Siddhivinayak Temple: અષ્ટવિનાયકમાં નથી ગણાતું ગણપતિનું આ મંદિર, છતાં દર્શન માટે થાય છે ભક્તોની ભીડ
સિદ્ધિવિનાયક મંદિરમાં ગણપતિ તેમના પત્ની દેવી રિદ્ધિ અને દેવી સિદ્ધિ સાથે બિરાજમાન છે. આ મંદિરમાં પૂજા કરવાથી શુભતા અને સૌભાગ્યની સાથે ભક્તોને માતા રિદ્ધિ અને સિદ્ધિના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે.
સનાતન ધર્મમાં ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ, 51 શક્તિપીઠ, 4 ધામની જેમ ભગવાન ગણેશના (Lord Ganesh) 8 પવિત્ર ધામો પૂજનીય માનવામાં આવે છે. ભગવાન ગણેશના આ 8 મંદિર છે મયુરેશ્વર મંદિર, સિદ્ધિવિનાયક મંદિર, બલ્લાલેશ્વર મંદિર, વરદવિનાયક મંદિર, ચિંતામણિ મંદિર, ગિરિજાત્મજ અષ્ટવિનાયક મંદિર, વિઘ્નેશ્વર અષ્ટવિનાયક મંદિર અને મહાગણપતિ મંદિર. પરંતુ આ 8 મંદિરની યાદીમાં ન હોવા છતા પણ મુંબઈના (Mumbai) સિદ્ધિવિનાયક મંદિરમાં દરરોજ દર્શન માટે ભક્તોની ભીડ હોય છે. ચાલો જાણીએ તેનું મહત્વ.
1. મુંબઈમાં સ્થિત સિદ્ધિવિનાયક મંદિરમાં ભક્તો જે મૂર્તિ જુએ છે તે એક જ પથ્થરમાંથી બનાવવામાં આવી છે.
2. ગણપતિની આ મૂર્તિમાં તેમની સૂંઢ જમણી તરફ છે, તેથી તેમની પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હિંદુ માન્યતા અનુસાર ગણપતિની આ પ્રકારની મૂર્તિ ધરાવતું મંદિર સિદ્ધધામ હોય છે, જ્યાં પૂજા કરવાથી ભક્તોની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે.
3. સિદ્ધિવિનાયક મંદિરમાં ગણપતિ તેમના પત્ની દેવી રિદ્ધિ અને દેવી સિદ્ધિ સાથે બિરાજમાન છે. આ મંદિરમાં પૂજા કરવાથી શુભતા અને સૌભાગ્યની સાથે ભક્તોને માતા રિદ્ધિ અને સિદ્ધિના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે.
4. સિદ્ધિ વિનાયક દેશના તે મંદિરોમાંનું એક છે, જ્યાં મોટા પ્રમાણમાં ચઢાવો આવે છે. મંદિરમાં ગણપતિના વાહન તરીકે ઓળખાતા મૂસકની ચાંદીના મૂર્તિ છે.
5. દેશના તમામ પ્રસિદ્ધ મંદિરોની જેમ સિદ્ધિવિનાયક મંદિરની આરતી પણ ખૂબ જ પ્રખ્યાત છે, જેના દર્શન માટે ભક્તિ દૂર દૂરથી પહોંચે છે. સિદ્ધિવિનાયક વિશે એવી માન્યતા છે કે તેમની પૂજા કરવાથી જીવન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે.
6. હિંદુ માન્યતા અનુસાર, જે ભક્ત ભગવાન સિદ્ધિવિનાયકની દરરોજ વિધિ-વિધાન સાથે પૂજા કરે છે, તે ભક્તો પર ગણપતિના આશીર્વાદ હંમેશા વરસતા રહે છે અને રિદ્ધિ-સિદ્ધિની પ્રાપ્તિ થાય છે.
આ પણ વાંચો : કેવાં-કેવાં ફળની પ્રાપ્તિ કરાવશે પુરુષોત્તમ માસ ? જાણો અધિક માસમાં દાન કરતાં પૂર્વે શું રાખવું જોઈએ ધ્યાન ?
ભગવાન ગણેશજીની પૂજાનું મહત્વ
સોમવાર ભગવાન શિવની પૂજા માટે અને મંગળવાર મા મંગળા ગૌરીની પૂજા માટે સમર્પિત છે, તેવી જ રીતે બુધવાર ભગવાન ગણેશની પૂજા માટે ફળદાયી માનવામાં આવે છે. ભક્તો ચતુર્થીના દિવસે તેમની પૂજા કરીને તેમના આશીર્વાદ મેળવી શકે છે. ગણેશ પૂજામાં 21 ગાંઠ દૂર્વા અને 21 મોદક અથવા મોતીચૂર લાડુ અર્પણ કરો. સાથે જ ‘ઓમ ગં ગણપતયે નમઃ’ મંત્રનો જાપ કરો.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)