મહિલાએ પ્રપોઝલનો ઇનકાર કરતાં ગાંધીનગરમાં હેલ્થ ઓફિસરે આપી જાનથી મારી નાખવાની ધમકી, ઘટના CCTVમાં કેદ
ગાંધીનગર તાલુકા હેલ્થ ઓફિસર વિરલ રાજેશ વાઘેલા સામે ફરિયાદ નોંધાઈ છે. મહિલાએ પ્રપોઝલનો ઇનકાર કરતા મારવાની ધમકી આપ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મહિલા અમદાવાદ આરોગ્ય કેન્દ્રમાં ઓફિસર તરીકે ફરજ બજાવે છે. જબરદસ્તી સંબંધ બાંધવા મહિલાને દબાણ કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવક છે. મહિલાએ ના પાડતા જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાનો આરોપ લગાવાયો છે.
ગાંધીનગર તાલુકા હેલ્થ ઓફિસર વિરલ રાજેશ વાઘેલા સામે ઇન્ફોસિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. અમદાવાદ આરોગ્ય કેન્દ્રની મહિલા ઓફિસરે તેમની સામે ગંભીર આરોપ લગાવ્યા. આરોપ છે, કે વિરલ વાઘેલાએ મહિલા ઓફિસરને પહેલા પ્રપોઝ કર્યું અને જબરસ્તી આડ સંબંધ બાંધવા માટે દબાણ કર્યું.
આ પણ વાંચો : હિંમતનગરમાં જૂની પેન્શન યોજનાની માંગ સાથે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મહાપંચાયત યોજાઈ
જો કે મહિલા ઓફિસરે તેમના પ્રપોઝલનો ઇનકાર કરી દીધો જે બાદ વિરલ વાઘેલાએ મહિલા ઓફિસરને મારી નાંખવાની ધમકી આપી. અને મહિલાની કારને પણ નુકસાન પહોંચાડ્યું. જેના CCTV પણ સામે આવ્યા છે. તો, મહિલા ઓફિસરના આક્ષેપ બાદ પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Dec 09, 2023 11:19 PM
Latest Videos