ભારતીયોને હવે પૈસા ઉપાડવા ATM માં જવું પસંદ નથી! દેશમાં 75% આર્થિક વ્યવહાર મોબાઈલ બેન્કિંગથી થાય છે

|

Oct 22, 2021 | 7:37 AM

વર્ષ 2014 સુધીમાં પરિસ્થિતિ વિપરીત હતી. સૌથી વધુ 87.7% ટ્રાન્ઝેક્શન એટીએમમાંથી થયા હતા જ્યારે માત્ર 1% મોબાઈલ બેંકિંગમાંથી હતા. આ સમયે ATM કેશ મેળવવા માટે કોઈ પણ સમયે સુવિધા ઉપલબ્ધ કરાવતું હતું.

ભારતીયોને હવે પૈસા ઉપાડવા  ATM માં જવું પસંદ નથી! દેશમાં 75% આર્થિક વ્યવહાર મોબાઈલ બેન્કિંગથી થાય છે
The prevalence of mobile banking is increasing day by day

Follow us on

ટેક્નોલોજી સાથે બદલાતા સમયમાં ફાયનાન્શીયલ ટ્રાન્ઝેક્શનની પેટર્ન પણ બદલાઈ રહી છે. ચેકથી પેમેન્ટ બાદ ATM અને હવે UPI નો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. મોબાઇલ સેવાઓ દ્વારા ઇન્ટરનેટની એક્સેસ વધવાથી દેશમાં ટ્રાન્ઝેક્શન પદ્ધતિઓ પર મોટી અસર પડી છે. ATM માંથી પૈસા ઉપાડીને રોકડનો ઉપયોગ સતત ઘટી રહ્યો છે. બીજી બાજુ મોબાઇલ બેન્કિંગ અને મોબાઇલ વોલેટમાંથી વ્યવહારો ઝડપથી વધ્યા છે. છેલ્લા સાત વર્ષમાં મોબાઈલ બેંકિંગ પ્રથમ સ્થાને પહોંચી ગયું છે.

મોબાઇલ બેન્કિંગનો હિસ્સો 65.8% છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર આ વર્ષે માર્ચના અંત સુધીમાં બેંક ખાતાઓમાંથી કુલ વ્યવહારો (સંખ્યાના સંદર્ભમાં) માં 65.8% નો સૌથી મોટો હિસ્સો મોબાઈલ બેંકિંગનો છે. માત્ર 15.9% ટ્રાન્ઝેક્શન ATM દ્વારા કરવામાં આવ્યા હતા. મોબાઈલ વોલેટ 10.4% ટ્રાન્ઝેક્શન સાથે ત્રીજા સ્થાને અને POS (પોઈન્ટ ઓફ સેલ) 8% કરતા ઓછા ટ્રાન્ઝેક્શન સાથે ચોથા સ્થાને આવ્યું છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

ટ્રાન્ઝેક્શન પદ્ધતિઓની દ્રષ્ટિએ 2014 સુધીની પરિસ્થિતિ તદ્દન વિપરીત હતી. પછી દર 5 માંથી 4 વ્યવહારો ATMમાંથી રોકડ ઉપાડીને કરવામાં આવ્યા હતા. આરબીઆઈના ડેટા અનુસાર, ATM 2014 માં કુલ વ્યવહારોના 82.1% (સંખ્યાના સંદર્ભમાં) નો સૌથી મોટો હિસ્સો ધરાવતા હતા.

મૂલ્યની દ્રષ્ટિએ મોટાભાગના વ્યવહારો મોબાઇલ બેન્કિંગ દ્વારા થયા છે. ડેટા મુજબ મોટાભાગના વ્યવહારો મોબાઇલ બેન્કિંગ દ્વારા થયા છે. આ વર્ષે માર્ચ સુધીમાં 71% મૂલ્ય વ્યવહારો મોબાઇલ બેન્કિંગ દ્વારા થયા હતા. એટીએમ 22.6% ટ્રાન્ઝેક્શન સાથે બીજા અને પીઓએસ 5.2% ટ્રાન્ઝેક્શન સાથે ત્રીજા સ્થાને આવ્યા હતા. માત્ર 1.2% ટ્રાન્ઝેક્શન મોબાઈલ વોલેટ દ્વારા થયા હતા.

 

 

વર્ષ 2014 સુધીમાં પરિસ્થિતિ વિપરીત હતી. સૌથી વધુ 87.7% ટ્રાન્ઝેક્શન એટીએમમાંથી થયા હતા જ્યારે માત્ર 1% મોબાઈલ બેંકિંગમાંથી હતા. આ સમયે ATM કેશ મેળવવા માટે કોઈ પણ સમયે સુવિધા ઉપલબ્ધ કરાવતું હતું. હાલના સમયમાં UPI અને મોનાઇલ બેન્કિંગ ઘરે બેઠા એક ક્લિકથી વ્યવહાર પૂર્ણ કરે છે.

આ રીતે બદલાયો ટ્રેન્ડ

  • મોબાઇલ બેન્કિંગ 2014 થી સતત વધી રહ્યું છે પરંતુ 2019 થી તેજી આવી રહી છે.
  • 2017 થી એટીએમ મારફતે વ્યવહારો વાર્ષિક 10% ઘટ્યા છે.
  • 2014-2018 સુધીમાં મોબાઇલ વોલેટનો ઉપયોગ વધ્યો
  • 2019 થી POS માંથી વ્યવહારો સતત ઘટી રહ્યા છે

 

આ પણ વાંચો :  ઇન્કમ ટેક્સ વિભાગે 63.23 લાખ ટેક્સપેયર્સના એકાઉન્ટમાં 92961 કરોડ રૂપિયા જમા કર્યા, આરીતે તપાસો તમારા રિટર્નનું સ્ટેટ્સ

 

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : સતત ત્રીજા દિવસે પેટ્રોલ – ડીઝલના ભાવમાં વધારો ઝીકાયો,આ રીતે જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ

Next Article