MONEY9: સરકારી કર્મચારીઓએ સમજવા જેવું, કઇ પેન્શન સ્કીમ સારી ? નવી કે જૂની ? સમજો આ વીડિયોમાં

MONEY9: સરકારી કર્મચારીઓએ સમજવા જેવું, કઇ પેન્શન સ્કીમ સારી ? નવી કે જૂની ? સમજો આ વીડિયોમાં

Divyesh Nagar
| Edited By: | Updated on: Feb 25, 2022 | 5:58 PM

ચૂંટણી આવે એટલે નેતાઓ વચનો આપવામાં પાછા પડતા નથી. તાજેતરમાં જ એક રાજકીય પાર્ટીએ ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS) ફરી શરૂ કરવાનું વચન આપ્યું હતું. તો ચાલો જાણીએ કે ન્યૂ પેન્શન સ્કીમ (NPS)ના વિરોધનું કારણ શું છે અને જૂની પેન્શન વ્યવસ્થા ફરી શરૂ થવાની શક્યતા કેટલી છે.

આ વખતની ચૂંટણીઓમાં જૂની પેન્શન યોજનાનો (OLD PENSION SCHEME) મુદ્દો ચગ્યો છે. નેતાઓના ભાષણોમાં સરકારી કર્મચારી (GOVERNMENT EMPLOYEES) ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ચૂંટણીનું ચક્કર ભલે અમુક રાજ્યો પૂરતું સીમિત હોય, પરંતુ આ મુદ્દો સમગ્ર દેશમાં ચકરાવે ચઢ્યો છે. હવે સવાલ તે થાય છે કે, જો જૂની પેન્શન યોજના ફરીથી શરૂ થઈ શકતી હોય, તો પછી NPS એટલે કે ન્યૂ પેન્શન સ્કીમ (NEW PENSION SCHEME) લાગુ જ શા માટે કરી હતી?

નવી અને જૂની પેન્શન વ્યવસ્થા વચ્ચેનો તફાવત
એનપીએસ લાગુ થઈ તેની પહેલાં જ્યારે કોઈ સરકારી કર્મચારી નિવૃત્ત થતો, તો તેને છેલ્લા પગારના 50 ટકા હિસ્સા બરાબર પેન્શન મળવાપાત્ર થતું હતું. આ લાભ તેને જીવે ત્યાં સુધી મળતો હતો. પછી, કર્મચારીએ ભલે 10 વર્ષ નોકરી કરી હોય કે 25 વર્ષ, પેન્શન તો તેના છેલ્લા પગારના આધારે જ નક્કી થઈ જતું હતું. આ એક પ્રકારનો નિશ્ચિત લાભ હતો. તેના માટે કર્મચારીના પગારમાંથી કોઈ કપાત નહોતી થતી. એટલે કે, પેન્શનનો બોજ રાજ્ય સરકારના બજેટ પર આવતો હતો, પણ આ બોજના કારણે જ્યારે બજેટ પર દબાણ વધી ગયું તો કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરી, 2004થી ન્યૂ પેન્શન સ્કીમ એટલે કે એનપીએસ લાગુ કરી. સંરક્ષણ ક્ષેત્ર સિવાયના તમામ કેન્દ્રીય કર્મચારીને એનપીએસ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. રાજ્યોને પણ સ્વૈચ્છિક રીતે એનપીએસ અમલી કરવાની સૂચના આપવામાં આવી છે. પશ્ચિમ બંગાળને બાદ કરતાં તમામ રાજ્યોએ એનપીએસ લાગુ પણ કરી છે.

આ પણ જુઓ-

MONEY9: એક ચાના ખર્ચમાં સુરક્ષિત કરો તમારા ઘરને, કેવી રીતે ? જુઓ આ વીડિયો

આ પણ જુઓ-

MONEY9: તમારા વીમાના કાગળો સાચવીને રાખજો, નહીં તો પસ્તાશો, કેવી રીતે ? જુઓ આ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">