બ્રાન્ડ સ્ટુડિયો લાઇફસ્ટાઇલનું નાણાકીય વર્ષ 2023-2024ના અંત સુધીમાં રૂ. 2,000 કરોડના જીએમવીનું લક્ષ્યાંક
બ્રાન્ડ સ્ટુડિયો લાઇફસ્ટાઇલના સ્થાપકોએ ઓછા નાણા સાથે બિઝનેસને શરૂ કરવાના દિવસોથી જ ગ્રાહકોની આસપાસ કેન્દ્રીત હોય તેવા ફેશન બિઝનેસનું નિર્માણ કરવાના મહત્વને ઓળખી કાઢ્યું હતું. ડેટાથી સંચાલિત થતું વિશિષ્ટ પ્રકારનું મોડેલ કે જે ડીઝાઇનથી માંડીને ડીલિવરી સુધીની પ્રક્રિયાનું માર્ગદર્શન કરે છે, તેનો ઉપયોગ કરીને કંપની ગ્રાહકોને પસંદ પડે તેવા લેટેસ્ટ ટ્રેન્ડ્સ કાર્યક્ષમ રીતે પૂરાં પાડી શકે છે. બ્રાન્ડ સ્ટુડિયોઝે એક વિશિષ્ટ, ચુસ્ત અને સ્કેલેબલ ફાસ્ટ ફેશન ડીલિવરી ઇકો સિસ્ટમ અને ગ્રાહકોની માંગને પૂરી કરવા માટે સક્ષમ બ્રાન્ડ્સ તૈયાર કરી છે.
ભારતનાં સૌથી ઝડપથી વિકાસ કરી રહેલાં હાઉસ ઑફ ફેશન બ્રાન્ડ્સ ‘બ્રાન્ડ સ્ટુડિયો લાઇફસ્ટાઇલ’એ નાણાકીય વર્ષ 2024માં રૂ. 2,000 કરોડની ગ્રોસ મર્ચેન્ડાઇઝ વેલ્યૂ (જીએમવી) હાંસલ કરવાનું લક્ષ્યાંક નિર્ધારિત કર્યું છે. આ અગાઉના નાણાકીય વર્ષમાં બ્રાન્ડ સ્ટુડિયોએ રૂ. 1320 કરોડની જીએમવી હાંસલ કરી હતી.
આ કંપની તેની વિદેશો જેમકે હાઈલેન્ડર, ટોક્યો ટૉકિઝ, વિશુદ્ધ, લોકોમોટિવ અને કેચ જેવી લોકપ્રિય ફાસ્ટ ફેશન બ્રાન્ડ્સ ધરાવતી ટેકનોલોજીથી સજ્જ, નિપુણ ફેશન વ્યવસાય કંપની તરીકેની તેની ઓળખ છે. કંપની રૂ. 1900 કરોડના એન્યુઅલ રન રેટ ધરાવતી પ્રમુખ બ્રાન્ડ્સની સાથે તેના આ લક્ષ્યને હાંસલ કરવાની દિશામાં અગ્રેસર છે.
બ્રાન્ડ સ્ટુડિયો લાઇફસ્ટાઇલ લક્ષ્યાંક નક્કી થયુ
વર્ષ 2015માં સંચાલન શરૂ કરનાર બ્રાન્ડ સ્ટુડિયોઝ લાઇફસ્ટાઇલે તેની શરૂઆતથી જ સાતત્યપૂર્ણ રીતે વિકાસ સાધ્યો છે. છેલ્લાં 8 વર્ષમાં કંપનીએ 38%નો ખૂબ જ પ્રભાવશાળી કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટ (સીએજીઆર) દર્શાવ્યો છે અને તેણે સતત તેના સંચાલનનું વિસ્તરણ કર્યું છે. વર્તમાન નાણાકીય વર્ષમાં કંપની તેની વર્તમાન ચેનલો અને કેટેગરીઓમાંથી 30%+ના સાલ-દર-સાલ ગ્રોથ રેટની તથા બિઝનેસની નવી પહેલમાંથી વધારાની વૃદ્ધિની અપેક્ષા રાખી રહી છે.
આ કંપનીની બેંગ્લોર અને દિલ્હીમાં ઑફિસો છે, તેની સૉર્સિંગ ઑફિસ બાંગ્લાદેશમાં આવેલી છે તથા તે વૈશ્વિક સૉર્સિંગ નેટવર્ક પણ ધરાવે છે. બ્રાન્ડ સ્ટુડિયોઝ લાઇફસ્ટાઇલની આવકનો 90 ટકા હિસ્સો અગ્રણી ઓનલાઇન માર્કેટપ્લેસમાંથી આવે છે અને બાકીની 10 ટકા આવક ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર (ડીટુસી) ઇનિશિયેટિવ Getketch.com અને કેચ એપ તથા ઑફલાઇન શૉપ-ઇન-શૉપ ફોર્મેટ્સમાંથી આવે છે.
Getketch.com સાઈટ 23 લાખથી
વર્ષ 2021માં લૉન્ચ કરવામાં આવેલ Getketch.com સાઈટ 23 લાખથી વધારે ગ્રાહકો ધરાવે છે તેમજ 10 લાખ એપ ડાઉનલૉડર પણ છે તથા ગ્રાહકોને ફેશનનો એક અલાયદો અનુભવ પૂરો પાડે છે. Getketch.com માત્ર બ્રાન્ડ સ્ટુડિયોઝ લાઇફસ્ટાઇલ પોર્ટફોલિયો પાસેથી તેની તમામ બ્રાન્ડ્સ મેળવે છે. કંપનીનું લક્ષ્ય તેના ડી2સી બિઝનેસોમાંથી રૂ. 150 કરોડનું જીએમવી પ્રાપ્ત કરવાનું છે.
બ્રાન્ડ સ્ટુડિયોઝ લાઇફસ્ટાઇલ પ્રા. લિ.ના સીઇઓ શ્યામ પ્રસાદે જણાવ્યુ હતુ કે, ‘ભારત એક ઉભરી રહેલો દેશ છે અને અહીં મિલેનિયલ્સ, જેન ઝેડ તથા જેન આલ્ફાની વસતી સમગ્ર વિશ્વમાં સૌથી વધારે છે. આગામી વર્ષમાં ભારતમાં 1 અબજથી વધારે ઇન્ટરનેટ યુઝર હશે અને તેમાંથી અડધાથી વધુ યુવાનો હશે. આ વિકાસ ટિયર 1, 2 અને 3 શહેરો અને નગરોમાં વિતરિત થશે.