળનો કુલ ખર્ચ 4 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે છે, જે રાજ્યોના કુલ 12.44 લાખ કરોડના નોન-ડેવલપમેન્ટ ખર્ચના ત્રીજા ભાગ જેટલો છે.
રાજસ્થાન સરકારે જૂની પેન્શન યોજના (OLD PENSION SCHEME) ફરી શરૂ કરવાની જાહેરાત કરતાં જ રિઝર્વ બેન્ક (RESERVE BANK)થી લઈને નાણાં મંત્રાલયના અધિકારીઓના જીવ ઉંચા થઈ ગયા છે. સરકારે બજેટ પર પેન્શનનો બોજ હળવો કરવા નવી પેન્શન સ્કીમ (NEW PENSION SCHEME) શરૂ કરી હતી અને જો ફરીથી જૂની સ્કીમ ચાલુ થશે તો બજેટનું શું થશે તે ચિંતાથી અધિકારીઓની ઉંઘ ઉડી ગઈ છે.
રિઝર્વ બેન્કના આંકડા દર્શાવે છે કે વર્તમાન નાણાકીય વર્ષમાં રાજ્યોનો પેન્શન પાછળનો કુલ ખર્ચ 4 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે છે, જે રાજ્યોના કુલ 12.44 લાખ કરોડના નોન-ડેવલપમેન્ટ ખર્ચના ત્રીજા ભાગ જેટલો છે. પાછું રાજ્યોએ જેટલું દેવું કર્યું છે, તેના માટે દર વર્ષે 4 લાખ કરોડ રૂપિયાનું તો વ્યાજ ભરવાનું થાય છે. જો દેવું કરીને જૂની પેન્શન સ્કીમ શરૂ થશે તો આ બંને દેવાનો બોજ અનેક ગણો વધી જશે.
એક રાજ્યએ પહેલ કરી છે એટલે બીજા રાજ્યો પણ આ દિશામાં આગળ વધવાના જ. જેમકે, છત્તીસગઢ અને ઝારખંડની સરકારે જૂની પેન્શન યોજના લાગુ કરવા અંગે વિચારણા હાથ ધરી છે. ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં તો આ મુદ્દો ચૂંટણીસભાઓ ગજવી રહ્યો છે. મધ્ય પ્રદેશ, હરિયાણામાં પણ તેને લઈને ગણગણાટ શરૂ થઈ ચૂક્યો છે.
આ પણ જુઓ: ગિફ્ટ પર કેવી રીતે લાગે છે ટેક્સ? કયા સંજોગોમાં નથી લાગતો ટેક્સ?
આ પણ જુઓ: ગવર્મેન્ટ સિક્યોરિટીઝ શું હોય છે?