Eclipse 2023: કોણ છે રાહુ અને કેતુ જેના કારણે થાય છે સૂર્ય અને ચંદ્ર, જાણો પૌરાણિક કથા
ગ્રહણ પહેલાનો સમય સુતક કાળ ગણાય છે. આ સમયગાળા દરમિયાન કોઈપણ શુભ કાર્ય પર પ્રતિબંધ છે. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ પહેલાના સૂતકનો સમય પણ અલગ-અલગ હોય છે. જ્યારે સૂર્યગ્રહણ વખતે સુતક 12 કલાક વહેલા શરૂ થાય છે, તો બીજી તરફ ચંદ્રગ્રહણના દિવસે સુતક 9 કલાક વહેલા શરૂ થાય છે. સુતકનો સમય અશુભ માનવામાં આવે છે જેમાં કોઈપણ શુભ કાર્ય વર્જિત હોય છે.
હિંદુ ધર્મમાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણનું ઘણું મહત્વ છે. તે લોકોના જીવનને સારી અને ખરાબ બંને રીતે અસર કરે છે. ગ્રહણ પહેલાનો સમય સુતક કાળ ગણાય છે. આ સમયગાળા દરમિયાન કોઈપણ શુભ કાર્ય પર પ્રતિબંધ છે. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ પહેલાના સૂતકનો સમય પણ અલગ-અલગ હોય છે. જ્યારે સૂર્યગ્રહણ વખતે સુતક 12 કલાક વહેલા શરૂ થાય છે, તો બીજી તરફ ચંદ્રગ્રહણના દિવસે સુતક 9 કલાક વહેલા શરૂ થાય છે. સુતકનો સમય અશુભ માનવામાં આવે છે જેમાં કોઈપણ શુભ કાર્ય વર્જિત હોય છે.
આ વર્ષનું છેલ્લું સૂર્ય અને ચંદ્રગ્રહણ ઓક્ટોબરમાં થઈ રહ્યું છે. સૂર્યગ્રહણ સર્વપિતૃ- અમાસ દિવસે એટલે કે 14મી ઓક્ટોબરે થઈ રહ્યું છે. ચંદ્રગ્રહણ 28 ઓક્ટોબરની મોડી રાત્રે થશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર રાહુ અને કેતુને ગ્રહણનું મુખ્ય કારણ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યારે રાહુ અને કેતુ સૂર્ય અને ચંદ્રનું ગ્રહણ કરે છે, આને કારણે ગ્રહણ થાય છે. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે રાહુ અને કેતુ કોણ છે અને તેમની ઉત્પત્તિ કેવી રીતે થઈ?
રાહુ કેતુ કોણ છે?
ધાર્મિક શાસ્ત્રોમાં રાહુ અને કેતુ ગ્રહોને સાપ જેવા માનવામાં આવ્યા છે. કુંડળીમાં અશુભ સ્થાનમાં તેમની હાજરીને કારણે કાલસર્પ દોષ થાય છે. જ્યારે રાહુ અને કેતુ સૂર્ય અને ચંદ્રની સાથે બેસે છે ત્યારે ગ્રહણ યોગ બને છે.
રાહુ કેતુની ઉત્પત્તિ કેવી રીતે થઈ?
દંતકથા અનુસાર, જ્યારે સમુદ્ર મંથન દરમિયાન અમૃત બહાર આવ્યું, ત્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે વિવાદ થયો. પછી આ વિવાદનો અંત લાવવા માટે ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ ધારણ કર્યું અને બધાને એક-એક કરીને અમૃતનો આપવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો. બધાએ તેમના પ્રસ્તાવ સ્વીકારી લીધો. સૌ પ્રથમ, દેવતાઓને અમૃત અર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે સ્વરાભાનુ નામનો રાક્ષસ દેવતાઓનું રૂપ લઈને તેમની વચ્ચે બેસી ગયો. જ્યારે સૂર્ય ભગવાન અને ચંદ્ર ભગવાનને તેના રહસ્યની જાણ થઈ તો તેઓએ મોહિની સ્વરૂપે ત્યાં હાજર ભગવાન વિષ્ણુને સમગ્ર સત્ય કહ્યું.
ભગવાન વિષ્ણુએ ક્રોધિત થઈને સુદર્શન ચક્રથી તેમનું માથું કાપી નાખ્યું. પણ પછી તેમણે થોડું અમૃત ગ્રહણ કરી લીધું હતું તેથી તેનું મૃત્યું થયું નહીં અને તેનું માથું અને ધડ અલગ થઇ ગયા અને અમર થઈ ગયા. પાછળથી મસ્તક રાહુ નામનો ગ્રહ બન્યો અને ધડ કેતુ ગ્રહ તરીકે ઓળખાવા લાગ્યા. કારણ કે સૂર્ય અને ચંદ્ર ભગવા સામે અસુરનું રાઝ જાહેર કર્યું હતું, તેના કારણે રાહુ અને કેતુ સમયાંતરે સૂર્ય અને ચંદ્રને ગ્રાસ કરે છે, જેના કારણે ગ્રહણ થાય છે.
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો