AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માત્ર 210 રૂપિયા જમા કરાવી મેળવો મહિને 5000 રૂપિયા પેન્શન, જાણો કેવી રીતે અટલ પેન્શન યોજનાનો લાભ મેળવી શકાય છે

ઓછા રોકાણમાં પેન્શનની ખાતરી આપવા માટે અટલ પેન્શન યોજના એક સારો વિકલ્પ છે. હાલમાં અટલ પેન્શન યોજના હેઠળ સરકાર દર મહિને 1000 થી 5000 રૂપિયા પેન્શનની બાંયધરી આપે છે અને 40 વર્ષ સુધીની વયની વ્યક્તિ અટલ પેન્શન યોજના માટે અરજી કરી શકે છે.

માત્ર 210 રૂપિયા જમા કરાવી મેળવો મહિને 5000 રૂપિયા પેન્શન, જાણો કેવી રીતે અટલ પેન્શન યોજનાનો લાભ મેળવી શકાય છે
File Photo
Ankit Modi
| Edited By: | Updated on: Feb 22, 2021 | 7:48 AM
Share

ઓછા રોકાણમાં પેન્શનની ખાતરી આપવા માટે અટલ પેન્શન યોજના એક સારો વિકલ્પ છે. હાલમાં અટલ પેન્શન યોજના હેઠળ સરકાર દર મહિને 1000 થી 5000 રૂપિયા પેન્શનની બાંયધરી આપે છે અને 40 વર્ષ સુધીની વયની વ્યક્તિ અટલ પેન્શન યોજના માટે અરજી કરી શકે છે. અહેવાલ દ્વારા અમે આપણે જણાવી રહ્યા છે કે તમે વર્તમાન નિયમો અનુસાર કેવી રીતે અટલ પેન્શન યોજનાનો લાભ લઈ શકો છો.

60,000 રૂપિયા વાર્ષિક પેન્શન અટલ પેન્શન યોજનાનો ઉદ્દેશ દરેક વર્ગને પેન્શનના કાર્યક્ષેત્રમાં લાવવાનો છે. જોકે, પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ સરકારને અટલ પેન્શન યોજના (APY) હેઠળ મહત્તમ વય વધારવાની ભલામણ કરી છે. યોજના હેઠળ, દર મહિને એકાઉન્ટમાં નિશ્ચિત યોગદાન આપ્યા બાદ નિવૃત્તિ પછી તમને 1000 રૂપિયાથી 5000 રૂપિયા સુધીની પેન્શન મળશે. સરકાર દર 6 મહિનામાં માત્ર 1239 રૂપિયાનું રોકાણ કર્યા પછી 60 વર્ષની ઉંમર બાદ આજીવન વાર્ષિક 60,000 રૂપિયા પેંશનની ગેરંટી આપી રહી છે.

5 હજાર પેન્શન માટે 210 રૂપિયા દર મહિને ચૂકવવાના છે હાલના નિયમો અનુસાર, જો 18 વર્ષની ઉંમરે, માસિક પેન્શનમાં વધુમાં વધુ 5 હજાર રૂપિયા માટે જોડાય છે તો દર મહિને 210 રૂપિયા ચૂકવવા પડશે. જો તમે આ પૈસા દર ત્રણ મહિને આપો છો, તો તમારે 626 રૂપિયા ચૂકવવા પડશે અને જો તમે છ મહિનામાં આપો તો 1,239 રૂપિયા. જો તમે મહિનાની 1000 રૂપિયા પેન્શન મેળવવા માટે 18 વર્ષની ઉંમરે રોકાણ કરો છો તો તમારે માસિક 42 રૂપિયા ચૂકવવા પડશે.

યોજના સંબંધિત જરૂરી વિગતો – તમે પેમેન્ટ માટે માસિક રોકાણ, ત્રિમાસિક રોકાણ અથવા અર્ધવાર્ષિક રોકાણ એમ 3 પ્રકારની યોજના પસંદ કરી શકો છો. – 42 વર્ષ સુધી રોકાણ કરવું પડશે. – 42 વર્ષમાં તમારું કુલ રોકાણ 1.04 લાખ રૂપિયા હશે. – રોકાણના બદલે 60 વર્ષ પછી તમને આજીવન દર મહિને 5 હજાર રૂપિયા પેન્શન મળવાનું ચાલુ રહેશે. – યોજના નેશનલ પેન્શન યોજના દ્વારા પેન્શન ફંડ નિયમનકારી અને વિકાસ સત્તા દ્વારા સંચાલિત છે. – આવકવેરાની કલમ 80 CCD હેઠળ કર મુક્તિનો લાભ છે. – સભ્યના નામે ફક્ત 1 ખાતું ખોલવામાં આવશે, ઘણી બેંકોમાં ખાતા ખોલવાની સુવિધા છે. – સરકાર દ્વારા પણ પ્રથમ 5 વર્ષ યોગદાનની રકમ આપવામાં આવશે. – જો સભ્ય 60 વર્ષ પહેલાં અથવા તેના પછી મૃત્યુ પામે છે તો પેન્શનની રકમ પત્નીને આપવામાં આવશે. – જો સભ્ય અને પત્ની બંને મૃત્યુ પામ્યા હશે તો સરકાર નોમિનીને પેન્શન આપશે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">