Economic Survey 2022 : બજેટ પહેલા રજૂ કરવામાં આવે છે આર્થિક સર્વેક્ષણ, જાણો શું માહિતી પુરી પાડે છે આ દસ્તાવેજ
આર્થિક સર્વે (Economic Survey) નાણા મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર(chief economic adviser)ના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવે છે.
Economic Survey 2022: સામાન્ય બજેટ(Budget 2022)નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ(Nirmala Sitharaman) 1 ફેબ્રુઆરીએ સંસદમાં દેશનું બજેટ રજૂ કરશે. નાણા મંત્રાલય દ્વારા બજેટ 2022-23ની તૈયારીઓને અંતિમ ઓપ આપવમાં આવી રહ્યો છે. બજેટ પહેલા આર્થિક સર્વે(Economic Survey) રજૂ કરવામાં આવે છે.
આર્થિક સર્વે (Economic Survey)નાણા મંત્રાલયનો મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. દર વર્ષે બજેટ રજૂ કરવાના માત્ર એક દિવસ પહેલા સરકાર સંસદમાં આર્થિક સર્વે 2022 (economic survey 2022) રજૂ કરે છે.
મુખ્ય આર્થિક સલાહકાર તૈયાર કરે છે
આર્થિક સર્વે (Economic Survey) નાણા મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર(chief economic adviser)ના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવે છે. તે નાણા મંત્રીની મંજૂરી પછી જાહેર કરવામાં આવે છે. દેશના વાર્ષિક આર્થિક વિકાસ પર મંત્રાલયનું આ અવલોકન છે. આર્થિક સર્વે છેલ્લા 12 મહિનામાં અર્થતંત્રની વૃદ્ધિની સમીક્ષા કરે છે મુખ્ય વૃદ્ધિ કાર્યક્રમોનો સારાંશ આપે છે.
સરળ શબ્દોમાં કહીએ તો, આર્થિક સર્વે દેશના આર્થિક સ્વાસ્થ્યનો હિસાબ આપે છે. સરકાર આ દસ્તાવેજ દ્વારા દેશને અર્થવ્યવસ્થાની સ્થિતિ વિશે માહિતગાર કરે છે. સરકારની યોજનાઓ કેટલી ઝડપથી આગળ વધી રહી છે.
આ દસ્તાવેજ બજેટ સત્ર દરમિયાન સંસદના બંને ગૃહોમાં રજૂ કરવામાં આવે છે. 2014-15ના આર્થિક સર્વેમાં જણાવવામાં આવ્યું હતું કે ભારત વિદેશી મુદ્રા ભંડારમાં 750 અબજ ડોલરથી 1 ટ્રિલિયન ડોલરનું લક્ષ્યાંક રાખી શકે છે.
સરકારી નીતિઓની માહિતી
આર્થિક સર્વેક્ષણ ભારત સરકારની નીતિઓની માહિતી પ્રદાન કરે છે. આ દ્વારા સરકાર અર્થતંત્રની સંભાવનાઓનું વિશ્લેષણ કરે છે. મોટે ભાગે આર્થિક સર્વે પ્રસ્તાવિત સામાન્ય બજેટ માટે નીતિ માર્ગદર્શિકા તરીકે કામ કરે છે. જો કે, સરકાર માટે તેની ભલામણોનો અમલ કરવો ફરજિયાત નથી. આર્થિક સર્વેમાં નીતિવિષયક વિચારણાઓ, આર્થિક ધોરણો પરના મુખ્ય ડેટા, મેક્રોઇકોનોમિક સંશોધન અને પ્રાદેશિક આર્થિક વલણોનું વિશ્લેષણ સામેલ છે.
પહેલો સર્વે 1950માં થયો હતો
ભારતનો પ્રથમ આર્થિક સર્વે 1950-51માં રજૂ કરવામાં આવ્યો હતો. 1964 સુધી તે કેન્દ્રીય બજેટ સાથે રજૂ કરવામાં આવતું હતું પરંતુ 1964 થી તેને બજેટથી અલગ કરવામાં આવ્યું છે.
2015 પછી આર્થિક સર્વેને બે ભાગમાં વહેંચવામાં આવ્યો હતો. પ્રથમ ભાગ અર્થતંત્રની સ્થિતિનું વર્ણન કરે છે જે સામાન્ય બજેટ પહેલા બહાર પાડવામાં આવે છે. બીજા ભાગમાં મહત્વપૂર્ણ તથ્યો છે જે જુલાઈ અથવા ઓગસ્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. આર્થિક સર્વેક્ષણની રજૂઆતથી આ વિભાજન ત્યારે અમલમાં આવ્યું જ્યારે અંતિમ સપ્તાહના બદલે ફેબ્રુઆરી 2017ના પ્રથમ સપ્તાહમાં સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું.
આ પણ વાંચો : Budget 2022 : MSMEને અપાતી લોનના દરમાં ઘટાડો કરવામાં ઉદ્યોગકારોની માગ
આ પણ વાંચો : Budget 2022 : રિયલ એસ્ટેટને ઉદ્યોગનો દરજ્જો આપવાની માંગ