AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Pakistan War : પાકિસ્તાનની નાપાક હરકતોને લઈ કચ્છમાં હાઈ એલર્ટ, જુઓ Video

India Pakistan War : પાકિસ્તાનની નાપાક હરકતોને લઈ કચ્છમાં હાઈ એલર્ટ, જુઓ Video

Mohit Bhatt
| Edited By: | Updated on: May 09, 2025 | 10:55 AM

પાકિસ્તાનના નિષ્ફળ હુમલાઓનો ભારતે યોગ્ય જવાબ આપ્યો છે. ત્યારે ગઈકાલે રાત્રે પાકિસ્તાને 50 ડ્રોન ભારતમાં ફેંક્યાં હતા. તેને ભારતીય સેનાએ તોડી પાડ્યા હતા. કચ્છના કોટેશ્વર બોર્ડર વિસ્તારમાં શંકાસ્પદ આકાશી ગતિવિધિ દેખાઈ છે.

પાકિસ્તાનના નિષ્ફળ હુમલાઓનો ભારતે યોગ્ય જવાબ આપ્યો છે. ત્યારે ગઈકાલે રાત્રે પાકિસ્તાને 50 ડ્રોન ભારતમાં ફેંક્યાં હતા. તેને ભારતીય સેનાએ તોડી પાડ્યા હતા. કચ્છના કોટેશ્વર બોર્ડર વિસ્તારમાં શંકાસ્પદ આકાશી ગતિવિધિ દેખાઈ છે. લખપતમાં ડ્રોન જેવી વસ્તુઓ દેખાઈ હતી. જેના પગલે ગઈકાલે રાત્રે કચ્છના મોટાભાગના વિસ્તારોમાં બ્લેક આઉટ કરવામાં આવ્યું હતું.

કોટેશ્વર મંદિર પણ બપોર બાદ અગમચેતી રુપે બંધ કરાયું છે. લખપતના કોરિયાણી દરિયાઈ સરહદ નજીક ડ્રોન મળ્યાના સમાચાર છે. સરહદની પારની નાપાક હરકતથી હાઈ એલર્ટ આપ્યું છે. કચ્છ બોર્ડર પર સુરક્ષા એજન્સીઓના થાણાઓમાં એલર્ટ આપ્યો છે. ગઇકાલે સિરક્રિકમાં હુમલાનો પ્રયાસ કરાયો હતો. ભુજમાં પણ બ્લેક આઉટ કરવામાં આવ્યું છે. આજે પણ બોર્ડર પર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ભૂજનું એરપોર્ટ સેના હવાલે !

ગુજરાતના 7 જેટલા એરપોર્ટને બંધ કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા જામનગર, પોરબંદર, કંડલા, ભૂજ, રાજકોટ, કેશોદ અને મુંદ્રા સહિતના એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યા છે. કચ્છનું ભુજ એરપોર્ટ લોકો માટે બંધ કરવામાં આવ્યું છે. સેનાના હવાલે ભુજ એરપોર્ટ કરવામાં આવ્યું છે. 1971 યુદ્ધ વખતે ભુજ એરબેઝ નિશાના પર હતું. જલ દલ અને વાયુ ત્રણેય સીમાઓથી કચ્છ જોડાયેલું છે.

g clip-path="url(#clip0_868_265)">