સ્થાનિક અર્થતંત્ર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે SBI, ICICI બેંક અને HDFC બેન્ક, RBI એ જાહેર કરી યાદી

|

Jan 04, 2022 | 7:00 PM

રિઝર્વ બેંકની યાદીમાં સામેલ આ બેંકો એટલી મહત્વપૂર્ણ છે કે જો તેઓ નિષ્ફળ જશે તો સમગ્ર સ્થાનિક અર્થતંત્ર જમીન પર આવી જશે.

સ્થાનિક અર્થતંત્ર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે SBI, ICICI બેંક અને HDFC બેન્ક, RBI એ જાહેર કરી યાદી
RBI ના નિર્દેશોનું પાલન ન કરનાર 8 સહકારી બેંકો સામે કાર્યવાહી

Follow us on

રિઝર્વ બેંક (Reserve Bank) અનુસાર, ભારતીય સ્ટેટ બેંક (State Bank of India), ICICI બેંક અને HDFC બેંક સ્થાનિક અર્થતંત્ર માટે ખૂબ જ મહત્વપૂર્ણ બેંકો છે. રિઝર્વ બેંકે આજે ડોમેસ્ટિક સિસ્ટમલી ઈમ્પોર્ટન્ટ બેંક્સ (D-SIB) ની યાદી બહાર પાડી છે, આ યાદીમાં આ ત્રણ બેંકોના નામ આપવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ બેંકો એવી બેંકો માનવામાં આવે છે જેનો ભારતીય અર્થતંત્રમાં (Indian economy) મોટો હિસ્સો છે અને આ બેંકો પર કોઈપણ નકારાત્મક અસર સમગ્ર અર્થતંત્રને અસર કરી શકે છે.

આ બેંકોને એવી બેંકો તરીકે પણ ગણવામાં આવે છે જેમની નિષ્ફળતા એટલી નુકસાનકારક હોઈ શકે છે કે નીતિ નિર્માતાઓ તેમની નિષ્ફળતાનું કોઈ જોખમ ઉઠાવી શકતા નથી. આવી સ્થિતિમાં, આ મહત્વપૂર્ણ બેંકો માટેના જોખમોને ઘટાડી શકાય તે આધારે નીતિઓ નક્કી કરવામાં આવે છે.

શું છે રિઝર્વ બેંકનું લીસ્ટ

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

2021 માટે બહાર પાડવામાં આવેલી ડોમેસ્ટિક સિસ્ટમેટિક ઈમ્પોર્ટ બેંક (D-SIB) યાદીમાં, SBIને બકેટ 3માં અને ICICI બેંક અને HDFC બેંકને બકેટ 1માં મૂકવામાં આવી છે. આ સિવાય લિસ્ટમાં અન્ય કોઈ બેંકનું નામ નથી. વર્ષ 2020માં પણ આ ત્રણ બેંકોને આ યાદીમાં સામેલ કરવામાં આવી હતી. SBIને 2015માં અને ICICI બેંકને 2016માં આ યાદીમાં સામેલ કરવામાં આવી હતી. બાદમાં HDFC બેંકમાં સામેલ કરવામાં આવ્યું.

D-SIB શું છે

DSIB ની યાદીમાં સમાવિષ્ટ બેંકોને ટૂ બિગ ટૂ ફોલ પણ કહેવામાં આવે છે. એટલે કે, એટલી મોટી બેન્ક જેના ડુબવા વિશે વિચારવામાં પણ ન આવે.  આ એવી બેંકો છે જેમની નિષ્ફળતા સમગ્ર અર્થવ્યવસ્થાને નષ્ટ કરી શકે છે, તેથી આ યાદીમાં સામેલ બેંકો પર રિઝર્વ બેંક ખાસ નજર રાખે છે. તે જ સમયે, આ બેંકોએ તેમના જોખમને ઘટાડવા માટે પણ વિશેષ પગલાં પણ લેવા પડે છે.

રિઝર્વ બેંક આના માટે સિસ્ટમેટિક ઈમ્પોર્ટન્સ સ્કોર જાહેર કરે છે, જેના આધારે બેંકોએ જોખમ-ભારિત અસ્કયામતોની ટકાવારી તરીકે વધારાની સામાન્ય ઈક્વિટી રાખવાની હોય છે. SBI બકેટ 3 માં છે જેના માટે આ મર્યાદા 0.6 ટકા છે અને બાકીની બે બેંકો માટે બકેટ 1 માં છે, જેના માટે આ મર્યાદા 0.2 ટકા છે.

આ યાદી 2015થી બહાર પાડવામાં આવી રહી છે

2008ની મંદીના પગલે, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી બોર્ડ (FSB) એ ઓક્ટોબર 2010માં ભલામણ કરી હતી કે તમામ સભ્ય દેશોએ તેમના સંબંધિત અધિકારક્ષેત્રોમાં પ્રણાલીગત રીતે મહત્વપૂર્ણ નાણાકીય સંસ્થાઓના જોખમોને ઘટાડવા માટે એક માળખું રજૂ કરવાની જરૂર છે.

 

બેન્કિંગ સુપરવિઝન પર બેસલ કમિટી (BCBS) એ નવેમ્બર 2011 માં વૈશ્વિક પ્રણાલીગત રીતે મહત્વપૂર્ણ બેંકો (G-SIBs) ને ઓળખવા અને આ G-SIB ને લાગુ પડતી વધારાની મૂડી જરૂરિયાતોનું કદ વધારવા માટે એક માળખું રજૂ કર્યું જે જોખમ ઘટાડી શકે છે.

ત્યારબાદ, BSBS એ આ ડોમેસ્ટિક સિસ્ટમલી ઈમ્પોર્ટન્ટ બેંકો (D-SIBs) ના વ્યવહારો માટે તમામ સભ્ય દેશો માટે એક નિયમનકારી માળખું બનાવવાની માંગ કરી.

D-AIB ફ્રેમવર્ક રિઝર્વ બેંક દ્વારા જુલાઈ 2014માં બહાર પાડવામાં આવ્યું હતું. સ્થાનિક પ્રણાલીગત રીતે મહત્વપૂર્ણ બેંકો તરીકે વર્ગીકૃત થયેલ બેંકોના નામ 2015 થી જાહેર કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો :  સ્પાઈસ જેટ કેવી રીતે અને શા માટે મુશ્કેલીમાં ફસાઈ, કંપની પાસે કર્મચારીઓના પીએફના પૈસા પણ નથી બચ્યા

Next Article