AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સલમાન ખાન બાદ હવે આ અભિનેતાને મળી ધમકી, બિશ્નોઈ ગેંગે સાધ્યું નિશાન

બોલિવૂડ અભિનેતા સલમાન ખાન બાદ ટીવી અભિનેતાને પણ બિશ્નોઈ ગેંગના માણસે ધમકી આપી છે. જાણો આખરે કેમ આ ટેલિવિઝન અભિનેતા બિશ્નોઈ ગેંગનો નિશાન બન્યો?

સલમાન ખાન બાદ હવે આ અભિનેતાને મળી ધમકી, બિશ્નોઈ ગેંગે સાધ્યું નિશાન
હવે આ અભિનેતાને મળી ધમકી
| Updated on: Apr 20, 2025 | 7:51 PM
Share

સલમાન ખાન બાદ હવે ટીવી અભિનેતાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ અભિનેતા બીજું કોઈ નહીં પણ રૂબિના દિલાઇકના પતિ અભિનવ શુક્લા છે. ધમકી આપનાર વ્યક્તિએ પોતાને લોરેન્સ બિશ્નોઈનો સાગરીત ગણાવ્યો છે અને કહ્યું કે,જેમ મેં સલમાન ખાનના ઘર પર ગોળીબાર કર્યો હતો, તેમ હું તમારા ઘર પર પણ ગોળીબાર કરીશ. અભિનવને ઇન્સ્ટાગ્રામ પર ધમકીભર્યો મેસેજ મળ્યો છે. મેસેજમાં આસિમ રિયાઝનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અંકુશ ગુપ્તા નામના યુઝરે ઇન્સ્ટાગ્રામ પર અભિનવને એક મેસેજ મોકલ્યો છે. મેસેજમાં લખ્યું છે, “હું લોરેન્સ બિશ્નોઈનો માણસ છું. મને તમારા ઘરનું સરનામું ખબર છે. શું હું આવીને તમને ગોળી મારી દઉં? જેમ મેં સલમાન ખાનના ઘરે ગોળી મારી હતી, તેમ હું AK47 લઈને તમારા ઘરે આવીશ અને તમારા પરિવાર અને તમારા હોમગાર્ડ્સને ગોળી મારીશ અને 15 લોકોને મુંબઈ લઈ જઈશ.”

ધમકી આપનાર વ્યક્તિએ શું કહ્યું?

મેસેજમાં આગળ લખ્યું છે, “મને એ પણ ખબર છે કે તું કયા સમયે શૂટિંગ પર હોય છે. હું તને છેલ્લી ચેતવણી આપી રહ્યો છું. આસિમને કંઈ ખોટું બોલે તે પહેલાં, તારું નામ સમાચારમાં આવશે, લોરેન્સ બિશ્નોઈ ઝિંદાબાદ. બિશ્નોઈ ભાઈ આસિમ સાથે છે.” ફિટનેસ રિયાલિટી શો બેટલગ્રાઉન્ડ વિવાદ પછી અભિનવ શુક્લાને આ મેસેજ મળ્યો છે.

User Post

આ મામલો આસિમ રિયાઝ અને અભિષેક વચ્ચેના ઝઘડાથી શરૂ થયો

બેટલગ્રાઉન્ડના શૂટિંગ દરમિયાન, આસિમ રિયાઝ અને અભિષેક મલ્હાન વચ્ચે ઝઘડો થયો હતો. જ્યારે રૂબીના દિલાઇકે લડાઈ રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે આસિમ તેના પર પણ ગુસ્સે થયો. તે પછી, રૂબીનાના પતિ અભિનવે આસિમ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, “શું મગજ ન હોવું અને ખરાબ વર્તન કરવું એ પણ ખરાબ ફિટનેસની નિશાની નથી? મગજ યોગ્ય જગ્યા પર હોય અને તમારું વર્તન યોગ્ય હોય એ જ ફિટનેસનો સાચો અર્થ છે.” જો કે, આના બાદ મામલો ગરમાયો અને જગ્યાએ હોવું અને તમારું વર્તન યોગ્ય હોવું એ ફિટનેસનો સાચો અર્થ છે.” ત્યારબાદ મામલો ગરમાયો અને બેટલગ્રાઉન્ડમાં થયેલી આ લડાઈએ વિવાદનું સ્વરૂપ ધારણ કરી લીધું. હવે અભિનવને આસિમના નામે ધમકી મળી રહી છે.

અભિનવ શુક્લાની પોસ્ટ

Abhinav's Post

અભિનવે X પર આ ધમકીભર્યા મેસેજ અંગે પોસ્ટ કરી અને લખ્યું, “મારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે.” પંજાબ પોલીસને ટેગ કરીને અભિનવે લખ્યું, “ધમકી આપનાર વ્યક્તિ ચંદીગઢ કે મોહાલીનો હોય તેવું લાગે છે.” અભિનવે કાર્યવાહીની માંગ કરી છે.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. બોલિવુડના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">