દેશની પ્રથમ Digital Bank ટૂંક સમયમાં કાર્યરત થશે, RBI એ Centrum અને BharatPeના કન્સોર્ટિયમને Small Finance Bank નું લાઇસન્સ આપ્યું
સેન્ટ્રમ ફાઇનાન્સિયલ સર્વિસિસે 1 ફેબ્રુઆરી, 2021 ના રોજ એક લઘુ બેંક બનાવવા માટે પીએમસી બેંકને હસ્તગત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પીએમસી બેંક સપ્ટેમ્બર 2019 થી રિઝર્વ બેંકના વહીવટ હેઠળ કાર્યરત હતી.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) એ મંગળવારે સેન્ટ્રલ ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ (Centrum Financial Services Limited) અને ભારતપે (BharatPe) ના કન્સોર્ટિયમને સ્મોલ ફાઇનાન્સ બેન્ક (SFB) લાઇસન્સ જારી કર્યું છે. સેન્ટ્રમે એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે લગભગ 6 વર્ષના ગાળા બાદ નવું બેંક લાઇસન્સ આપવામાં આવ્યું છે. સેન્ટ્રમ અને ભારતપેની ક્ષમતાઓમાં દર્શાવવામાં આવેલા આત્મવિશ્વાસ માટે અમે આરબીઆઈનો આભાર માન્યો હતો.
નવી સ્મોલ ફાઇનાન્સ બેંકનું નામ યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક(Unity Small Finance Bank) હશે. યુનિટી નામ સેન્ટ્રમ અને ભારતપે બંને માટે ઘણી રીતે ખૂબ મહત્વ ધરાવે છે. આ પ્રથમ વખત છે જ્યારે બે ભાગીદારો એક સાથે બેંકની રચના કરવા આવી રહ્યા છે. સેન્ટ્રમના MSME અને માઇક્રો ફાઇનાન્સ વ્યવસાયોને યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેન્કમાં મર્જ કરવામાં આવશે તેમ એક નિવેદનમાં જણાવાયું છે.
સેન્ટ્રમ ગ્રુપના એક્ઝિક્યુટિવ ચેરમેન જસપાલ બિન્દ્રાએ જણાવ્યું હતું કે, “અમે લાઇસન્સ મેળવીને આનંદિત છીએ અને મજબૂત ટીમ સાથે આ નવા યુગની બેંક બનાવવા માટે ભારતપે સાથે ભાગીદારી કરવા માટે ઉત્સાહિત છીએ. અમે ભારતની પ્રથમ ડિજિટલ બેંક બનવાની આકાંક્ષા રાખીએ છીએ.
ભારતની પ્રથમ ડિજિટલ બેંકનું નિર્માણ થશે ભારતપેના કો ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર અશનીર ગ્રોવરે જણાવ્યું હતું કે, “SFB લાઇસન્સ સાથે ભારતપે અને સેન્ટ્રમના એકતાને સોંપવા બદલ હું RBI નો આભાર માનું છું. અમે આ તકનો લાભ લેવા અને ભારતની પ્રથમ સાચી ડિજિટલ બેંક ( India’s first digital bank)બનાવવા માટે અથાક અને સ્માર્ટ રીતે કામ કરીશું.
Centrum-BharatPe એ આ બેંક હસ્તગત કરી તમને જણાવી દઈએ કે Centrum-BharatPe એ સંકટગ્રસ્ત સહકારી બેંક પંજાબ અને મહારાષ્ટ્ર સહકારી બેંક (PMC Bank) હસ્તગત કરી છે. સેન્ટ્રમ અને ડિજિટલ પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર સ્ટાર્ટઅપ કંપની BharatPe RBI તરફથી મંજૂરી મળ્યા બાદ તેમાં 1,800 કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહી છે.
સેન્ટ્રમ ફાઇનાન્સિયલ સર્વિસિસે 1 ફેબ્રુઆરી, 2021 ના રોજ એક લઘુ બેંક બનાવવા માટે પીએમસી બેંકને હસ્તગત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પીએમસી બેંક સપ્ટેમ્બર 2019 થી રિઝર્વ બેંકના વહીવટ હેઠળ કાર્યરત હતી. રોકાણકારોના રૂપિયા 10,723 કરોડથી વધુ હજુ પણ આ બેંકમાં ફસાયેલા છે. એ જ રીતે બેંકની લોનની કુલ 6,500 કરોડ રિકવરીમાં અટવાઇ છે જેને NPA તરીકે જાહેર કરવામાં આવી છે.
આ પણ વાંચો : વર્ષ 2022 માં ભારતીય અર્થવ્યવસ્થા વિશ્વમાં સૌથી ઝડપી વિકસિત અર્થતંત્ર બનશે : IMF ની રિપોર્ટમાં 8.5% ગ્રોથરેટનો ઉલ્લેખ
આ પણ વાંચો : આ મામલે ભારતીય શેરબજાર France બાદ હવે Britainને પાછળ ધકેલશે, હવે માત્ર આ દેશો ભારતથી આગળ