LIC પોલિસી લેવાનું વિચારો છો તો સારા સમાચાર, લોન્ચ થઈ નવી Index Plus પોલિસી, બમ્પર રિટર્નની સાથે મળશે લાઈફ ઈન્સ્યોરન્સ

6 ફેબ્રુઆરીથી આ પોલિસીમાં રોકાણ થઈ શકે છે. LIC એ આ પોલિસી સોમવારે લોન્ચ કરી હતી. આ પોલિસીમાં લોકોને સમગ્ર પોલિસી ટર્મ માટે જીવન વીમા અને બચત બંનેની સુવિધા મળશે. વાર્ષિક પ્રીમિયમનો એક નિશ્ચિત ભાગ યુનિટ ફંડમાં જમા કરવામાં આવશે.

LIC પોલિસી લેવાનું વિચારો છો તો સારા સમાચાર, લોન્ચ થઈ નવી Index Plus પોલિસી, બમ્પર રિટર્નની સાથે મળશે લાઈફ ઈન્સ્યોરન્સ
LIC
Follow Us:
Bhavesh Bhatti
| Edited By: | Updated on: Jul 03, 2024 | 4:29 PM

ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LIC દ્વારા એક નવી પોલિસી લોન્ચ કરવામાં આવી છે. આ પોલિસીનું નામ ‘ઈન્ડેક્સ પ્લસ’ છે. આ પોલિસી યુનિટ લિન્ક્ડ હોવાને કારણે લોકોને માત્ર સારું રિટર્ન જ નહીં પરંતુ જીવન વીમાનો લાભ પણ મળશે. 6 ફેબ્રુઆરીથી આ પોલિસીમાં રોકાણ થઈ શકે છે. LIC એ આ પોલિસી સોમવારે લોન્ચ કરી હતી. આ પોલિસીમાં લોકોને સમગ્ર પોલિસી ટર્મ માટે જીવન વીમા અને બચત બંનેની સુવિધા મળશે.

આ રીતે તમને મળશે બમ્પર રિટર્નનો લાભ

LIC ના જણાવ્યા અનુસાર, વાર્ષિક પ્રીમિયમનો એક નિશ્ચિત ભાગ યુનિટ ફંડમાં જમા કરવામાં આવશે, જેનો ઉપયોગ યુનિટ ખરીદવા માટે કરવામાં આવશે. જે યુનિટ ફંડમાં આ રકમનું રોકાણ કરવામાં આવ્યું છે તેમાં તમને ગેરેન્ટેડ રિટર્ન મળશે. આ તમારી પોલિસીના ચોક્કસ સમયગાળાને પૂર્ણ કર્યા બાદ કરવામાં આવશે.

રિડીમ કરી શકશો યુનિટ્સ

LIC એ આ પોલિસી સાથે તમને બીજી સુવિધા આપી છે કે 5 વર્ષનો ‘લોક-ઈન’ સમયગાળો પૂરો કર્યા બાદ તમે કોઈપણ સમયે યુનિટનો એક ભાગ રિડીમ કરી શકશો. આ કેટલીક શરતો પર નિર્ભર રહેશે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

‘ઈન્ડેક્સ પ્લસ’ પોલિસીની વિગતો

1. LIC ઈન્ડેક્સ પ્લસ પોલિસી 90 દિવસ સુધીના બાળકના નામે પણ ખરીદી શકાય છે. જ્યારે તેમાં દાખલ થવાની મહત્તમ ઉંમર 50 અથવા 60 વર્ષ છે.

2. પોલિસી મેચ્યોરિટી માટેની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ છે. મહત્તમ ઉંમર 75 વર્ષથી 85 વર્ષ સુધીની છે.

3. આ પોલિસીમાં, તમારું પ્રીમિયમ તમારી મૂળભૂત વીમા રકમ દ્વારા નક્કી કરવામાં આવશે. તેની ગણતરી એવી હશે કે મૂળભૂત વીમા રકમ તમારા વાર્ષિક પ્રીમિયમના 7 થી 10 ગણી હશે.

4. લોકો તેનું પ્રીમિયમ માસિકથી વાર્ષિક ધોરણે ચૂકવી શકશે. તેમાં વાર્ષિક પ્રીમિયમની રેન્જ 30,000 રૂપિયાની આસપાસ હશે.

આ પણ વાંચો : IPO ભરતા લોકો માટે સારા સમાચાર, વધુ એક સોલાર કંપની લાવી રહી છે આઈપીઓ, જાણો ક્યારથી કરી શકાશે રોકાણ

5. આ પોલિસીનો ન્યૂનતમ મેચ્યોરિટી પીરિયડ 10 વર્ષનો હશે, જ્યારે મહત્તમ મેચ્યોરિટી પિરિયડ 25 વર્ષનો હશે. તમને તમારા યુનિટ ફંડનું રોકાણ ક્યાં કરવું તે માટે 2 વિકલ્પો મળશે. તમે ફ્લેક્સી ગ્રોથ ફંડ અથવા ફ્લેક્સી સ્માર્ટ ગ્રોથ ફંડ વચ્ચે પસંદગી કરી શકશો. તેનું રોકાણ NSE નિફ્ટી 100 ઈન્ડેક્સ અથવા NSE નિફ્ટી 50 ઈન્ડેક્સમાં કરવામાં આવશે.

6. પોલિસીની પાકતી મુદત પર, યુનિટ ફંડના મૂલ્ય જેટલી રકમ લોકોને પરત કરવામાં આવશે.

7. જો પોલિસીની મુદત દરમિયાન વ્યક્તિનું મૃત્યુ થાય છે, તો તેના પરિવારને વીમાની રકમ અને બોનસ ચૂકવવામાં આવશે. લોકો આ પોલિસી સાથે એક્સિડેન્ટલ ડેથ બેનિફિટ રાઈડર લઈ શકે છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">