આજનું હવામાન : ગુજરાતીઓને ઠંડીથી મળશે રાહત ! જાણો આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન રહી શકે છે. આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહે તેવી સંભાવના છે. પવનના કારણે ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો રહે તેવી આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન રહી શકે છે. આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહે તેવી સંભાવના છે. પવનના કારણે ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો રહે તેવી આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં તાપમાન વધતા ઠંડીમાં આંશિક ઘટાડો રહે તેવી શક્યતા છે.
ઠંડીને લઈને અંબાલાલ પટેલની આગાહી
બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટો આવશે. 4 થી 8 જાન્યુઆરીમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની સંભાવના છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત જોરદાર ઠંડી પડવાની સંભાવના છે. વલસાડ અને જામનગરના ભાગોમાં કાતિલ ઠંડીની આગાહી કરવામાં આવી છે. તેમજ કચ્છ, નલિયાના ભાગોમાં ન્યૂનતમ તાપમાન ઘટવાની શક્યતા છે.
રાજ્યમાં કેટલું રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, અમરેલી, આણંદ, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ બનાસકાંઠા, દાહોદ, જામનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.