Gujarati NewsBusinessIncome Tax Alert If you do these 5 transactions in cash then income tax notice will come home
Income Tax Alert: જો તમે રોકડમાં કરશો આ 5 વ્યવહાર, તો ઘરે આવશે ઇન્કમ ટેક્સ નોટિસ, જાણો શું છે નિયમ
ઘણા વ્યવહારો આવકવેરા વિભાગ દ્વારા મોનિટર કરવામાં આવે છે. જો તમે મોટા રોકડ વ્યવહારો કરો છો તો બેંકો, મ્યુચ્યુઅલ ફંડ્સ, બ્રોકરેજ હાઉસ અને પ્રોપર્ટી રજિસ્ટ્રારને આવકવેરા વિભાગને જાણ કરવી પડશે.
Income Tax Rules
Follow us on
આવકવેરા વિભાગ(Income Tax Department) હાલના સમયમાં રોકડ વ્યવહારને લઈને ખૂબ જ સતર્ક બની ગયું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આવકવેરા વિભાગે બેંકો, મ્યુચ્યુઅલ ફંડ હાઉસ, બ્રોકર પ્લેટફોર્મ વગેરે જેવા વિવિધ રોકાણ પ્લેટફોર્મ પર સામાન્ય લોકો માટે રોકડ વ્યવહારોના નિયમોને કડક બનાવ્યા છે.
ઘણા વ્યવહારો આવકવેરા વિભાગ દ્વારા મોનિટર કરવામાં આવે છે. જો તમે મોટા રોકડ વ્યવહારો કરો છો તો બેંકો, મ્યુચ્યુઅલ ફંડ્સ, બ્રોકરેજ હાઉસ અને પ્રોપર્ટી રજિસ્ટ્રારને આવકવેરા વિભાગને જાણ કરવી પડશે. જાણો આવા જ 5 વ્યવહારો વિશે જે તમને મુશ્કેલીમાં મુકી શકે છે.
બેંક ટર્મ ડિપોઝિટ (FD)
જો તમે રૂ. 10 લાખ કે તેથી વધુ રકમની FD વર્ષમાં એક કે તેથી વધુ વખત કરો છો તો આવકવેરા વિભાગ તમને નાણાંના સ્ત્રોત વિશે પૂછી શકે છે. તે કિસ્સામાં જો શક્ય હોય તો મોટાભાગના પૈસા FDમાં ઑનલાઇન અથવા ચેક દ્વારા જમા કરવા વધુ હિતાવહ રહે છે.
બેંક સેવિંગ્સ એકાઉન્ટ ડિપોઝિટ
જો કોઈ વ્યક્તિ નાણાકીય વર્ષમાં તેના એક ખાતામાં અથવા એક કરતાં વધુ ખાતામાં 10 લાખ કે તેથી વધુ રોકડ જમા કરે તો આવકવેરા વિભાગ પૈસાના સ્ત્રોત પર પ્રશ્ન કરી શકે છે. ચાલુ ખાતામાં મહત્તમ મર્યાદા રૂ. 50 લાખ હોય છે.
ક્રેડિટ કાર્ડના બિલની ચુકવણી
કેટલીકવાર લોકો ક્રેડિટ કાર્ડ બિલ પણ રોકડમાં જમા કરાવે છે. જો તમે રોકડમાં ક્રેડિટ કાર્ડ બિલ તરીકે એક સમયે 1 લાખ થી વધુ જમા કરાવો છો તો આવકવેરા વિભાગ તમને પ્રશ્ન પૂછી શકે છે. બીજી તરફ જો તમે ક્રેડિટ કાર્ડનું બિલ નાણાકીય વર્ષમાં 10 લાખ રોકડમાં વધુ ચૂકવો તો પણ તમને નાણાંના સ્ત્રોત વિશે પૂછવામાં આવી શકે છે.
મિલકતના વ્યવહારો
જો તમે પ્રોપર્ટી રજિસ્ટ્રાર પાસે રોકડમાં મોટા વ્યવહારો કરો છો તો તેનો રિપોર્ટ પણ આવકવેરા વિભાગને જાય છે. જો તમે 30 લાખ કે તેથી વધુની પ્રોપર્ટી રોકડમાં ખરીદો કે વેચો તો પ્રોપર્ટી રજિસ્ટ્રાર આવકવેરા વિભાગને જાણ કરશે
શેર, મ્યુચ્યુઅલ ફંડ, ડિબેન્ચર અને બોન્ડની ખરીદી
જો તમે સ્ટોક, મ્યુચ્યુઅલ ફંડ, ડિબેન્ચર અને બોન્ડમાં મોટા રોકડ વ્યવહારો કરો છો તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. નાણાકીય વર્ષમાં આવા ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં મહત્તમ રૂ.10 લાખ સુધીના રોકડ વ્યવહારો કરી શકાય છે. તેથી જો તમારી પાસે આમાંથી કોઈપણમાં રોકાણ કરવાની કોઈ યોજના છે તો ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે તમારે મોટી રોકડ રકમનો ઉપયોગ ટાળવો જોઈએ.