Bhakti: શા માટે મંદિરોમાં કરવામાં આવે છે ઘંટનાદ ? જાણો તેની પાછળનું વૈજ્ઞાનિક-સામાજિક કારણ

પ્રાચીન કાળમાં તાંબા અને પિતળના મિશ્ર ધાતુના ઘંટ બનાવવામાં આવ્યા અને તેમાંથી નીકળતા અવાજ અને તરંગોમાં 'ૐ' પ્રતિસાદ સંભળાયો

Bhakti: શા માટે મંદિરોમાં કરવામાં આવે છે ઘંટનાદ ? જાણો તેની પાછળનું વૈજ્ઞાનિક-સામાજિક કારણ
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2021 | 7:24 AM

આદિ-અનાદિ કાળથી ચાલ્યો આવતો ભારતનો ઇતિહાસ અત્યંત ભવ્ય અને વૈવિધ્યથી ભરેલો છે. તેથી જ તેના સમયની સાથે સાથે ચાલી આવતી તેની પરંપરાઓ પણ એટલી જ જૂની અને ભવ્ય છે. આપણાં પૂર્વજો, ઋષિમુનિઓ અને બૌદ્ધિકોએ આપનું જીવન સરળ અને સુખમય રહે તે માટે થઈને કેટલીક પરંપરાઓ અને રીતિ-રિવાજનું નિર્માણ કર્યું હતું.

પરંતુ આ તમામનું જોડાણ માત્ર તેની ધાર્મિક માન્યતાઓ પૂરતું જ સીમિત ન હતું,. દરેક રીતરિવાજ પાછળ કોઈને કોઈ સામાજિક કે વૈજ્ઞાનિક કારણ રહેતું હતું. આજે આપણે આવી જ કોઈ એક પરંપરા વિશે જાણવાની કોશિશ કરીશું

તો આજે આપણે જાણીશું કે મંદિરોમાં ઘંટનાદ શા માટે કરવામાં આવે છે. શા માટે થઈને લોકો મંદિરમાં પહોંચતાની સાથે સૌથી પહેલા ડંકો (ઘંટ) વગાડે છે ? શું તેનું માત્ર કોઈ ધાર્મિક કારણ જ છે કે પછી કોઈ સામાજિક કે વૈજ્ઞાનિક કારણ પણ જોડાયેલું છે ? આ બધાજ સવાલના જવાબ અહી મેળવવાની કોશિશ કરીશું.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

મનુષ્યની અંદર રહેલી લાગણીઓ અને ઊર્મિઓ સાથે સંગીતનો નાતો અત્યંત જૂનો છે. જ્યારે આદિમાનવ કોઈ પણ વસ્તુમાં સફળતા મેળવતો હતો ત્યારે તે પણ નાચીને, વિવિધ અવાજ કરીને અને બે હાથે તાળીઓ પાડીને પોતાની ખુશી અને આનંદની લાગણી વ્યક્ત કરતો હતો.

સમય જતાં જતાં ઉત્ક્રાંન્તિના છેલ્લા તબક્કામાં ધાતુની શોધ થઈ અને અભિવ્યક્તિની પરિભાષા પણ બદલાઈ. ધાતુના વાસણો બનાવ્યા અને તેમાથી તે અવાજ ઉત્પન્ન કરતાં શીખ્યો અને આમ કરતાં કરતાં નાની ઘંટડી માંથી મોટો ઘંટ બનાવ્યો.

આમ પ્રાચીન કાળમાં તાંબા અને પિતળના મિશ્ર ધાતુના ઘંટ બનાવવામાં આવ્યા અને તેમાંથી નીકળતા અવાજ અને તરંગોમાં ‘ૐ’ પ્રતિસાદ સંભળાયો. ઘંટમાંથી નીકળતા અત્યંત પ્રિય નાદથી પ્રસન્ન થઈને પ્રાચીન કાળમાં તેને પવિત્ર મંદિરમાં સથાન આપવામાં આવ્યું. આ રીતે ભક્તો મંદિરમાં પ્રવેશતાની સાથે જ ઘંટ વગાડીને તેની તરંગોમાં લીન થઈને પ્રભુ ભક્તિમાં લીન થઈ જાય છે અને તેને સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે.

વૈજ્ઞાનિક કારણ ધંટનાદનું જો વૈજ્ઞાનિક કારણ સમજવાની કોશિશ કરીએ તો તેના અવાજમાંથી નીકળતી તરંગો શરીરમાં સકારાત્મક ઉર્જાનું સંચાર કરે છે. માનસિક શાંતિ આપે છે. ભગવાનની ભક્તિ કરવામાં એકાગ્રતામાં વધારો કરે છે. આમ તમામ બાબતોથી માનવીનું મન શાંત થાય છે અને પોતાના રોજિંદા જીવનમાં તેને સુખ-શાંતિ અને એકાગ્રતાનનો અહેસાસ કરાવે છે.

સામાજિક કારણ ઘંટનાદ પાછળ એક સામાજિક તારણ પણ કાઢવામાં આવ્યું છે કે જ્યારે પહેલાના સમયમાં આધુનિક વાહનો ન હતા તે સમયે લોકો લાંબી યાત્રાઓ પણ પગપાળા કે બળદ ગાડા કે ઘોડા ગાડીમાં કરતાં હતા. તો જો એમાં પણ કોઈ યાત્રીઓને રાતવાસો (રાત્રિ રોકાણ) કરવો હોય, આરામ કરવો હોય તો મંદિરના ઘંટનાદ તેમને સંકેતો આપતા હતા આજુ બાજુમાં કોઈ ગામ કે વસ્તી છે. અને ઘંટનાદ તરફ તેઓ ચાલવાનું શરૂ કરી દેતા હતા.

આ પણ વાંચો: BB15 :બિગ બોસ પાસેથી તગડી ફી લે છે સલમાન ખાન, 1 સપ્તાહ માટે “5 કરોડથી પહોચ્યા 25 કરોડ”

આ પણ વાંચો: પોરબંદરના વર્તુ 2 ડેમના 4 ગેટ ખોલવામાં આવ્યા, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા

g clip-path="url(#clip0_868_265)">