Budget 2022: મોદી સરકારના 9 બજેટ : આમ આદમીને ક્યારે મળી ટેક્સમાં રાહત અને ક્યારે ઝીકાયો બોજ? જાણો વિગતવાર

|

Jan 29, 2022 | 10:25 AM

2014માં કેન્દ્રમાં પહેલીવાર નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં બજેટમાં કરદાતાઓ માટે ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે.

Budget 2022: મોદી સરકારના 9 બજેટ :  આમ આદમીને ક્યારે મળી ટેક્સમાં રાહત અને  ક્યારે ઝીકાયો બોજ? જાણો વિગતવાર
નરેન્દ્ર મોદી સરકારે 9 બજેટ રજુ કર્યા છે.

Follow us on

Budget 2022: 1 ફેબ્રુઆરી 2022-23 ના રોજ રજૂ થનારું બજેટ મોદી સરકારના બીજા કાર્યકાળનું ચોથું બજેટ હશે. કેન્દ્રમાં મોદી સરકાર 2014માં પહેલીવાર અને 2019માં બીજી વખત સત્તા પર આવી હતી. મોદી સરકારે 2014થી અત્યાર સુધીમાં કુલ 9 બજેટ રજૂ કર્યા છે. પ્રથમ ટર્મમાં તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલી દ્વારા પાંચ વખત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. બીજી તરફ 2019માં લોકસભાની ચૂંટણીને કારણે ફેબ્રુઆરી 2019માં વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને પછી જુલાઈ 2019માં સંપૂર્ણ સામાન્ય બજેટ આવ્યું હતું. 2014માં કેન્દ્રમાં પહેલીવાર નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં બજેટમાં કરદાતાઓ માટે ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. ચાલો જાણીએ કે મોદી સરકારે 2014 થી અત્યાર સુધી પોતાના બજેટમાંથી સામાન્ય માણસ માટે શું કર્યું છે.

મોદી સરકારનાના કાર્યકાળનું પ્રથમ બજેટ કેન્દ્રીય સંપૂર્ણ બજેટ 2014

2014ની લોકસભાની ચૂંટણીને કારણે વચગાળાનું બજેટ ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવ્યું હતું અને ચૂંટણી જીત્યા બાદ જ્યારે મોદી સરકાર સત્તામાં આવી ત્યારે તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલીએ જુલાઈ 2014માં સંપૂર્ણ સામાન્ય બજેટ રજૂ કર્યું હતું.

  • 2014ના સંપૂર્ણ બજેટમાં મૂળભૂત કર મુક્તિ મર્યાદા રૂ. 2 લાખથી વધારીને રૂ. 2.5 લાખ અને વરિષ્ઠ નાગરિકો માટે આ મર્યાદા રૂ. 2.5 લાખથી વધારીને રૂ. 3 લાખ કરવામાં આવી છે.
  • કલમ 80 (c) હેઠળ કર કપાતની મર્યાદા 1.1 લાખ રૂપિયાથી વધારીને 1.5 લાખ રૂપિયા કરવામાં આવી છે.
  • કલમ 24 હેઠળ હોમ લોનના વ્યાજ પર ટેક્સ છૂટની મર્યાદા 1.5 લાખ રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા કરવામાં આવી છે.

​બજેટ 2015

  • કલમ 80CCD (1b) હેઠળ NPSમાં રોકાણ પર રૂ.50 હજારની કરમુક્તિની જાહેરાત કરવામાં આવી હતી
  • સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ પર મળતું વ્યાજ કરમુક્ત કરવામાં આવ્યું હતું
  • વ્યક્તિગત સ્વાસ્થ્ય વીમા પ્રીમિયમ પર કર કપાતની મર્યાદા 15,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરવામાં આવી છે. વરિષ્ઠ નાગરિકોના કિસ્સામાં, તે 20,000 રૂપિયાથી વધીને 30,000 રૂપિયા થઈ ગયું છે.
  • વેલ્થ ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો હતો
  • 1 કરોડથી વધુની વાર્ષિક આવક ધરાવતી વ્યક્તિઓ પર સરચાર્જ 10 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવ્યો છે.
  • પગારદાર વર્ગના ટ્રાન્સપોર્ટ એલાઉન્સની મર્યાદા રૂ.800થી વધારીનેરૂ. 1600 પ્રતિ માસ કરવામાં આવી હતી.

