શ્રાદ્ધપક્ષમાં આ 6 તિથિનો મહિમા છે દુર્લભ, જાણીને કરો પિતૃઓનું તર્પણ
શ્રાદ્ધ પક્ષમાં મહત્વના એવા દિવસો ચાલી રહ્યા છે, જેમાં ખાસ આપડે જેમ તિથિ એ શ્રાદ્ધ કરીએ છીએ તે તો જરૂરી જ છે, પરંતુ અન્ય રીતે જેવી કે શ્રાદ્ધ પક્ષમાં અમુક તિથીના શ્રાદ્ધ પક્ષના દિવસોને વિશિષ્ટ કારણસર વિશેષ નામ અર્પણ કરાયા છે અને તે અનુસાર શ્રાદ્ધ કરવાનો પણ ખુબ મહિમા છે.
પુર્વજો ની તૃપ્તિ માટે શ્રાદ્ધ પર્વ દરમિયાન પોતાના પિતૃઓની અવસાન તિથિ એ અવશ્ય શ્રાદ્ધ કરવું જોઈએ પરંતુ આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે શ્રાદ્ધ પક્ષ(Pitru Paksh)માં આ ૬ પૂણ્ય તિથિઓ ને ચૂકી ન જવાય તે માટે તેનો મહિમા જાણવો ખૂબ જરૂરી છે અને તે અનુસાર શ્રાદ્ધ કરવું જોઈએ
શ્રાદ્ધ માં આ પરમ પુણ્ય દિવસો જેવા કે
આ જાણી પિતૃ માટે શ્રાદ્ધના ભોજનમાં ખાસ કરીને શુદ્ધ સાત્વિક ઘરેલુ વાનગી બનાવવી જોઈએ, તેમાં સવિશેષ દૂધપાક કે દૂધની ખીરનું ભોજન અવશ્ય રાખવું સૌ કુટુંબના સાથે મળી પિતૃ તૃપ્ત થાય તેવા ભાવથી શ્રાદ્ધ (Shradh Paksh) કર્મ કરવું કાગડાઓને કાગવાસ, ગાય-કૂતરાને ભોજન બ્રાહ્મણ અને ગરીબને ભોજન તેમજ દાન-દક્ષિણા કરી શ્રાદ્ધ કરવું.
હવે શ્રાદ્ધ પક્ષમાં મહત્વના એવા દિવસો ચાલી રહ્યા છે, જેમાં ખાસ આપડે જેમ તિથિ એ શ્રાદ્ધ કરીએ છીએ તે તો જરૂરી જ છે, પરંતુ અન્ય રીતે જેવી કે શ્રાદ્ધ પક્ષમાં અમુક તિથીના શ્રાદ્ધ પક્ષના દિવસોને વિશિષ્ટ કારણસર વિશેષ નામ અર્પણ કરાયા છે અને તે અનુસાર શ્રાદ્ધ કરવાનો પણ ખુબ મહિમા છે.
18 સપ્ટેમ્બરે રવિવારના આઠમના શ્રાદ્ધને પિતાનું શ્રાદ્ધ કે અષ્ટમી શ્રાદ્ધ પણ કહેવામાં આવે છે કોઈ કારણ સર પિતાની અવસાન તિથિ ખબર નથી કે તેમનું શ્રાદ્ધ કરી શકાયું નથી તો પિતાનું શ્રાદ્ધ આઠમે પણ કરી શકાય છે તથા કોઈનું અવસાન પૂનમે થયું હોય તેનું પણ આ દિવસે શ્રાદ્ધ કરાય.
19 સપ્ટેમ્બર સોમવાર નોમનું સૌભાગ્યવતી શ્રાદ્ધ
નોમના શ્રાદ્ધને સૌભાગ્યવતી સ્ત્રીઓનું શ્રાદ્ધ કહેવામાં આવે છે, તેને માતૃ શ્રાદ્ધ ગણવામાં આવે છે, તેથી ત્યારે એવી સ્ત્રીઓનું શ્રાદ્ધ કરાય કે જે પરિણીતા પતિ પહેલા સદગત થયેલ હોય તે મહિલાઓ અને માતાઓ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે.
22, સપ્ટેમ્બર ગુરુવારે બારસનું શ્રાદ્ધ ગણવામાં આવે છે
પરંતુ તેને સન્યાસી શ્રાદ્ધ પણ કહેવામાં આવે છે માટે આ દિવસે એકાદશી એ પરલોક થયો હોય તેનું તો શ્રાદ્ધ કરી જ શકાય, પરંતુ જે લોકો સંસાર છોડી સંત મહાત્મા સાધુ બન્યા હોય તેનું પણ શ્રાદ્ધ આ દિવસે કરાય છે. કહેવાય છે કે આ દિવસે સંત મહાત્મા સાધુ સંન્યાસીઓ જે પિતૃ લોકમાં પહોંચ્યા છે, તે શ્રાદ્ધની અપેક્ષાએ ભૂલોકમાં આવે છે.
