WITT: અમૂલની શરૂઆત કેવી રીતે થઈ ? જાણો અમૂલના એમડી જયેન મહેતા પાસેથી
અમૂલના મેનેજીંગ ડિરેકટર જયેન મહેતા 'વોટ ઈન્ડિયા થિંગ્સ ટુડે'ના મંચ પર પહોંચ્યા ત્યારે તેમણે જણાવ્યું કે કેવી રીતે અમૂલ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અન્ય દેશોમાં પણ પોતાની ઓળખ બનાવી રહ્યું છે.
ડેરી ઉત્પાદનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય અને અમૂલના નામનો ઉલ્લેખ ના હોય તે શક્ય નથી. દૂધ અને ડેરી ઉત્પાદનોમાં અમૂલે બાળકો, યુવાનો અને વૃદ્ધોની સંપૂર્ણ કાળજી લીધી છે. આજે જ્યારે અમૂલના મેનેજીંગ ડિરેકટર જયેન મહેતા ‘વોટ ઈન્ડિયા થિંગ્સ ટુડે’ના મંચ પર પહોંચ્યા ત્યારે તેમણે જણાવ્યું કે કેવી રીતે અમૂલ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અન્ય દેશોમાં પણ પોતાની ઓળખ બનાવી રહ્યું છે.
14 ડિસેમ્બર 1946ના રોજ ગુજરાતમાં સહકારી મંડળી તરીકે શરૂ થયેલું અમૂલનું કામકાજ આજે લાખો લિટર દૂધના વેપાર સુધી પહોંચ્યું છે. 250 લિટર દૂધની ક્ષમતા સાથે શરૂ થયેલું અમૂલનું કામ આજે 30 લાખ લિટરથી વધુ છે. અમૂલે આ કામમાં લાખો લોકોને રોજગારી પણ આપી છે.
Latest Videos

બેફામ બન્યા ખાણ માફિયા, રેતીનુ ગેરકાયદે ખનન કરવા નદીનું વહેણ રોક્યુ

પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો

ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ

કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું
