મહેસાણાઃ ઊંઝા APMC એ હાંસલ કરી વધુ એક સિદ્ધી, ખેડૂતોનું વધ્યુ ગૌરવ

મહેસાણાઃ ઊંઝા APMC એ હાંસલ કરી વધુ એક સિદ્ધી, ખેડૂતોનું વધ્યુ ગૌરવ

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2024 | 11:30 AM

ઊંઝા APMCના નામે વધુ એક નોંધપાત્ર સિદ્ધિ નોંધાઈ છે. મહેસાણાનું ઊંઝા APMC એટલે મસાલા પાકનુ હબ અને ખાસ કરીને જીરા માટે ઊંઝા પ્રસિધ્ધ છે. કોરોનાના કપરા સમય બાદ પણ ઊંઝા માર્કેટ યાર્ડની રોનક વધી છે. અહીં ગુજરાત ઉપરાંત રાજસ્થાન તેમજ અન્ય રાજ્યના ખેડૂતો પણ પાક લઈને આવતા હોય છે.

મહેસાણાનું ઊંઝા APMC એટલે મસાલા પાકનુ હબ અને ખાસ કરીને જીરા માટે ઊંઝા પ્રસિધ્ધ છે. ત્યારે ઊંઝા APMCના નામે વધુ એક નોંધપાત્ર સિદ્ધિ નોંધાઈ છે..ઊંઝા માર્કેટ યાર્ડનું ટર્નઓવર 6000 કરોડની પાર પહોચ્યું છે. 4 વર્ષ અગાઉ આ ટર્ન ઓવર 3800 કરોડ આસપાસ હતું. જેમાં હાલની સ્થિતિએ મોટાપાય વધારો થયો છે. કોરોનાના કપરા સમય બાદ પણ ઊંઝા માર્કેટ યાર્ડની રોનક વધી છે.

આ પણ વાંચો: બનાસકાંઠા બેઠક પર BJP એ પ્રથમવાર મહિલા ઉમેદવારને મેદાને ઉતારી, પ્રોફેસરની પસંદગી કરાઈ

મસાલા હબ તરીકે જાણીતા ઊંઝા માર્કેટ યાર્ડમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન તેમજ અન્ય રાજ્યના ખેડૂતો પણ પાક લઈને આવતા હોય છે. ઉપરાંત જીરું, વરિયાળી અને ઈસબગુલ જેવા પાકોની ઊંઝાથી સીધી નિકાસ થવાથી પણ ટર્ન ઓવરમાં વધારો થયો છે. આમ ઊંઝાના માર્કેટયાર્ડની રોનક વધુ વધી છે અને જેમાં ખેડૂતો અને વેપારીઓ સહિત માર્કેટયાર્ડના ડિરેક્ટરોની સફળતા રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Mar 03, 2024 11:29 AM
g clip-path="url(#clip0_868_265)">