ઈન્ટરનેશનલ માર્કેટમાં રૂપિયાએ હાંસિલ કરી મજબુત સ્થિતિ, બની રહ્યો છે ઈન્ટરનેશનલ ખેલાડી- વાંચો
છેલ્લા કેટલાક મહિનામાં ડૉલરના મુકાબલે રૂપિયા એ 87.94 ના લેવલ પર આવ્યો છે. ત્યારથી અત્યાર સુધીમાં ડૉલરના મુકાબલે 1.50 ટકાથી વધુનો સુધાર જોવા મળી ચુક્યો છે. જાણકારોનું માનીએ તો આવનારા દિવસોમાં રૂપિયા માં ડૉલરના મુકાબલે હજુ વધુ સુધાર જોવા મળી શકે છે.

રૂપિયામાં સતત ત્રીજા દિવસે તેજી જોવા મળી છે. બીજી તરફ ડૉલર ઈન્ડેક્સ લગભગ 5 મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. જેના કારણે વિશ્વના સૌથી મજબૂત ચલણની બધી ડંફાસ નીકળી ગઈ છે. અને રૂપિયો સતત વિશ્વ બજારમાં ઈન્ટરનેશનલ ખેલાડી બની રહ્યો છે. સતત ત્રણ ટ્રેડિંગ દિવસોમાં ડૉલરની સરખામણીએ રૂપિયામાં 0.77 ટકા એટલે કે 67 પૈસાનો વધારો જોવા મળ્યો છે. રૂપિયામાં ઉછાળાનું મુખ્ય કારણ દેશના મજબુત થતા મેક્રો ઈકોનોમિક ડેટા છે. જે અર્થતંત્રના વિશાળ માળખાના માપદંડો છે, જે દેશની આર્થિક તાકાત અને વૃદ્ધિ દર્શાવે છે. જો આ આંકડા મજબૂત હોય, તો તેનો અર્થ થાય કે દેશની આર્થિક સ્થિતિ સુધરી રહી છે, જે રૂપિયા માટે સકારાત્મક સાબિત થાય છે. બીજી તરફ ડૉલરમાં સતત ઘટાડાની અસર પણ રૂપિયામાં તેજી આવવાનું એક કારણ છે. ડૉલર સામે રૂપિયામાં હજુ વધુ સુધાર...