અંબાજીમાં વિશ્વના સૌથી મોટા શ્રી યંત્રની કરાઇ સ્થાપના, અંદાજે એક કરોડના ખર્ચે બન્યુ છે શ્રી યંત્ર, જુઓ વીડિયો
અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા અંદાજીત 1 કરોડના ખર્ચે પંચ ધાતુમાંથી નિર્મિત દિવ્ય અને ભવ્ય શ્રી યંત્ર મા અંબાને અર્પણ કરવામાં આવ્યુ છે. શ્રી યંત્ર વિશ્વનું સૌથી મોટું સાડા ચાર ફૂટનું શ્રી યંત્ર છે. આ શ્રી યંત્રનું સ્થાપન અંબાજી મંદિરના ચાચર ચોકમાં કરવામાં આવ્યુ છે. આ શ્રી યંત્ર તાંબુ, પિત્તળ, લોખંડ, સોનું અને ચાંદીએ પંચ ધાતુમાંથી બનાવવામાં આવ્યુ છે.
બનાસકાંઠા : આદ્ય શક્તિ મા અંબાના ધામ અંબાજીમાં વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર સ્થાપિત કરવામાં આવ્યુ છે. અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા અંદાજીત 1 કરોડના ખર્ચે પંચ ધાતુમાંથી નિર્મિત દિવ્ય અને ભવ્ય શ્રી યંત્ર મા અંબાને અર્પણ કરવામાં આવ્યુ છે. શ્રી યંત્ર વિશ્વનું સૌથી મોટું સાડા ચાર ફૂટનું શ્રી યંત્ર છે.આ શ્રી યંત્રનું સ્થાપન અંબાજી મંદિરના ચાચર ચોકમાં કરવામાં આવ્યુ છે.
આ પણ વાંચો- ગુજરાતના પ્રવાસે PM Modi, જાણો રાજકારણની દ્રષ્ટિએ ‘ઉત્તર’ કેમ મહત્વનું?
આ શ્રી યંત્ર તાંબુ, પિત્તળ, લોખંડ, સોનું અને ચાંદીએ પંચ ધાતુમાંથી બનાવવામાં આવ્યુ છે. આ શ્રી યંત્ર અંદાજીત એક કરોડના ખર્ચે બનાવવામાં આવ્યુ છે. પંચ ધાતુમાંથી બનનાર શ્રી યંત્રનું વજન 2200 કિલો છે. જ્યારે શ્રી યંત્રની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સાડા ચાર ફૂટ છે. આ સિવાય વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર ઉત્તરાખંડના ડોલાશ્રમમાં સ્થાપિત છે જે સાડા ત્રણ ફૂટનું છે. હવે આ શ્રી યંત્ર અંબાજીમાં સ્થાપિત થતાં અંબાજી વિશ્વનું સૌથી મોટું અને મોંઘું શ્રી યંત્ર ધરાવતું મંદિર બન્યુ છે.