Mehsana :ડેન્ગ્યૂના કારણે વિજાપુરના ફુદેડાના તલાટીનું મોત, 6 દિવસ પહેલા તાવ આવ્યો હતો, જુઓ Video
મિશ્ર ઋતુના કારણે ગુજરાતમાં રોગચાળો વકર્યો છે. મહેસાણામાં એક તલાટીનું આવી જ રીતે રોગચાળાના ભરડામાં આવ્યા બાદ મોત થયુ છે. માહિતી મુજબ તલાટીને ડેન્ગ્યૂ થયા બાદ મોત થયુ છે.
ગુજરાતમાં ચોમાસાએ વિદાય લઇ લીધી છે અને ધીરે ધીરે હવે ઠંડીની શરુઆત થઇ રહી છે. જો કે બપોરના સમયે હજુ પણ ગરમીનો અહેસાસ થાય છે. આવી મિશ્ર ઋતુના કારણે ગુજરાતમાં રોગચાળો વકર્યો છે. મહેસાણામાં એક તલાટીનું આવી જ રીતે રોગચાળાના ભરડામાં આવ્યા બાદ મોત થયુ છે. માહિતી મુજબ તલાટીને ડેન્ગ્યૂ થયા બાદ મોત થયુ છે.
મહેસાણા જિલ્લાના વિજાપુરના ફુદેડાના તલાટીનું ડેન્ગ્યુના કારણે મોત થયુ છે. ડેન્ગ્યુની સારવાર દરમ્યાન તલાટીનું મોત થયું છે. 35 વર્ષના તલાટીને છ દિવસ પહેલા તાવ આવ્યો હતો. ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડેન્ગ્યુનું નિદાન થયું હતું. સારવાર દરમિયાન ફેફસામાં પાણી ભરાઈ જતા શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી.
Latest Videos