23 સપ્ટેમ્બર શુક્રવારના તેરસનું મઘા શ્રાદ્ધ ગણાશે, જેને પણ અતિ પવિત્ર માનવામાં આવે છે, આ દિવસે ચંદ્ર મઘા નક્ષત્રમાં હોય છે અને શાસ્ત્ર અનુસાર આ નક્ષત્રના દેવ પિતૃ છે માટે શ્રાદ્ધ પર્વમાં પિતૃઓ માટે આ દિવસે કરેલ શ્રાદ્ધ દાનપુણ્ય શ્રેષ્ઠ ફળ આપે છે.
24, સપ્ટેમ્બર શનિવારના ચૌદશનું શ્રાદ્ધ ગણવામાં આવશે. અકસ્માતે અકાળે મૃત્યુ થનારનું શ્રાદ્ધ આ દિવસે કરવામાં આવે છે જેપિતૃઓનું કમોત થયુ હોય જેમકે આગથી, અકસ્માતથી,આપઘાતથી, પાણીમાં ડુબી જવાથી સાપ કે કોઈ હિંસક પ્રાણીથી, ઝેરના કારણે કે જેવા અન્ય કોઈ કારણસર અકાળ મૃત્યુ પામ્યા છે, તેઓનું શ્રાદ્ધમાં ચતુર્દશી તિથિ પર કરવું જોઈએ.
25 સપ્ટેમ્બર રવિવારે સર્વ પિતૃ અમાસ ગણાશે, આ દિવસે તમામ પિતૃઓ પિતૃ લોકથી પોતાના વંશજોને ત્યાં કે જ્યાં તેમની આશા હોય કે અહીંથી તેમને તૃપ્ત કરાશે તે તમામ સ્થાને કોઈપણ સૂક્ષ્મ સ્વરૂપે આવે છે તેથી શાસ્ત્ર અનુસાર જે પિતૃ દેવોની આપણને અવસાન તિથિની ખબર નથી, યાદ નથી તેવા તમામ પિતૃઓ માતૃઓને યાદ કરી તેમનું શ્રાદ્ધ પિતૃ પક્ષના છેલ્લા દિવસ એટલે કે સર્વપિતૃ અમાસે કરવાનું વિધાન છે કહેવાય છે કે આ દિવસે કરેલ શ્રાદ્ધથી પિતૃઓને શીતળતા અને અસીમ શાંતિ પ્રાપ્ત થાય છે અને તેઓ પોતાના વંશજોને સંતતિ સમૃદ્ધિ સુખ શાંતિ ઐશ્વર્યા અને ઉત્તમ આરોગ્યના આશીર્વાદ આપી પિતૃલોક પાછા જાય છે.
( શ્રાદ્ધની બાકી તિથીની યાદી )
17 સપ્ટેમ્બર શનિવાર પડતર દિવસે તિથિનો ક્ષય થવાને કારણે આ દિવસે પિતૃઓનું શ્રાદ્ધ થશે નહીં.
18 સપ્ટેમ્બર રવિવાર આઠમનું શ્રાદ્ધ પિતાનું શ્રાદ્ધ અષ્ટમીએ પણ કરાય છે પિતાની અવસાન તિથિ ખબર નથી તે પિતાનું શ્રાદ્ધ આઠમે પણ કરી શકાય છે
19 સપ્ટેમ્બર સોમવાર નોમનું સૌભાગ્યવતી શ્રાદ્ધ 20 સપ્ટેમ્બર મંગળવાર દશમ નું શ્રાદ્ધ 21 સપ્ટેમ્બર બુધવાર અગિયારસનું શ્રાદ્ધ 22 સપ્ટેમ્બર ગુરૂવાર બારસનું શ્રાદ્ધ 23 સપ્ટેમ્બર શુક્રવાર તેરસનું મઘા શ્રાદ્ધ કહેવાય છે કેમ કે મઘા નક્ષત્રના દેવ પિતૃ છે
24 સપ્ટેમ્બર શનિવાર ચૌદશનું અસ્ત્ર શસ્ત્ર અકસ્માત મૃત્યુ થયું હોય તેનું શ્રાદ્ધ
25 સપ્ટેમ્બર રવિવારે સર્વ પિતૃ અમાસનું જેની તિથિ ખ્યાલ નથી તેવા અને જે લોકોનું અકાળે મૃત્યુ થયું છે અથવા જેમના મૃત્યુ વિશે કંઈજ યાદ ના હોય તેમના શ્રાદ્ધ અને તર્પણ માટે સર્વપિતૃ મોક્ષ અમાસનો દિવસ શ્રેષ્ઠ ગણાય છે.
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.