MONEY9: ઘર આપવામાં વિલંબ કરતા બિલ્ડરથી પરેશાન ઘર ખરીદદારો માટે સુપ્રીમ કોર્ટનો RERAનો કોરડો
દેશનાં લાખો ઘર-ખરીદદારો પઝેશન મળવાની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે ત્યારે સુપ્રીમ કોર્ટનો તાજેતરનો ચુકાદો તેમની આ પ્રતીક્ષાનો અંત લાવે તેવા સંકેત આપી રહ્યો છે.
નરેન્દ્ર દત્ત છેલ્લાં 22 વર્ષથી દિલ્હી-એનસીઆરમાં રહે છે. એક સામાન્ય પરિવારની જેમ, તે પણ પોતાનું ઘર (HOME) વસાવવા માંગતા હતા, એટલે જેમ-તેમ તડજોડ કરીને નરેન્દ્રએ 2011માં નોઈડા એક્સ્ટેન્શનમાં એક ફ્લેટ બુક કરાવ્યો. ફ્લેટની કિંમત 48 લાખ હતી, એટલે ડાઉન્ટ પેમેન્ટ ચુકવ્યા બાદ પણ ખાસ્સી મોટી હોમ-લોન (HOME LOAN) લેવી પડી.
સપનું તો હતું કે, પઝેશન (POSSESSION) મળી જશે એટલે નવા ઘરમાં આરામથી જિંદગીની મજા માણીશું. પરંતુ નરેન્દ્રનું આ સપનું હજુ સપનું જ છે, કારણ કે બિલ્ડરે નાદારી નોંધાવી લીધી અને આખો પ્રોજેક્ટ લટકી ગયો છે. હવે નરેન્દ્ર હોમ લોનના હપ્તા પણ ભરે છે અને જે ઘરમાં રહે છે તેનું ભાડું પણ. દેવાનો બોજ તેમની કેડ ભાંગી રહ્યો છે.
દેશનાં લાખો ઘર-ખરીદદારોની હાલત પણ નરેન્દ્ર જેવી જ છે અને બિલ્ડરના વાંકે આવા ખરીદદારો બેહાલ થઈ ગયા છે. રેરા અમલી હોવા છતાં ઘર-ખરીદદારો સરકારના ઠાલા જવાબોની ઠોકર ખાવા મજબૂર છે. પરંતુ સુપ્રીમ કોર્ટના એક ચુકાદાથી આવા ઘર-ખરીદદારોને રાહત મળવાના સંકેત મળ્યાં છે.
અદાલતે જણાવ્યું છે કે, બેન્કોના ઋણ કરતાં ઘર-ખરીદદારોનું હિત વધારે મહત્ત્વનું છે. એટલે કે, જો કોઈ બિલ્ડર લોન ન ભરે અને ઘરનું પઝેશન ન આપી શકે, તો આવી સ્થિતિમાં સૌથી પહેલાં ઘર-ખરીદદારોને બચાવવામાં આવશે. બેન્કોની રિકવરી પ્રક્રિયાને કારણે જો વિવાદની પરિસ્થિતિ ઊભી થશે તો, રેરાના આદેશ લાગુ થશે. એટલે કે, ગ્રાહકોને પ્રાધાન્ય આપવામાં આવશે.
આ પણ જુઓ
MONEY9: સ્ટાર્ટ અપ કંપનીઓમાં રોકાણ કરનારાઓની હાલત કેવી છે ?
આ પણ જુઓ