બજેટ 2016

  • 5 લાખથી ઓછી આવક ધરાવતા લોકો માટે ટેક્સ રિબેટ 2,000 રૂપિયાથી વધારીને 5,000 રૂપિયા કરવામાં આવી છે.
  • મકાન ભાડે રાખનારાઓ માટે કલમ 80GG હેઠળ કર મુક્તિ રૂ. 24000થી વધારીને રૂ. 60,000 કરાઈ હતી.
  • નવા ઘર ખરીદનારાઓને રૂ.35 લાખ સુધીની લોન પર ચૂકવવાપાત્ર વ્યાજ માટે રૂ. 50,000 વધારાની કર કપાત આપવામાં આવી હતી.
  • વાર્ષિક 1 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરનાર વ્યક્તિઓ પરનો સરચાર્જ 3 ટકાથી વધારીને 15 ટકા કરવામાં આવ્યો છે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024


બજેટ 2017

  • તમામ કરદાતાઓને રૂ.12500 ની ટેક્સ રિબેટ આપવામાં આવી હતી.
  • રૂ. 2.5 લાખથી રૂ. 5 લાખની વચ્ચેની આવક પર આવકવેરાનો દર 10 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો હતો .
  • વાર્ષિક 50 લાખથી 1 કરોડ રૂપિયાની કમાણી કરનારાઓ પર 10 ટકા સરચાર્જની જોગવાઈ

બજેટ 2018

  • પગારદાર વ્યક્તિઓ માટે 40,000 સ્ટાન્ડર્ડ ડિડક્શન પરત લાવવામાં આવ્યું હતું. આ સમયે તબીબી ભરપાઈ પર કર મુક્તિ 15000 અને પરિવહન ભથ્થું રૂ 19,200 નાબૂદ કરવામાં આવ્યા હતા.
  • સેસ 3 ટકાથી વધીને 4 ટકા થયો
  • વરિષ્ઠ નાગરિકોની રૂ. 50,000 સુધીની વ્યાજની આવક પર કર કપાત અપાઈ હતી જે અગાઉ તે રૂ. 10,000 હતી.
  • વરિષ્ઠ નાગરિકો માટે રૂ. 50,000 સુધીના તબીબી ખર્ચ પર કર મુક્તિનો દાવો કરવાની સુવિધા કલમ 80D હેઠળ અપાઈ હતી
  • ઇક્વિટીમાંથી રૂ. 1 લાખથી વધુના લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ (LTCG) પર 10 ટકા ટેક્સ

વચગાળાનું બજેટ 2019

  • ટેક્સ રિબેટની મર્યાદા રૂ. 2500 થી વધારીને રૂ. 12500 કરાઈ
  • સ્ટાન્ડર્ડ ડિડક્શનરૂ. 40,000 થી વધારીને રૂ. 50,000 કરાઈ
  • ભાડા પરની TDS મર્યાદા રૂ.1.80 લાખથી વધારીને રૂ. 2.40 લાખ કરાઈ
  • બેંકો અથવા પોસ્ટ ઓફિસમાં થાપણો પર 40,000 વ્યાજ કરમુક્ત કરવામાં આવ્યા


બજેટ 2019

  • 2 થી 5 કરોડની આવક પર સરચાર્જ વધારીને 3 ટકા અને 5 કરોડથી વધુની આવક પર 7 ટકા
  • રિયલ એસ્ટેટના સંપાદન માટે કરાયેલી ચુકવણીમાંથી TDS માટે કેટલાક અન્ય શુલ્ક ધ્યાનમાં લેવાનો પ્રસ્તાવ કરાયો
  • રૂ. ૫૦ લાખ થી વધુ ચૂકવણી કરનારા વ્યક્તિઓ અને HUF માટે પાંચ ટકાના દરે ફરજિયાત તડસ રખાયો. કોન્ટ્રાક્ટરો અથવા વ્યાવસાયિકોને વાર્ષિક 50 લાખની મર્યાદા
  • ચાલુ ખાતામાં એક કરોડ રૂપિયાથી વધુ જમા કરવા, વર્ષમાં વિદેશ પ્રવાસ પર એક લાખ રૂપિયા ખર્ચ કરવા, એક લાખ રૂપિયાથી વધુ વીજળી બિલ ચૂકવવા માટે ITR દાખિલ ફરજિયાત
  • હોમ લોન પર ચૂકવવામાં આવતા વ્યાજ પર કલમ 80EEA હેઠળ રૂ. 1.5 લાખ સુધીની વધારાની કપાતની દરખાસ્ત કરવામાં આવી છે.

