કેરી રસીયાઓ સાવધાન, અમદાવાદમાં ગ્રાહકને ગ્વાલિયા સ્વીટ્સે અખાદ્ય રસ પધરાવ્યો હોવાનો આરોપ- Video
અમદાવાદમાં કેરીનો રસ ખરીદતા પહેલા ડબલ ચેક કરીને ખરીદજો. આવુ એટલે કહી રહ્યા છીએ કારણ કે અમદાવાદના બોપલ વિસ્તારના એક ગ્રાહકને ગ્વાલિયા સ્વીટ્સે વાસી રસ પધરાવી દીધો હોવાનો ગ્રાહકે આક્ષેપ કર્યો છે
અમદાવાદમાં કેરીનો રસ ખરીદતા પહેલા ડબલ ચેક કરીને ખરીદજો. આવુ એટલે કહી રહ્યા છીએ કારણ કે અમદાવાદના બોપલ વિસ્તારના એક ગ્રાહકને ગ્વાલિયા સ્વીટ્સે વાસી રસ પધરાવી દીધો હોવાનો ગ્રાહકે આક્ષેપ કર્યો છે
કેરીના રસીયાઓ આ સમાચાર ખાસ વાંચે. જો તમે અમદાવાદમાં રહેતા હો અને કેરીનો રસ ખાવાના શોખીન હો તો કોઈપણ દુકાનમાંથી રસ ખરીદતા પહેલા ડબલ ચેક કરીને ખરીદજો. કારણ કે અમદાવાદના બોપલ વિસ્તારમાં એક ગ્રાહકને રસ ખરીદ્યા બાદ કડવો અનુભવ થયો છે. કેરીના રસે ગ્રાહકના દાંત ખાટા કરી નાખ્યા છે. કારણ કે ગ્રાહકને વાસી, અખાદ્ય અને દુર્ગંધ મારતો રસ દુકાનદારે પધરાવી દીધો હોવાના આરોપ થઈ રહ્યા છે. ગ્રાહકે શહેરની નામાંકિત બ્રાન્ડમાં જેની ગણના થાય છે એ ગ્વાલિયા સ્વીટ્સમાંથી કેરીનો રસ ખરીદ્યો હતો. ગ્રાહકને મનમાં પણ એવુ જ હોય કે આવી સારી નામાંકિત દુકાનમાંથી રસ ખરીદ્યો છે તો સારો જ હશે.
પરંતુ અહીં તો તદ્દન વિરોધાભાસ જોવા મળ્યો. કહેવાય છે ને કે નામ બડે દર્શન છોટે.. બરાબર તેના જેવું જ. ગ્રાહકનો આક્ષેપ છે કે ગ્વાલિયા સ્વીટ્સમાંથી તેણે ખરીદેલો રસ વાસી, દુર્ગંધ મારતો અને અખાદ્ય નીકળ્યો. વાત અહીંથી નથી અટક્તી. આ મુદ્દે જ્યારે ગ્રાહકે દુકાનદારને ફરિયાદ કરી તો દુકાનદાર લાજવાને બદલે ગાજવા લાગ્યો. એક તો ચોરી ઉપર સે સીનાજોરી જેવો ઘાટ જોવા મળ્યો અને દુકાનદારે ગ્રાહક સાથે ગેરવર્તન કર્યુ.
દુકાનદારનો આક્ષેપ છે કે ફરિયાદ કરતા દુકાનદારે પૈસા પરત આપી રસનો ડબો ઝૂંટવવાનો પણ પ્રયાસ કર્યો. હાલ તો વાસી અખાદ્ય રસ પધરાવવા બદલ ગ્રાહકે AMCના આરોગ્ય વિભાગમાં ફરિયાદ નોંધાવી છે.