આ કોઈ એમેઝોન કે મિસિસિપીનું દ્રશ્ય નથી, આ છે જંબુસરની ઢાઢર નદી કે જેમાં એક સાથે 25 મગરના દ્રશ્ય જોઈને સ્થાનિકો પણ ફફડી ઉઠ્યા

આજે આમોદ નજીક ઢાઢર નદીના પૂલનો એક વિડીયો વાઇરલ થયો છે. આ વીડિયોએ ભારે કુતુહુલ સર્જ્યું છે. વીડિયોમાં નજરે પડી રહ્યું છે કે ઢાઢર નદીમાં મગરોનું વિશાલ જૂંડ પૂલ નીચેથી પસાર થઇ રહ્યું છે.

TV9 GUJARATI

| Edited By: Ankit Modi

May 07, 2022 | 9:19 AM

ભરૂચ(Bharuch) જિલ્લાના આમોદ(Amod) અને જંબુસર(Jambusar)તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદી(dhadhar river) તેના મીઠા જળ માટે તો જાણીતી છે જે પણ આ નદી તેમાં વસવાટ કરતા જળચરોને લઈ ને પણ ચર્ચામાં રહે છે. ઢાઢર નદીમાં ખુબ મોટી સંખ્યામાં મગર(Crocodile) વસવાટ કરે છે. આ મગર ઉનાળા સમયમાં નદીમાં પાણી ઓછું થાય ત્યારે છીછરા પાણીમાં નજરે પડે છે તો ચોમાસાની ઋતુમાં નદી જયારે કિનારા ફાંગી જાય છે ત્યારે સ્થાનિકો માટે ચિંતાનો વિષય બને છે. આ સમય બાદ આસપાસની ખાડીઓ અને ખેતરોમાં મગર નજરે પડવાના કિસ્સા બનતા રહે છે.

 

 

આજે આમોદ નજીક ઢાઢર નદીના પૂલનો એક વિડીયો વાઇરલ થયો છે. આ વીડિયોએ ભારે કુતુહુલ સર્જ્યું છે. વીડિયોમાં નજરે પડી રહ્યું છે કે ઢાઢર નદીમાં મગરોનું વિશાલ જૂંડ પૂલ નીચેથી પસાર થઇ રહ્યું છે. આ જૂંડમાં એક બે નહિ પરંતુ 20 થી 25 મગર ઢાઢર નદીના પૂલ નીચેથી પશ્ચિમથી પૂર્વ દિશા તરફ જઈ રહ્યું છે. આ દૃશ્યથી એક તરફ નદીમાં મગરોના વર્ચસ્વનો ભય પણ દેખાયો છે તો આ નજારો સ્થાનિકોએ એક લ્હાવા તરીકે પણ ગણાવ્યો હતો.

સ્થાનિક અગ્રણી મુકેશભાઈના જણવ્યા અનુસાર ઢાઢર નદીમાં મગર નજરે પડવા આમતો સામાન્ય બાબત છે. ઢાઢર નદીના કિનારે નજર કરવામાં આવે તો મોટેભાગે એકાદ બે મગર કિનારા ઉપર સૂર્યની ગરમી મેળવતા નજરે પડે છે. ઠંડા લોહીનો આ જીવ ગરમી મેળવવા પાણીની બહાર આવે છે. આજની ઘટનાની વાત કરવામાં આવે તો એકસાથે આત્મિ મોટી સંખ્યામાં મગર નજરે પડવાનો આ ઐતિહાસિક બનાવ માનવામાં આવી રહ્યો છે.

વન્ય પશુઓની બાબતના જાણકાર રમેશભાઈએ જણાવ્યું હતું કે મગરોનો ટોળું શિકાર નજરે પડ્યું હોય તે અસરમાં પણ આ પ્રકારે એકજ વિસ્તરમાં મોટી સંખ્યામાં મગરો એકઠા થવાથી નજરે પડતું હોય છે. નદીમાં આમતો માછલીઓ સહિતનો પૂરતો ખોરાક મળે ત્યારે મગર આટલી મોટી સંખ્યામાં અસ્તિત્વ ટકાવી શકે છે પરંતુ એકસાથે નદીમાં મગરોની આટલી મોટી સંખ્યા નજરે પદવી ચોક્કસ લ્હાવા સમાન માની શકાય તેમ છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati