MONEY9: સ્ટાર્ટ અપ કંપનીઓમાં રોકાણ કરનારાઓની હાલત કેવી છે ?
ઝોમેટો, નાયકા, પેટીએમ, પૉલિસીબજાર સહિત તમામ સ્ટાર્ટઅપ શેરોની હાલત એક જેવી જ છે. સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરનારા લાખો રોકાણકાર હવે આ સ્ટાર્ટઅપ્સમાં પોતાને ફસાયેલા અનુભવી રહ્યાં છે. સ્ટાર્ટઅપ્સ કંપનીઓનું ભવિષ્ય કેવું રહેશે. જાણો આ વીડિયોમાં.
ચંદીગઢમાં રહેનારા આનંદભાઇ મોટી મુંઝવણમાં છે. તેમને સ્ટાર્ટઅપ (START UP) ઝોમેટોના IPOમાં શેર લાગ્યા હતા..53 ટકા પ્રીમિયમ પર શેરનું શાનદાર લિસ્ટિંગ (LISTING) પણ થયું હતું પરંતુ આનંદે તેને ન વેચતાં હોલ્ડ કરવાનો નિર્ણય કર્યો. 76 રૂપિયાની ઇશ્યૂ પ્રાઇસ (ISSUE PRICE)વાળો ઝોમેટો 169 રૂપિયા પ્રતિ શેરનો હાઇ બનાવી અત્યારે 86 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. બજારમાં આવેલા ઝડપી ઘટાડામાં શેર એકવાર તો ઇશ્યૂ પ્રાઇસની નીચે પણ જતો રહ્યો.
આનંદભાઇ એકલા નથી, સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરનારા લાખો રોકાણકાર હવે આ સ્ટાર્ટઅપ્સમાં પોતાને ફસાયેલા અનુભવી રહ્યાં છે. તેઓ ન સમજી શક્યા કે, અચાનક આમ કેમ થયું? ઝોમેટો, નાયકા, પેટીએમ, પૉલિસીબજાર સહિત તમામ સ્ટાર્ટઅપ શેરોની હાલત એક જેવી જ છે. આ શેરોમાં લોકોની મૂડી 20 ટકાથી લઇને 62 ટકા સુધી ડુબી ચુકી છે. આ કંપનીઓના વેલ્યુએશનને લઇને હવે ગંભીર સવાલો ઉભા થઇ રહ્યાં છે. કેશ બર્નિંગના ફૉર્મ્યુલા પર ટકેલા આ કંપનીઓના બિઝનેસ મૉડલમાં નફો હાલ દૂર દૂર સુધી નથી દેખાઇ રહ્યો.
આ પણ જુઓ-
MONEY9: બજારના ઉતાર-ચઢાવમાં નાના રોકાણકારોએ શું કરવું ?
આ પણ જુઓ-