જ્યારે હિંડનબર્ગ અદાણી જૂથને નુકસાન પહોંચાડી રહ્યું હતું, ત્યારે એલઆઈસી ચુપચાપ કરી રહ્યુ હતું મદદ!
હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ આવ્યો ત્યારથી અદાણી ગ્રૂપ લગભગ 60 ટકા ડૂબી ગયું છે. તે પછી પણ એલઆઈસી ચૂપચાપ માર્ચ ક્વાર્ટરમાં છ માંથી ચાર કંપનીઓ અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટોટલ ગેસ, અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી ટ્રાન્સમિશનમાં તેનો હિસ્સો વધાર્યો હતો.
એક તરફ મ્યુચ્યુઅલ ફંડ્સે અદાણી ગ્રૂપની કંપનીઓમાં તેમનો હિસ્સો ઘટાડી દીધો છે તો બીજી તરફ દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઈસીએ હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ પણ માર્ચ ક્વાર્ટરમાં ગ્રૂપની એક નહીં, પરંતુ ચાર કંપનીઓમાં પોતાનો હિસ્સો વધાર્યો છે. હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ આવ્યો ત્યારથી અદાણી ગ્રૂપ લગભગ 60 ટકા ડૂબી ગયું છે. તે પછી પણ એલઆઈસી ચૂપચાપ કંપનીઓના શેર સતત ખરીદી રહી હતી. બાય ધ વે, તેના શેરમાં થોડા દિવસોથી તેજી જોવા મળી રહી છે. ચાલો તમને એ પણ જણીએ.
અદાણીના ક્યા શેરમાં એલઆઇસીએ ઇન્વેસ્ટમેન્ટ વધાર્યુ
એલઆઈસીએ માર્ચ ક્વાર્ટરમાં છમાંથી ચાર કંપનીઓ અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટોટલ ગેસ, અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી ટ્રાન્સમિશનમાં તેનો હિસ્સો વધાર્યો હતો, જ્યારે તેણે અન્ય બે કંપનીઓ – અંબુજા સિમેન્ટ્સ અને અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં તેનો હિસ્સો ઘટાડ્યો હતો. ACCના કિસ્સામાં શેરહોલ્ડિંગમાં કોઈ ફેરફાર થયો નથી, જે માર્ચ ક્વાર્ટરના અંતે 1,20,33,771 શેર અથવા 6.41 ટકા હતો.
અદાણી ગ્રુપમાં LICનો હિસ્સો
સ્ટોક એક્સચેન્જોના ડેટા અનુસાર, અદાણી એન્ટરપ્રાઇઝમાં LICનો હિસ્સો ડિસેમ્બર ક્વાર્ટરમાં 4.23 ટકાથી વધીને માર્ચના અંતે 4.26 ટકા થયો છે.
અદાણી ગ્રીન એનર્જીમાં LICનું હોલ્ડિંગ 31 માર્ચ, 2023ના રોજ 2,14,70,716 શેર અથવા 1.36 ટકા હિસ્સો હતું. જ્યારે 31 ડિસેમ્બર સુધી આ હિસ્સો 1.28 ટકા હતો.
ડિસેમ્બર ક્વાર્ટરના અંતે અદાણી ટોટલ ગેસમાં LICનો હિસ્સો 5.96 ટકા હતો, જે માર્ચ 31, 2023 સુધીમાં વધીને 6.02 ટકા થયો છે.
અદાણી ટ્રાન્સમિશનમાં LICનો હિસ્સો 31 માર્ચ સુધીમાં વધીને 3.68 ટકા થયો છે. અગાઉ આ હિસ્સો 3.65 ટકા હતો.
LIC એ અંબુજા સિમેન્ટ્સમાં તેનો હિસ્સો 6.33 ટકાથી ઘટાડીને 6.3 ટકા કર્યો છે.
અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં LIC 9.14 ટકાથી ઘટીને 9.12 ટકા થઈ ગયા છે.
અદાણી ગ્રુપની કંપનીઓને કેટલી લોન આપવામાં આવી છે
ગયા મહિને નાણાપ્રધાન નિર્મલા સીતારમણે લોકસભામાં જણાવ્યું હતું કે અદાણી ગ્રૂપની કંપનીઓ પર LICનું ડેટ એક્સ્પોઝર 31 ડિસેમ્બર, 2022ના રોજ રૂ. 6,347 કરોડથી 5 માર્ચના રોજ નજીવું ઘટીને રૂ. 6,183 કરોડ થયું હતું.
LICનું 5 માર્ચ સુધી અદાણી પોર્ટ્સ અને SEZમાં રૂ. 5,388.60નું ડેટ એક્સપોઝર છે.
અદાણી પાવર (મુન્દ્રા) પાસે રૂ. 266 કરોડનું એક્સ્પોઝર હતું.
અદાણી પાવર મહારાષ્ટ્ર લિમિટેડ – પ્રથમ તબક્કાનું 81.60 કરોડનું દેવું છે.
LIC એ અદાણી પાવર મહારાષ્ટ્ર લિમિટેડ – ત્રીજા તબક્કા માટે રૂ. 254.87 કરોડની લોન આપી છે.
રાયગઢ એનર્જી જનરેશન લિમિટેડ રૂ. 45 કરોડનું દેવું એક્સપોઝર ધરાવે છે અને રાયપુર એનર્જન લિમિટેડ રૂ. 145.67 કરોડનું દેવું એક્સપોઝર ધરાવે છે.