Anand News : દહેમી ગામમાં જર્જરિત શાળામાં વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર, Videoમાં જુઓ દયનીય સ્થિતિ

આણંદના બોરસદ તાલુકાના દહેમી ગામમાં છેલ્લા છ વર્ષથી ગામની જર્જરિત શાળામાં અભ્યાસ કરતા બાળકો નવી શાળા માટે રાહ જોઈ રહ્યા છે.પરંતુ કામગીરીમાં ઠાગાઠૈયાના કારણે વિદ્યાર્થીઓ જોખમી ઓરડામાં ભણવા મજબૂર છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2024 | 1:40 PM

આણંદના બોરસદ તાલુકાના દહેમી ગામમાં છેલ્લા છ વર્ષથી ગામની જર્જરિત શાળામાં અભ્યાસ કરતા બાળકો નવી શાળા માટે રાહ જોઈ રહ્યા છે.પરંતુ કામગીરીમાં ઠાગાઠૈયાના કારણે વિદ્યાર્થીઓ જોખમી ઓરડામાં ભણવા મજબૂર છે. દહેમી ગામની આ પ્રાથમિક શાળા 100 વર્ષ જેટલી જૂની છે.

તંત્રએ આ શાળાને 2018માં જ જર્જરિત જાહેર કરી હતી. તેના આટલા વર્ષ બાદ પણ હજુ વિદ્યાર્થીઓને નવી શાળા મળી નથી. જર્જરિત શાળામાં 169 વિદ્યાર્થીઓ જીવ ના જોખમે અભ્યાસ કરી રહ્યા છે. હાલ ચોમાસાની સિઝન છે ત્યારે અહીં વરસતા વરસાદમાં શાળાની ટપકતી છતો નીચે બાળકો અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. શાળાના જર્જરિત ઓરડાઓના કારણે અહીં કોમ્પ્યુટર લેબ પણ કાર્યરત કરી શકાતી નથી.

શિક્ષણ વિભાગમાં શિક્ષકોની રજૂઆતને પગલે શાળાને 2018માં જર્જરિત જાહેર કરી હતી. આગામી સમયમાં નવી બનાવવાની વાતો પણ વર્ષ 2018થી કાગળ પર કરવામાં આવી હતી.પરંતુ લાંબા સમય બાદ પણ શિક્ષણ વિભાગ દ્વારા નવીન સ્કૂલ બનાવવાની કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા શાળાના આચાર્ય પણ જે છે તે જ હાલતમાં બાળકોને શિક્ષણ અપાવવા મજબૂર બન્યા છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">