બજેટ 2020

  • વૈકલ્પિક આવકવેરા સ્લેબ જાહેર કર્યા. કરદાતાઓ પાસે હવે જૂના પરંપરાગત આવકવેરા સ્લેબ અને નવા વૈકલ્પિક ટેક્સ સ્લેબ બંને છે. વૈકલ્પિક ટેક્સ સ્લેબ અપનાવતા આવક કરદાતાઓ ચોક્કસ કપાત અને મુક્તિ મેળવી શકતા નથી.
  • કંપનીઓ અને મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ચૂકવવામાં આવતા ડિવિડન્ડ પર DDT નાબૂદ કરો
  • સસ્તું મકાન ખરીદવા માટે 80EEA હેઠળ 1.5 લાખ રૂપિયા ઉપરાંત એક વર્ષ વધારવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો. સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે કર રાહતો
  • વિદેશી રેમિટન્સ અને વિદેશ પ્રવાસ પેકેજના વેચાણ પર TCS વસૂલવા માટે આવકવેરા કાયદાની કલમ 206Cમાં સુધારો કરવાની દરખાસ્ત કરાઈ
  • ડાયરેક્ટ ટેક્સ લિટિગેશન ઘટાડવા માટે વિવાદ સે વિશ્વાસ સ્કીમની જાહેરાત કરાઈ

બજેટ 2021

  • 75 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો કે જેઓ માત્ર પેન્શન અને ડિપોઝિટમાંથી વ્યાજની આવક પર નિર્ભર છે તેમને આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની જરૂર રહેશે નહીં. ચુકવણી કરનાર બેંક તેમની આવક પર જરૂરી ટેક્સ કાપશે. વરિષ્ઠ
  • નાગરિકો કે જેમની પાસે પેન્શન અને બેંક ડિપોઝિટમાંથી વ્યાજની આવક સિવાય આવકના અન્ય સ્ત્રોત છે તેમણે આવકવેરા રિટર્ન ભરવાનું રહેશે.
  • સસ્તા મકાનની ખરીદી માટે હોમ લોનના વ્યાજની ચુકવણી પર કલમ ​​80EEA હેઠળ રૂ. 1.5 લાખ સુધીની વધારાની કર કપાત વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવી છે.
  • યુનિટ લિંક ઇન્શ્યોરન્સ પોલિસીઝ (ULIPs) માં એક વર્ષમાં 2.5 મિલિયન રૂપિયા થી વધારે પ્રીમિયમ પેમેન્ટ પર સેક્‍‍‍‍ 10 (10D) ની અંતર્ગત ‍‍ધિ‍‍‍ ટેક્‍સ એગ્‍જેમ્‍પશન હટાવવાનો પ્રસ્તાવ
  • EPF અને VPF ખાતામાં 5 લાખ રૂપિયા સુધીના વાર્ષિક યોગદાન પર મળતું વ્યાજ કરમુક્ત કરવામાં આવ્યું છે.

 

​આ પણ વાંચો : Budget 2022 : નાણાં મંત્રી બજેટ રજૂ કરે ત્યાર સુધી 100 થી વધુ લોકોને લોક ઈન કરવામાં આવ્યા, જાણો કેમ ભરાયું આ પગલું

 

આ પણ વાંચો :  Budget 2022: નિર્મલા સીતારમણ ગ્રીન બજેટ રજૂ કરશે, માર્યાદિત નકલોનું પ્રિન્ટિંગ કરાશે, જાણો કેમ લેવાયો નિર્ણય

Published On - 10:21 am, Sat, 29 January 22

Next Article