Navratri 2024: નવરાત્રિ દરમિયાન કળશની સ્થાપના શા માટે કરવામાં આવે છે? જાણો તેનું મહત્વ અને વિધિ
Navratri 2024: નવરાત્રિમાં કળશની સ્થાપનાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે, જેની પ્રથા ઘણા સમયથી ચાલી આવેલી છે અને તેના વિના નવરાત્રિના 9 દિવસની પૂજા અધૂરી માનવામાં આવે છે. ચાલો જાણીએ નવરાત્રિ દરમિયાન કળશ સ્થાપના શા માટે કરવામાં આવે છે અને કળશ સ્થાપનાની વિધિ.
Why do we keep kalash in navratri: હિંદુ કેલેન્ડર મુજબ, ચૈત્ર નવરાત્રિ 9 એપ્રિલથી શરૂ થઈ રહી છે અને 17 એપ્રિલે સમાપ્ત થશે. નવરાત્રિના પ્રથમ દિવસે કળશ સ્થાપિત કરવાની પરંપરા છે અને પ્રથમ દિવસ માતા શૈલપુત્રી, દેવી દુર્ગાના સ્વરૂપને સમર્પિત છે. કળશની સ્થાપના વિના નવરાત્રિના 9 દિવસની પૂજા અધૂરી માનવામાં આવે છે. આ કળશ પહેલા દિવસથી નવમા દિવસ સુધી ઘરમાં રાખવામાં આવે છે. ત્યારબાદ દશમી તિથિએ તેનું વિસર્જન કરવામાં આવે છે. હવે આવી સ્થિતિમાં તમે જાણવા માગો છો કે નવરાત્રિ દરમિયાન કળશની સ્થાપના શા માટે કરવામાં આવે છે, ઘટસ્થાપનની પદ્ધતિ શું છે અને કલેશની સ્થાપના માટેનો શુભ સમય શું છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.
નવરાત્રિ દરમિયાન કળશની સ્થાપના શા માટે કરવામાં આવે છે?
હિન્દુ ધર્મમાં, કળશને માતૃશક્તિ, ત્રિગુણિત શક્તિનું પ્રતિક માનવામાં આવે છે, જેમાં બ્રહ્મા, ભગવાન વિષ્ણુ અને શિવ સિવાય તમામ દેવી-દેવતાઓ રહે છે. ચૈત્ર નવરાત્રિની પૂજા પહેલા કળશ સ્થાપિત કરવાની પરંપરા છે. આમ કરવાથી તમામ દેવી-દેવતાઓ તે પૂજા અને વ્રતના સાક્ષી બને છે અને પૂજાનું પૂર્ણ ફળ મળે છે.
કળશની સ્થાપના સમયે દેવી-દેવતાઓનું આહ્વાન કરવામાં આવે છે અને તેને પૂજા સ્થાન પર રાખવામાં આવે છે. ત્યારબાદ આદિશક્તિ મા દુર્ગાનું આહ્વાન કરવામાં આવે છે. તેમની મૂર્તિ સ્થાપિત કર્યા પછી, પૂજા શરૂ કરવામાં આવે છે. કળશને તીર્થયાત્રાનું પ્રતીક પણ માનવામાં આવે છે. કળશના મુખમાં વિષ્ણુ, ગળામાં શિવ અને મૂળમાં બ્રહ્માદેવનો વાસ છે. કળશમાં ભરેલું પાણી શુદ્ધતા, શીતળતા અને સ્વચ્છતાનું પ્રતિક છે.
કળશની સ્થાપના કરવાની પદ્ધતિ શું છે?
9 એપ્રિલે ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે કળશ સ્થાપિત કરવા માટે કોઈપણ માટી અથવા ધાતુના કળશનો ઉપયોગ કરો અને તેને કોઇ પાટલી કે બાજોઠ. કળશમાં સપ્તામૃતિકા એટલે કે સાત અલગ-અલગ પ્રકારની માટી અને સપ્તધ્યાય એટલે કે સાત અલગ-અલગ પ્રકારના અનાજ, પંચ રત્ન, ફૂલ, વગેરે નાખીને પાણીથી ભરો . ત્યાર બાદ એક નારિયેળને ચુંદળીમાં લપેટીને કળશની ઉપર મૂકો. તે નારિયેળને મહાસરસ્વતી, મહાકાલી અને મહાલક્ષ્મી ત્રિવિધ શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. ત્યાર બાદ ગણેશ અને માતા ગૌરીની પૂજા કરો. ત્યારબાદ માતા દુર્ગાનું આહ્વાન કરો.
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.