Somvati Amavasya 2024 : સોમવતી અમાસ પર માત્ર પિતૃ દોષથી જ નહીં, પરંતું કાલસર્પ દોષથી પણ મળશે રાહત, કરો આ ઉપાય

|

Aug 30, 2024 | 4:22 PM

Somvati Amavasya 2024 : હિંદુ કેલેન્ડર મુજબ, અમાસ એ મહિનાનો 30મો દિવસ છે અને કૃષ્ણ પક્ષની છેલ્લી તારીખ છે. સોમવારે આવતી અમાસને સોમવતી અમાસ કહેવાય છે. સોમવતી અમાવસ્યાના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી સાધકના જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે અને શુભ ફળ પ્રાપ્ત થાય છે.

Somvati Amavasya 2024 : સોમવતી અમાસ પર માત્ર પિતૃ દોષથી જ નહીં, પરંતું કાલસર્પ દોષથી પણ મળશે રાહત, કરો આ ઉપાય
Somvati Amavasya 2024

Follow us on

Somvati Amavasya 2024 :હિન્દુ ધર્મમાં અમાસનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. વૈદિક કેલેન્ડર અનુસાર, દરેક હિંદુ મહિનાનો છેલ્લો દિવસ અમાસ તરીકે ઓળખાય છે. આ દિવસે વ્રત, પૂજા, સ્નાન અને દાન વગેરેનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. પંચાંગ અનુસાર આ વખતે આ મહિનાની અમાસ 2 સપ્ટેમ્બર 2024 સોમવારના રોજ આવી રહી છે. સોમવારે આવતી અમાસને સોમવતી અમાસ કહેવાય છે.

સોમવતી અમાસનું મહત્વ

તમામ અમાસમાં સોમવતી અમાસનું વધુ મહત્વની માનવામાં આવે છે. સોમવતી અમાસના દિવસે સ્નાન અને દાનની સાથે પિતૃપૂજન પણ કરવામાં આવે છે, તેથી આ દિવસે પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોમવતી અમાસનો દિવસ ગ્રહ દોષ, પિતૃ દોષ, નાગ દોષ અને કાલસર્પ દોષ વગેરેથી મુક્તિ મેળવવાનો શ્રેષ્ઠ દિવસ છે. ચાલો જાણીએ સોમવતી અમાસ પર કાલસર્પ દોષથી કેવી રીતે છુટકારો મેળવવો.
કાલસર્પ દોષથી છુટકારો મેળવવા માટે કરો આ ઉપાય

ગ્રહ દોષ માંથી મળશે રાહત

ધાર્મિક માન્યતાઓ અનુસાર, અમાસના દિવસે, પવિત્ર નદીમાં સ્નાન કરો અને ભગવાન શિવની પૂજા કરો. ભગવાન શિવની પૂજા કર્યા પછી, વહેતી નદીમાં ચાંદી અથવા તાંબાથી બનેલા સાપ અને નાગની જોડી વહાવી દો અને કાલસર્પ દોષથી મુક્તિ માટે પ્રાર્થના કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી કુંડળીમાં હાજર કાલ સર્પ દોષમાંથી મુક્તિ મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાલસર્પ દોષથી મુક્તિ મેળવવા માટે અમાસના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરો અને ભગવાન શિવને ગંગા જળથી અભિષેક કરો. આ પછી શિવ ચાલીસાનો પાઠ કરો.

23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા

જન્મકુંડળીમાં કાલસર્પ દોષમાંથી મુક્તિ મેળવવા માટે સોમવતી અમાસના દિવસે રાહુ અને કેતુના બીજ મંત્રનો જાપ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે રાહુ-કેતુના બીજ મંત્રનો જાપ કરવાથી કાલ સર્પ દોષની અસરમાં રાહત મળે છે.

રાહુ-કેતુ બીજ મંત્રનો જાપ કરો

ॐ रां राहवे नमः और ॐ क्र केतवे नमः

Next Article