Amreli Rain : બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં 1 કલાકમાં 2 થી 3 ઈંચ વરસ્યો વરસાદ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. અમરેલીના બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. 1 કલાકમાં 2 થી 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. ચમારડી, ચરખા અને વલારડીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. અમરેલીના બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. 1 કલાકમાં 2 થી 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. ચમારડી, ચરખા અને વલારડીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઘુઘરાળા અને કુવરગઢ ગામે ભારે વરસાદ વરસ્યો છે. જ્યારે ધોધમાર વરસાદથી ખેતરોમાં પાકનું ધોવાણ થયુ છે. કુંવરગઢ ગામે મગફળી નદીના પાણીમાં તણાઈ છે.
ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી વાતાવરણ રહે તેવી શક્યતા છે. ગુજરાતમાં આગામી 24 કલાકમાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ વરસવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.